Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા સોનગઢ ખાતે નવા બસ સ્ટેન્ડનું લોકાર્પણ કરવામાં આવ્યું

આજ રોજ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા સોનગઢ ખાતે નવા બસ સ્ટેન્ડનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ગૃહ રાજ્યમંત્રી દ્વારા સોનગઢ ખાતેથી નવી 51 જેટલી બસને લીલી ઝંડી આપવામાં આવી છે.  હર્ષ સંઘવી દ્વારા અહી જનતાને અપીલ પણ કરવામાં આવી હતી....
11:56 AM Jan 20, 2024 IST | Harsh Bhatt

આજ રોજ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા સોનગઢ ખાતે નવા બસ સ્ટેન્ડનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ગૃહ રાજ્યમંત્રી દ્વારા સોનગઢ ખાતેથી નવી 51 જેટલી બસને લીલી ઝંડી આપવામાં આવી છે.  હર્ષ સંઘવી દ્વારા અહી જનતાને અપીલ પણ કરવામાં આવી હતી. ગૃહ મંત્રીએ જનતાને અપીલ કરી હતી કે વ્યાજખોર સહિત કોઇ પણ ગુનેગાર પોલીસ છોડશે નહીં.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સોનગઢ હનુમાનજીના મંદિરની મુલાકાત લીધી

 

સોનગઢ ખાતે નવા બસ સ્ટેન્ડનું લોકાર્પણ કર્યા બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સોનગઢ હનુમાનજીના મંદિરની મુલાકાત લીધી હતી અને  દર્શન કર્યાં હતા. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા મંદિર ખાતે આરતી પણ કરવામાં આવી હતી.

પહેલા ગૃહ રાજ્યમંત્રી દ્વારા ગાંધીનગર ખાતે ડબલ ડેકર AC અને ઇલેક્ટ્રિક બસ શૂરું કરાઇ હતી 

થોડા સામે પહેલા જ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને પરિવહન મંત્રી હર્ષ સંઘવીના હસ્તે ગાંધીનગર ગિફ્ટ સિટી ખાતે ડબલ ડેકર AC બસનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ ડબલ ડેકર AC અને ઇલેક્ટ્રિક બસ સરખેજથી ગાંધીનગર સીટી રોડ પર પ્રાથમિક સંચાલન શરૂ કરવામાં આવનાર છે. અને આ ડબલ ડેકર બસની અંદર અત્યાધુનિક સુવિધાઓ મુસાફરો માટે ઉપલબ્ધ રહેશે. આ સામે દરમિયાન ગુજરાત સરકાર દ્વારા નવી કુલ પાંચ AC ડબલ ડેકર બસનું સંચાલન કરવામાં આવ્યું હતું, જેમાંથી 2 બસ ગાંધીનગર સિટીને ફાળવવામાં આવી હતી.

 

આ પણ વાંચો -- Gandhinagar : યુવાનનું અપહરણ કરી રૂ. 80 લાખની ખંડણી માગનારા 5 ની ધરપકડ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Bus StandDOUBLE DACKERGandhinagarhanuman mandirHarsh SanghviHome MinisterLOKARPANNEW BUSESSongadh
Next Article