Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Mehsana: દુર્ગાષ્ટમીએ માતૃશક્તિ સમાન 1001 બહેનોએ માતાજીના ચાચર ચોક એકસાથે ઉતારી આરતી

તારલાં જાણે જમીન ઉપર ઉતરી આવ્યાં હોય તેવો દિવ્ય માહોલ રચાયો 1001 બહેનોએ માતાજીના ચાચર ચોકમાં એકસાથે આરતી ઉતારી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા દ્વારા મહાઆરતીનું આયોજન કરાયું Mehsana: નવલા નોરતાના અંતિમ દિવસો ચાલી રહ્યાં છે. ચારેયકોર ભક્તિમય માહોલ જોવા...
mehsana  દુર્ગાષ્ટમીએ માતૃશક્તિ સમાન 1001 બહેનોએ માતાજીના ચાચર ચોક એકસાથે ઉતારી આરતી
  1. તારલાં જાણે જમીન ઉપર ઉતરી આવ્યાં હોય તેવો દિવ્ય માહોલ રચાયો
  2. 1001 બહેનોએ માતાજીના ચાચર ચોકમાં એકસાથે આરતી ઉતારી
  3. ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા દ્વારા મહાઆરતીનું આયોજન કરાયું

Mehsana: નવલા નોરતાના અંતિમ દિવસો ચાલી રહ્યાં છે. ચારેયકોર ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. અનેક જગ્યાએ અત્યારે અનોખી રીતે મા શક્તિની આરાધના કરવામાં આવી રહીં છે. ત્યારે ઉમિયાધામ ઊંઝા ખાતે સામૂહિક 1001 બહેનો દ્વારામાં ઉમિયાની આરતી ઉતારવામાં આવી હતી. નોંધનીય છે કે, દુર્ગાષ્ટમીએ માતૃશક્તિ સમાન 1001 બહેનોએ મા ઉમિયાની આરતી ઉતારી અને ધન્યતા અનુભવી હતી.

Advertisement

આ પણ વાંચો: Dahod: ‘હા, એ અમારી ભૂલ થઈ’ ફતેપુરાના મામલતદાર એન.એસ.વસાવાની કબૂલાત

Advertisement

આરતી ઉતારી તે નજારો ખુબ જ ભક્તિમય અને રમણીય બન્યો

મહેસાણા (Mehsana)ના ઊંઝામાં મા ઉમિયાનું મોટું મંદિર આવેલું છે. અહીં હજારોની સંખ્યામાં લોકો દર્શન કરવા માટે આવતા હોય છે. એટલું જ નહીં પરંતુ અત્યારે નવરાત્રિને લઈને ભારે ઉત્સાહ સાથે ઉજવણી પણ થઈ રહીં છે. આજે દુર્ઘાષ્ટમીએ દીકરીઓ દ્વારા મા ઉમિયાની આરતી ઉતારવામાં આવી હતી. 1001 બહેનોએ મા ઉમિયાની આરતી ઉતારી તે નજારો ખુબ જ ભક્તિમય અને રમણીય બન્યો હતો.

આ પણ વાંચો: Surat: વરાછાના પ્રાઇમ સ્ટોરમાંથી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગે પાડ્યા દરોડા

Advertisement

ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા કરવામાં આવ્યું સમગ્ર આયોજન

નોંધનીય છે કે, માતૃશક્તિ સમાન 1001 બહેનોએ માતાજીના ચાચર ચોકમાં એકસાથે આરતી ઉતારી હતી. આ ભવ્ય આરતીનો લ્હાવો લેવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પણ હાજર જોવા મળ્યાં હતા. એક સાથે 1001 દિવડાની આરતી ઉતારવામાં આવતા આકાશનાં તારલાં જાણે જમીન ઉપર ઉતરી આવ્યાં હોય તેવો દિવ્ય માહોલ રચાયો હતો. ઉલ્લેખનીય છે કે, ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા દ્વારા મહાઆરતીનું આયોજન કરાયું હતું.

આ પણ વાંચો: Panchmahal: સરકારી યોજનાના ગેસનો વેપાર કરવો મોંઘો પડ્યો, મોરવા પોલીસ મથકે નોંધાઇ ફરિયાદ

Tags :
Advertisement

.