ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Mehsana district court: ટ્રેકટર માટે લીધેલી લોન ભરપાઈ ન કરનાર ખેડબ્રહ્માના મહિલાને દોઢ વર્ષની સજા

Mehsana district court: ખેડબ્રહ્મામાં રહેતા સુમિત્રાબેન રાવજીભાઈ કાતેરીયાએ વર્ષ 2020 માં મહેસાણાની HDFC Bank માંથી ટ્રેકટર ખરીદવાના માટે અંદાજે રૂ. 1.51 લાખની લોન લીધી હતી. મહિલાએ ટ્રેક્ટર ખરીદવા બેંકમાંથી રૂ. 1.51 ની લોન લીધી બેંક મેનેજર દ્વારા મહિલા વિરુદ્ધ ચેકને...
11:07 PM Feb 27, 2024 IST | Aviraj Bagda
One-and-a-half-year sentence for KhedBrahma woman who defaulted on tractor loan

Mehsana district court: ખેડબ્રહ્મામાં રહેતા સુમિત્રાબેન રાવજીભાઈ કાતેરીયાએ વર્ષ 2020 માં મહેસાણાની HDFC Bank માંથી ટ્રેકટર ખરીદવાના માટે અંદાજે રૂ. 1.51 લાખની લોન લીધી હતી.

જોકે લોન લેનાર સુમિત્રાબેને બેંકીંગના નિયમ મુજબ કેટલાક જરૂરી દસ્તાવેજો અને તેમના ખાતાના ચેક બેંકમાં આપ્યા હતા. ત્યારબાદ સમયમર્યાદામાં સુમિત્રાબેન દ્વારા લોનની રકમ ભરપાઈ કરવા માટે આપેલા ચેક HDFC Bank ના મેનેજરે બેંકના ખાતમાં ભર્યા હતા. પરંતુ અપુરતા બેલેન્સને લઈને ચેક રિટર્ન થયા હતા.

Mehsana district court

બેંક મેનેજર દ્વારા મહિલા વિરુદ્ધ ચેકને લઈને કેસ કરવમાં આવ્યો

ત્યારબાદ તત્કાલિન બેંક મેનેજર કિરણભાઈ સુખડીયાએ એડવોકેટ જે.પી.ત્રિવેદી મારફતે વર્ષ 2021 માં મહેસાણાની કોર્ટ (District Court) માં ફરીયાદ દાખલ કરી હતી. ત્યારબાદ તા. 21 ફેબ્રુઆરી 2024 ના રોજ થયેલી આખરી સુનાવણી થઈ હતી.

કોર્ટે બેંકના પુરાવોના આધારે મહિલાને દોષી ગણાવી

તે દરમિયાન બેંકના વકીલે રજુ કરેલા દસ્તાવેજી પુરાવા અને દલીલોને ગ્રાહ્ય રાખી મહેસાણા કોર્ટ (District Court) ના ન્યાયાધિશ પ્રેમ હંસરાજસિંહએ સુમિત્રાબેનને સજાને પાત્ર જાહેર કર્યા હતા. તે ઉપરાંત દોઢ વર્ષની કેદની સજા તથા વળતર પેટે આપેલ ચેકની રકમને દોઢ ગણી એટલે કે રૂ. 2,27,100 બેંકને ચુકવી આપવાનો હુકમ કર્યો હતો.

અહેવાલ યશ ઉપાધ્યાય

આ પણ વાંચો: Taluka Panchayat Budget: હિંમતનગર તાલુકા પંચાયતનું પુરાંતવાળુ બજેટ સર્વાનુમતે કરાયું મંજુર

Tags :
Bank LoanFarmersfarmingGujaratGujaratFirstHDFCMehsanaMehsana district courttractor
Next Article