BHARUCH : મંજૂરી વિનાના બાંધકામ ઉપર રામજી સાથે PM મોદી અને યોગીની સ્થાપના કરાઇ
મંજૂરી વિનાના બાંધકામ ઉપર PM મોદી અને યોગી : અયોધ્યામાં 500 વર્ષ બાદ રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે. જે ખુશીમાં અંકલેશ્વરની એક સોસાયટીમાં બાંધકામની મંજૂરી વિના કરાયેલ બાંધકામના અગાસીના ભાગે રામજીની સ્થાપના સાથે પીએમ અને સીએમની પ્રતિમાની સ્થાપના કરવામાં...
મંજૂરી વિનાના બાંધકામ ઉપર PM મોદી અને યોગી : અયોધ્યામાં 500 વર્ષ બાદ રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે. જે ખુશીમાં અંકલેશ્વરની એક સોસાયટીમાં બાંધકામની મંજૂરી વિના કરાયેલ બાંધકામના અગાસીના ભાગે રામજીની સ્થાપના સાથે પીએમ અને સીએમની પ્રતિમાની સ્થાપના કરવામાં આવતા સમગ્ર મુદ્દો હાલ ચર્ચાસ્પદ બન્યો છે. આને ભક્તિ કહેવાય કે શક્તિ તેવા સવાલો વચ્ચે હાલ મુદ્દો લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.
મંજૂરી વિનાના બાંધકામ ઉપર રામજી સાથે PM મોદી અને યોગીની સ્થાપના
અંકલેશ્વર પંથકના ગડખોલ ગામે રિદ્ધિ સિદ્ધિ સોસાયટી આવેલી છે. જેમાં જૂનું બાંધકામ દૂર કરી નવું શોપિંગ સેન્ટર બનાવવામાં આવ્યું છે. અને રહેણાંક વિસ્તારમાં કોમર્શિયલ બનાવવામાં આવ્યું હોવાનો વિવાદ સરકારી કચેરીમાં ચાલી રહ્યો છે. આ વિવાદ વચ્ચે જે બાંધકામ કરાયું છે તેની મંજૂરી બૌડા વિભાગમાંથી લેવામાં ન આવ્યું હોવાના કારણે ફરિયાદીએ ફરિયાદ કરી છે. પરંતુ ગેરકાયદેસર બાંધકામ દૂર ન થાય સીલ ન થઈ જાય તે માટે મિલકત ધારકે ભક્તિ નહીં પરંતુ શક્તિ પ્રદર્શન બતાવવા માટે અનોખો ખેલ કર્યો હોય તેવી ચોક આવનારી ઘટના સામે આવી છે.
સોશિયલ મીડિયા ઉપર બાબત ચર્ચાનો વિષય
લોકોનો આક્ષેપ છે કે, મકાન માલિકે અગાસી ઉપર જ રામજી અને પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી યોગીજીની સ્થાપના કેમ કરી જો સાચી ભક્તિ જ કરવાની હોય તો જ્યાં બાંધકામ કરાયું છે. ત્યાં આગળ પણ મોટો ખુલ્લો પ્લોટ છે, તેમાં પણ કરી શકાય જેને લઈને આખરે બાંધકામની અગાસી ઉપર જ રામજી મંદિર અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી યોગીજીની સ્થાપના કેમ કરવામાં આવી તેવા સવાલો સાથે મીડિયા સ્થળ ઉપર પહોંચી ગયો હતો અને આ અંગે શું રાઝ છે તે જાણવાનો પ્રયાસ કર્યો હતો.
આ મુદ્દે આ બાંધકામની મંજૂરી નથી તેવી ફરિયાદ કરનાર અરજદારનો પણ સંપર્ક કરવાનો પ્રયાસ કરાયો
અંકલેશ્વરની રિદ્ધિ સિદ્ધિ સોસાયટીમાં નવા બાંધકામની ઉપર અગાસી પર આખરે રામજીની સ્થાપના કેમ કરાય પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીની પ્રતિમાની પણ સ્થાપના કેમ કરાય આ મુદ્દે આ બાંધકામની મંજૂરી નથી તેવી ફરિયાદ કરનાર અરજદારનો પણ સંપર્ક કરવાનો પ્રયાસ કરાયો તો અરજદારે કહ્યું કે રહેણાંક વિસ્તારમાં કોમર્શિયલ બાંધકામ કરી શકાય નહીં અને બાંધકામની મંજૂરી પણ નથી અને આ બાબતની ફરિયાદ પણ કરવામાં આવી છે અને બાંધકામની મંજૂરી ન હોવાના કારણે તથા બાંધકામ દૂર કરવામાં ન આવે તે હેતુથી રામજી મંદિર અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી યોગીજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હોવાનો આરોપ અરજદારે કરી દીધો છે.
આ સંપૂર્ણ પ્રકરણમાં આખરે અંકલેશ્વરની રિદ્ધિ સિદ્ધિ સોસાયટીમાં નવનિર્માણ કરાયેલા બાંધકામ ઉપર રામજી ન સ્થાપના અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની તથા મુખ્યમંત્રીની પ્રતિમાની સ્થાપના કરી અને નવું બાંધકામ છે તો તેની બાંધકામની મંજૂરી છે કે કેમ તેની તપાસે ભરૂચ અંકલેશ્વર બૌડા વિભાગનો સંપર્ક કરવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા તો અધિકારીઓએ કહ્યું હતું કે આ વાત હજુ અમારી પાસે હમણાં ધ્યાનમાં આવી છે અને આ બાબતે સ્થળ નિરીક્ષણ કરી કાર્યવાહી કરવામાં આવશે પરંતુ હાલ મીડિયા સમક્ષ સત્તાવાર કોઈ માહિતી આપી શકાય તેમ નથી.
અત્રે ઉલ્લેખની એ બાબત એ પણ છે કે ગેરકાયદેસર બાંધકામ તંત્ર દ્વારા દૂર કરવામાં ન આવે અને તે હેતુથી જ ગેરકાયદેસર બાંધકામ ઉપર રામજી ની સ્થાપના અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી યોગીજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હોય તેવું માનવામાં આવે છે કારણ કે જે મકાન ઉપર રામજી સાથે પીએમ અને સીએમ ની સ્થાપના કરાય છે તેની સ્થાપના નવા બાંધકામની નજીક મોટી જગ્યા આવેલી છે અને જમીન પર કેમ ન બાંધકામ કરી શકાય તેવા સવાલોને લઈ માત્ર બાંધકામની અગાસી ઉપર જ સ્થાપના કેમ કરવામાં આવી તે પણ એક ચર્ચાનો વિષય બની ગયો છે.
અહેવાલ - દિનેશ મકવાણા