Mehsana : USA માં ગુજરાતી પિતા-પુત્રીને અશ્વેત શખ્સે ગોળી મારી હત્યા કરી
- અમેરિકાનાં વર્જિનિયામાં વધુ બે ગુજરાતીની હત્યા થતાં ચકચાર (Mehsana)
- એકોમેક કાઉન્ટીમાં ગુજરાતી પિતા-પુત્રીને ગોળી મારી હત્યા કરાઈ
- મહેસાણાનાં કનોડા ગામનાં પટેલ પરિવારનાં 2 સભ્યોની હત્યા
- અશ્વેત શખ્સે 56 વર્ષીય પિતા, 24 વર્ષીય દીકરી પર ફાયરિંગ કર્યું
અમેરિકાનાં (America) વર્જિનિયામાં વધુ બે ગુજરાતીઓની હત્યા થઈ હોવાની ચોંકાવનારી ઘટના બની છે. એકોમેક કાઉન્ટીમાં ગુજરાતી પિતા-પુત્રીને સ્ટોરમાં ઘૂસી આવેલા એક અજાણ્યા અશ્વેત શખ્સે ગોળી મારી હત્યા કરી હતી અને ફરાર થયો હતો. મહેસાણાનાં (Mehsana) કનોડા ગામનાં પટેલ પરિવારના 2 સભ્યોની હત્યા છતાં પરિવાર પર આભ ફાટ્યું છે. આ કેસમાં અમેરિકા પોલીસે ગોળીબાર કરનાર શખ્સની ધરપકડ કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
એકોમેક કાઉન્ટીમાં અશ્વેત શખ્સે પિતા, દીકરી પર ફાયરિંગ કર્યું
માહિતી અનુસાર, અમેરિકાનાં વર્જિનિયામાં (Virginia) રહેતા બે ગુજરાતી પિતા-પુત્રીની હત્યા થઈ હોવાની ચકચારી ઘટના બની છે. માહિતી અનુસાર બંને મૃતક મૂળ મહેસાણા જિલ્લાનાં (Mehsana) કનોડા ગામનાં પટેલ પરિવારનાં સભ્યા હતા, જેઓ અમેરિકામાં રહેતા હતા. વર્જિનિયાનાં એકોમેક કાઉન્ટીમાં આવેલા એક સ્ટોરમાં બે દિવસ પહેલા એક અશ્વેત ઇસમ ઘૂસી આવ્યો હતો અને ગુજરાતી 56 વર્ષીય પિતા અને 24 વર્ષીય પુત્રી પર ગોળીબાર કરી ફરાર થયો હતા. આ ઘટનામાં બંને પિતા-પુત્રીનાં મોત નીપજ્યાં છે.
આ પણ વાંચો - Sabarkantha : સરકારી ગ્રાન્ટ ચાઉં કરવા મહિલા સદસ્યે ભારે કરામત કરી હોવાનો આક્ષેપ
અમેરિકા પોલીસે ગોળીબાર કરનાર શખ્સને ઝડપી લીધો
આ મામલે US પોલીસે (USA Police) ત્વરિત કાર્યવાહી કરીને ગોળીબાર કરનાર ઇસમને ઝડપી લીધો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક માહિતી અનુસાર, ગોળીબારની ઘટના બે દિવસ પહેલા વહેલી સવારે 5:30 કલાકે સ્ટોર ખોલતા જ બની હતી, જેમાં 56 વર્ષીય પિતાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે, દીકરીને ગંભીર ઇજાઓ થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જો કે, 2 દિવસની સારવાર બાદ તેણીનું પણ મોત નીપજ્યું છે. આરોપી દ્વારા 'રાત્રે શોપ ખુલ્લી કેમ નથી રાખતા' કહી ગોળી મારવામાં આવી હતી.
આ પણ વાંચો - Rajkot : દ્વારકામાં ભગવાન ક્યાંથી હશે ? વડતાલ સ્વામિનારાયણ મંદિરનું વધુ એક પુસ્તક વિવાદમાં, માલધારી સમાજમાં રોષ
છેલ્લા 7 વર્ષથી પરિવાર વિઝિટર વિઝા પર અમેરિકા ગયો હતો
મૃતકોની વાત કરીએ તો છેલ્લા 7 વર્ષથી પરિવાર વિઝિટર વિઝા પર અમેરિકા ગયો હતો. પરિવારમાં 3 દીકરીઓ પૈકી એક અમેરિકા, બીજી કેનેડા અને ત્રીજી અમદાવાદમાં રહે છે. ઘટના બાદ દીકરી અને જમાઈ તેમ જ ભત્રીજો અમેરિકા પહોંચ્યા છે. પરિવારનાં બે સભ્યોને ગુમાવતા પરિવાર શોકમગ્ન થયો છે. પરિવારે ઝડપી ન્યાયની માગ કરી છે.
આ પણ વાંચો - ગુજરાતની શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું પરીક્ષાલક્ષી ભારણ ઘટાડવામાં આવશે, જાણો કેવી રીતે