Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gujarat Rain Update: આજે રાત્રે વરસાદ પડશે કે નહીં? જાણો સંપૂર્ણ અને સચોટ માહિતી

વરસાદને લઈને હવામનશાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી 12 ઓક્ટોબર સુઘી રાજ્યના અલગ અલગ ભાગોમાં વરસાદ પડશે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડશે Gujarat Rain Update: આજે નવરાત્રિમાં વરસાદ ખલેલ પહોંચાડી શકે તેવા સમાચાર સામે આવ્યાં છે. ખાસ કરીને વાત...
gujarat rain update  આજે રાત્રે વરસાદ પડશે કે નહીં  જાણો સંપૂર્ણ અને સચોટ માહિતી
  1. વરસાદને લઈને હવામનશાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી
  2. 12 ઓક્ટોબર સુઘી રાજ્યના અલગ અલગ ભાગોમાં વરસાદ પડશે
  3. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડશે

Gujarat Rain Update: આજે નવરાત્રિમાં વરસાદ ખલેલ પહોંચાડી શકે તેવા સમાચાર સામે આવ્યાં છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, ગુજરાતમાં વરસાદ (Gujarat Rain)ને લઈને હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે. નોંધનીય છે કે, 12 ઓક્ટોબર સુઘી રાજ્યના અલગ અલગ ભાગોમાં વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે. આ સાથે સાથે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડશે. એનો અર્થ એ છે કે, આજે ગરબાના રંગમાં વરસાદ ભંગ પાડી શકે છે.

Advertisement

આ પણ વાંચો: RAJKOT : જેતપુરમાં સગીરા પર દુષ્કર્મ બાદ જન્મેલુ બાળક તરછોડાયું, તપાસ શરૂ

અમદાવાદ અને ગાંઘીનગરના અનેક ભાગોમાં પણ વરસાદ પડશે

આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો, પંચમહાલના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે તેમ છે. આ સાથે અમદાવાદ અને ગાંઘીનગરના અનેક ભાગોમાં પણ વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે. ડાંગ, વલસાડ અને નવસારીના ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. મહત્વની વાત એ છે કે, 14 થી 22 ઓક્ટોબર દરમિયાન વાવાઝોડાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. જેથી આ દરમિયાન રાજ્યમાં સારો એવો વરસાદ થશે તેવી આગાહી કરવામાં આવી રહીં છે.

Advertisement

આ પણ વાંચો: VADODARA : ભવિષ્યમાં પૂર અટકાવવા માટેની તૈયારીઓના ભાગરૂપે ટીમનું નિરીક્ષણ

દેવદિવાળી સુધી વરસાદી માહોલ રહેવાની શક્યતાઓ

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલએ આગાહીમાં વરસાદની આગાહીને લઈને કહ્યું છે કે, રાજ્યમાં દેવદિવાળી સુધી વરસાદી માહોલ રહેવાની શક્યતાઓ છે. આ દરમિયાન રાજ્ય (Gujarat)ના અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, આજે પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ (Gujarat Rain)ની આગાહી કરવામાં આવી છે. સ્વાભાવિક છે કે, જો વરસાદ થયો તો ખેલૈયાઓની ચિંતામાં વધારો થઈ શકે છે.

Advertisement

આ પણ વાંચો: CM ભૂપેન્દ્ર પટેલ મુંબઈ પહોંચ્યા, Ratan Tata ના પાર્થિવ દેહને પાઠવ્યા શ્રદ્ધાસુમન, CR પાટીલે કહી આ વાત

Tags :
Advertisement

.