Ahmedabad: શહેરમાં મેઘરાજાએ શરૂ કરી બેટિંગ, સરેરાશ 22 એમએમ વરસાદ પડ્યો
- અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ
- બપોરના ચાર વાગ્યા બાદ શહેરમાં શરૂ થયો વરસાદ
- અમદાવાદ શહેરમાં સરેરાશ 22 એમએમ વરસાદ નોંધાયો
Ahmedabad: હવામાન વિભાગ દ્વારા અત્યારે ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ શરૂ થઈ ગયો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, અમદાવાદ (Ahmedabad) શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ થઈ રહ્યો છે. નોંધનીય છે કે, બપોરના ચાર વાગ્યા બાદ શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. વધારે વિગતે વાત કરવામાં આવે તો, શહેરમાં અત્યાર સુધીમાં સરેરાશ 22 એમએમ વરસાદ પડી ગયો છે. એટલું જ નહીં પરંતુ શહેરમાં સૌથી વધારે વરસાદ નરોડામાં પડ્યો હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો: BJ Medical College: હડતાલ પર ઉતરેલા ઈન્ટર્ન અને રેસિડેન્ટ ડૉક્ટરોને સરકારનું અલ્ટીમેટમ, હાજર નહીં થાય તો...
શહેરમાં અત્યાર સુધીમાં સરેરાશ 22 એમએમ વરસાદ પડ્યો
શહેરમાં પડેલા વરસાદની વાત કરવામાં આવે તો, અમદાવાદ (Ahmedabad)ના પૂર્વ ઝોનમાં 31 mm વરસાદ, પશ્ચિમ ઝોનમાં 10 mm વરસાદ, મધ્ય ઝોનમાં 18 એમએમ વરસાદ અને અમદાવાદ (Ahmedabad) શહેરના દક્ષિણ ઝોનમાં 37 એમ.એમ વરસાદ પડ્યો છે તો, શહેરના ઉત્તર ઝોનમાં 52 એમ એમ વરસાદ પડ્યો હોવાના આંકડા અત્યારે સામે આવ્યાં છે. વરસાદે ટૂંકો વિરામ લઈને ફરી બેટિંગ શરૂ કરૂ દીધી છે અને અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ થઈ રહ્યો છે.
— IMD Ahmedbad (@IMDAHMEDABAD) August 29, 2024
આ પણ વાંચો: VADODARA : નર્મદા નદીમાં 1.70 લાખ કયુસેક પાણી છોડાશે, તંત્ર સાબદુ
શહેરમાં સૌથી વધુ વરસાદ નરોડામાં 82 એમએમ નોંધાયો
નોંધનીય છે કે, અમદાવાદ શહેરમાં સૌથી વધુ વરસાદ નરોડામાં 82 એમએમ પડ્યો હોવાનું સામે આવ્યું છે. આ સાથે સાથે ઓઢવમાં 48 MM મણિનગરમાં 43 એમએમ વરસાદ પડ્યો છે. અમદાવાદમાં વરસાદને લઈને વાસણા બેરેજના ચાર દરવાજા ખોલાયા છે.વધારે વિગતે વાત કરવામાં આવે તો, ત્રણ દરવાજા ત્રણ ફૂટ ખોલાયા તેમજ એક દરવાજો બે ફૂટ ખોલવામાં આવ્યો છે. નોંધનીય છે કે, હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ પણ વાંચો: Flood in Gujarat : અનારાધાર વરસાદ બાદ 132 ડેમ હાઈ એલર્ટ પર, 357 રસ્તા બંધ, જાણો સમગ્ર રાજ્યની સ્થિતિ