Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Mehsana: કડી - દેત્રોજ રોડ બલાસર નર્મદા બ્રિજ થયો જર્જરિત, 3 કિમીનું ડાયવર્ઝન

જર્જરિત બ્રિજને કારણે વાહન વ્યવહાર કરાયો બંધ બ્રિજમાં વચ્ચે સ્પાનમાં તિરાડ પાડતા બ્રિજ જોખમી બન્યો બંને તરફ બેરિકેટ લગાવી બ્રિજ પર અવર જવર બંધ કરાઈ Mehsana: ગુજરાતમાં અત્યારે અનેક વિસ્તારોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. ખાસ કરીને વાત કરવામાં...
mehsana  કડી   દેત્રોજ રોડ બલાસર નર્મદા બ્રિજ થયો જર્જરિત  3 કિમીનું ડાયવર્ઝન
  1. જર્જરિત બ્રિજને કારણે વાહન વ્યવહાર કરાયો બંધ
  2. બ્રિજમાં વચ્ચે સ્પાનમાં તિરાડ પાડતા બ્રિજ જોખમી બન્યો
  3. બંને તરફ બેરિકેટ લગાવી બ્રિજ પર અવર જવર બંધ કરાઈ

Mehsana: ગુજરાતમાં અત્યારે અનેક વિસ્તારોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, અનેક રસ્તા અને બ્રિજ નીચે પાણી ભરાયા છે અને તેના કારણે માર્ગ વ્યવહાર પણ ઠપ થઈ ગયો છે. વધારે વિગતે વાત કરવામાં આવે તો, કડી - દેત્રોજ રોડ બલાસર નર્મદા બ્રિજ જર્જરિત થયો હોવાનું સામે આવ્યું છે. નોંધનીય છે કે, જર્જરિત બ્રિજને કારણે વાહનોની અવર-જવર અત્યારે બંધ કરી દેવામાં આવી છે.

Advertisement

આ પણ વાંચો: Cyclone : વાવાઝોડાનું નામ "આસના" કોણે રાખ્યું....?

Advertisement

બંને તરફ બેરિકેટ લગાવી બ્રિજ પર અવર જવર બંધ કરાઈ

બ્રિજમાં વચ્ચે સ્પાનમાં તિરાડ પાડતા બ્રિજ જોખમી બન્યો હોવાનું સામે આવ્યું છે. બંને તરફ બેરિકેટ લગાવી બ્રિજ પર અવર જવર બંધ કરી દેવામાં આવી હતી. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે અત્યારે વાહનોની અવર જવર માટે 3 કિમીનું ડાયવર્ઝન આપી દેવાયું છે. બે થી ત્રણ મહિના સુધી રીપેરીંગ કામ ચાલશે ત્યાં સુધી આ બ્રિજ બંધ રાખવામાં આવે છે. નોંધનીય છે કે, 2005માં નર્મદા મુખ્ય કેનાલ પર બ્રિજ બન્યો હતો.

Advertisement

આ પણ વાંચો: Bharuch: નર્મદા નદીના પાણી ઓસરતાં ખેતરો જળબંબોળ, કરોડોનું નુકસાન

અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકોને સાવચેત રહેવા સૂચના

અન્ય વિસ્તારોમાં પણ પાણી ભરાવાના કારણે અત્યારે અનેક રસ્તાઓ પર પાણી ભરાયા હોવાના કારણે લોકોને ભારે પરેશાનીઓ થઈ રહીં છે. આ સાથે સાથે ગુજરાતમાં હજુ પણ આગામી સમયમાં વરસાદ થશે તેવી આગાહી કરવામાં આવી છે. કચ્છ સહિતના અનેક જિલ્લાઓમાં અત્યારે ભારે વરસાદ સાથે સાથે વાવાઝોડાની પણ આગાહી કરવામાં આવી છે. જેથી આ વિસ્તારોમાં રહેતા લોકોને ખાસ તકેદારી રાખવા માટે સૂચનાઓ પણ આપી દેવામાં આવી છે.

આ પણ વાંચો: Gujarat: રાજ્યના અનેક વિસ્તારો વરસાદથી પ્રભાવિત, મુખ્યમંત્રીએ કરી સ્થળ મુલાકાત

Tags :
Advertisement

.