Morbi Bridge Collapse : 135 વ્યક્તિઓનાં મોત મામલે 112 પીડિતોની SC માં અરજી, કરી આ માગ
- મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના અંગે મોટા સમાચાર (Morbi Bridge Collapse)
- દુર્ઘટનાની તપાસ માગતી અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ
- 135 વ્યક્તિઓના મોત મુદ્દે 112 પીડિતોએ કરી પિટિશન
- સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકાર, CBI, મોરબી કલેક્ટરને આપી નોટિસ
- મોરબી નપા અને અજન્ટા કંપનીને પણ જવાબ રજૂ કરવા નોટિસ
મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાને (Morbi Bridge Collapse) લઈ મોટા સમાચાર આવ્યા છે. આ ગોઝારી દુર્ઘટનાની તપાસ માગતી અરજી હવે સુપ્રીમ કોર્ટમાં (Supreme Court) દાખલ કરવામાં આવી છે. 135 વ્યક્તિઓનાં મોત મામલે 112 પીડિતોએ સર્વોચ્ચ ન્યાયાલયમાં પિટિશન કરી છે. જ્યારે સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકાર, CBI અને મોરબી કલેક્ટરને નોટિસ આપી છે. સાથે જ મોરબી નપા અને અજન્તા કંપનીને (Ajanta Company) પણ જવાબ રજૂ કરવા નોટિસ ફટકારી છે. સુપ્રીમ કોર્ટમાં પીડિતોની અરજી મુદ્દે સુનાવણી ચાલી રહી છે.
આ પણ વાંચો - Valsad : વલસાડમાં રાષ્ટ્રગીતનાં અપમાન મુદ્દે BJP નેતાનાં કોંગ્રેસ પર આકરા પ્રહાર
135 વ્યક્તિઓનાં મોત મુદ્દે 112 પીડિતોએ SC માં પિટિશન
મોરબી શહેરમાં મચ્છુ નદી (Machhu River) પર 141 વર્ષ જૂનો ઝૂલતા પુલ અચાનક તૂટી પડ્યો (Morbi Bridge Collapse) હતો. આ હોનારતમાં 135 થી વધુ લોકોના મોત નીપજ્યા હતા. આ મામલે હવે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી છે. દુર્ઘટનાની સઘન તપાસ માગતી અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાઈ છે. 135 વ્યક્તિઓનાં મોત મુદ્દે 112 પીડિતોએ પિટિશન કરી છે. માહિતી અનુસાર, સુપ્રીમ કોર્ટ દ્વારા આ મામલે ગુજરાત સરકાર, CBI, મોરબી કલેક્ટરને નોટિસ આપવામાં આવી છે.
આ પણ વાંચો - Padminiba Honeytrap Case : પોલીસની મોટી કાર્યવાહી, પદ્મિનીબા વાળા સહિત 4 ની ધરપકડ
સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકાર, CBI, મોરબી કલેક્ટરને આપી નોટિસ
આ સાથે સુપ્રીમ કોર્ટે (Supreme Court) મોરબી નપા અને અજન્ટા કંપનીને પણ જવાબ રજૂ કરવા નોટિસ ફટકારવામાં આવી છે. પીડિતોની અરજી મુદ્દે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. નોંધનીય છે કે, 26 ઓક્ટોબર, 2022 થી મોરબી શહેરનો જૂનો અને જાણીતો ઝૂલતો પુલ નાગરિકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. સાથે જ 12 થી 15 વર્ષની મજબૂતાઈની ગેરંટી પણ આપવામાં આવી હતી, પરંતુ માત્ર 5 દિવસની અંદર જ પુલ તૂટી પડ્યો હતો અને આ દુર્ઘટનામાં 135 થી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા. આ ઘટના બાદ મોરબી (Morbi) સહિત સમગ્ર રાજ્યમાં હાહાકાર મચી ગયો હતો.
આ પણ વાંચો - VADODARA : નકલી ફાયર NOC મામલે ફરિયાદ, એજન્સીનું નામ ખૂલ્યું