Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Mehsana: કડીના ધારાસભ્ય કરશનભાઈ સોલંકીનું દુઃખદ અવસાન

મહેસાણાના કડીના ધારાસભ્ય કરશન સોલંકીનું અવસાન લાંબાથી સમયથી કેન્સરની બીમારીથી પીડાતા હતા કરશનભાઈ સરળ અને સૌમ્ય સ્વભાવ માટે જાણીતા હતા કરશનભાઈ એકદમ સાદગીભર્યું જીવન જીવતા હતા કરશનભાઈ સોલંકી સવારે 10.30 કલાકે તેમના નિવાસસ્થાનેથી નીકળશે અંતિમયાત્રા Mehsana: મહેસાણાના કડીના ધારાસભ્ય...
mehsana  કડીના ધારાસભ્ય કરશનભાઈ સોલંકીનું દુઃખદ અવસાન
Advertisement
  • મહેસાણાના કડીના ધારાસભ્ય કરશન સોલંકીનું અવસાન
  • લાંબાથી સમયથી કેન્સરની બીમારીથી પીડાતા હતા કરશનભાઈ
  • સરળ અને સૌમ્ય સ્વભાવ માટે જાણીતા હતા કરશનભાઈ
  • એકદમ સાદગીભર્યું જીવન જીવતા હતા કરશનભાઈ સોલંકી
  • સવારે 10.30 કલાકે તેમના નિવાસસ્થાનેથી નીકળશે અંતિમયાત્રા

Mehsana: મહેસાણાના કડીના ધારાસભ્ય કરશન સોલંકી(MLA Karshan Solanki)નું દુઃખદ અવસાન થયું છે. તેઓ લાંબા સમયથી કેન્સરથી (Cancer)પીડાતા હતા અને તેમના અવસાનથી સમગ્ર વિસ્તાર અને રાજ્ય માટે એક મોટું ગુમાવ છે. કરશનભાઈ સોલંકી પોતાના સરળ અને સૌમ્ય સ્વભાવ માટે જાણીતા હતા.

Advertisement

10:30 વાગે અંતિમ યાત્રા નીકળશે

સંસદનો પ્રવાહી સભ્ય બનવાનો એનો અભિગમ ખૂબ મેડાની અને સિદ્ધાંતપ્રેમી હતો. તેમણે હંમેશા સરકારી બસનો ઉપયોગ કરીને વિધાનસભા જવાનું પસંદ કર્યું અને પોતાના મત વિસ્તારના દરેક વ્યક્તિ સાથે સરળતાથી અને દિલથી મળતા. તેઓ સાદગીભર્યું જીવન જીવી રહ્યા હતા. જેમાંની અંતિમ યાત્રા આજે સવારે 10:30 કલાકે તેમના નિવાસસ્થાનથી નિકળશે.

Advertisement

આ પણ  વાંચો-Ahmedabad: શહેરમાં ફરી એકવાર અસામાજિક તત્વોનો આતંક, ત્રણ ઇસમોએ બે બાઇકમાં આગ ચાંપી

Advertisement

સાદગી ભર્યું જીવનની સુવાસ મૂકી  ચાલ્યા ગયા

મળતી માહિતી મુજબ કડીના ધારાસભ્ય કરશનભાઈ સોલંકી કરશનભાઈ સોલંકી તેઓ લાંબા સમયથી કેન્સરથી પીડાતા હતા તેમના નિવાસ સ્થાનેથી 10.30 વાગે અંતિમ યાત્રા નિકળનાર છે. ત્યારે સરળ અને સૌમ્ય સ્વભાવથી કરશનભાઇ સોલંકી જાણીતા હતા. ધારાસભ્ય હોવા છતાં વિધાનસભા જવા સરકારી બસનો જ ઉપયોગ કરતા હતા. ઉપરાંત તેમના મત વિસ્તારમાં નાનામાં નાના વ્યક્તિને ખૂબ સરળ સ્વભાવથી મળતા હતા. ત્યારે સાદગી ભર્યું જીવનની સુવાસ મૂકી કડીના ધારાસભ્ય કરશનભાઇ સોલંકી ચાલ્યા ગયા હતા.

આ પણ  વાંચો-Gujarat: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ટાણે ભાજપમાં ડખ્ખા, સૌરાષ્ટ્રથી લઈને ઉત્તર ગુજરાત સુધી વિવાદ

આપણે તો સરકારી બસ જ ફાવે

કરશન સોલંકી જ્યારથી ભાજપમાં જોડાયા ત્યારે નાના હોદ્દા પર હતા તે સમયે પણ 20 થી25 વર્ષ અગાઉ પણ બસમાં જ મુસાફરી કરતા હતા. કરશન સોલંકી ધારાસભ્ય બન્યા ત્યારથી આ વિસ્તારના ભાજપના અન્ય નેતાઓ, આગેવાનો, મિલ માલિકો એ પણ ઓફર કરી કે, કરશન કાકા તમને મોંઘી કાર ગિફ્ટ આપીએ અને તેમાં ડ્રાઈવર અને ડીઝલ પણ અમારા તરફથી. પણ આ તો, કરશન કાકા,ચોખ્ખી ઘસીને ના પાડી દીધી આ તમામને. અને કહી દીધું કે આપણે તો સરકારી બસ જ ફાવે.

કરસન સોલંકીભાઈ દર્દીઓની ચિઁત કરતાં

પોતાના મત વિસ્તારમાં તેઓ ગરીબોની બેલી તરીકે પ્રખ્યાત ધારાસભ્ય હતા. બીમાર પડતા ગરીબ નાગરિકોને ધારાસભ્ય કરસન સોલંકી પોતે જ ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઈને આવતા. જ્યાં સુધી સારવાર પૂર્ણ થાય ત્યાં સુધી તેઓ જે તે દર્દીની સાથે જ રહેતા. આ ઉપરાંત જો કોઈ વખત ઈમર્જન્સીમાં ગાંધીનગર આવવું પડે અને એસટી બસ છે ન હોય ત્યારે તે રોડ ઉપર ઉભા રહીને કોઈપણ વ્યક્તિ પાસે લિફ્ટ માંગીને ગાંધીનગર પહોંચી જતા.

Tags :
Advertisement

Trending News

.

×