Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Gujarat: રાજ્યમાં મેઘાએ નાખ્યા છે ધામા, સર્વત્ર વરસાદી માહોલ જોવા મળ્યો

Gujarat: રાજ્યમાં અત્યારે સર્વત્ર વરસાદ થઈ રહ્યો છે. સમગ્ર ગુજરાત (Gujarat)ની વાત કરવામાં આવે તો, અરવલ્લી જિલ્લામાં પણ અત્યારે ધોધમાર વરસાદ થઈ રહ્યો છે. નોંધનીય છે કે, છેલ્લા બે કલાકથી અવિરત વરસાદ થઈ રહ્યો છે. મળી વિગતો પ્રમાણે મોડાસા અને...
09:59 AM Jul 29, 2024 IST | VIMAL PRAJAPATI
Gujarat Heavy Rain

Gujarat: રાજ્યમાં અત્યારે સર્વત્ર વરસાદ થઈ રહ્યો છે. સમગ્ર ગુજરાત (Gujarat)ની વાત કરવામાં આવે તો, અરવલ્લી જિલ્લામાં પણ અત્યારે ધોધમાર વરસાદ થઈ રહ્યો છે. નોંધનીય છે કે, છેલ્લા બે કલાકથી અવિરત વરસાદ થઈ રહ્યો છે. મળી વિગતો પ્રમાણે મોડાસા અને મેઘરજમાં બે ઇંચ વરસાદ ખાબક્યો છે. એટલું જ નહીં માલપુર અને બાયડમાં એક-એક ઇંચ વરસાદ થયો છે. આ સાથે મોડાસા પેલેટ ચોકડી વિસ્તારમાં પણ વરસાદ નોંધાયો છે અને દ્વારકાપુરી આગળ ફરી વરસાદી પાણી ભરાયા હોવાનું સામે આવ્યું છે. નોંધનીય છે કે, અત્યારે રાજ્યમાં સર્વત્ર વરસાદ થઈ રહ્યો છે.

દહેગામ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ થયો વરસાદ

દહેગામમાં વહેલી સવારથી દહેગામમાંમાં વરસાદી માહોલ હોવાના સામે આવ્યું છે. નોંધનીય છે કે, દહેગામ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ હોવાનું સામે આવ્યું છે. આ સાથે દહેગામના લીહોડા ખાનપુર ગામોમાં વરસાદ થયો હતો જેના કારણે નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. આઠ વાગ્યા સુધીમાં દોઢ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. એટલું જ નહી પરંતુ લીહોડા દહેગામના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ સામે આવ્યો છે.

ગોધરા રોડ ઉપર વર્ષો જુનુ મહાકાય વડનું વૃક્ષ ધરાશાયી

અત્યારે દાહોદ જિલ્લામાં રાત્રી દરમિયાન ધોધમાર વરસાદ વરસ્યો હોવાનું સામે આવ્યું છે. ધોધમાર વરસાદને પગલે અનેક જગ્યાએ નુકશાન થયું હોવાનું સામે આવ્યું છે. લીમડીમાં ગોધરા રોડ ઉપર વર્ષો જુનુ મહાકાય વડનું વૃક્ષ ધરાશાયી થયું છે. આ સાથે જ્યારે લીમડીના મોઢીયાવાડમાં પણ વીજપોલ ધરાશાયી થયો છે. મળતી વિગતો પ્રમાણે વીજપોલ ધરાશાયી થયો હોવાના લાઈવ વીડિઓ CCTV માં કેદ થયા છે. ભારે વરસાદને પગલે લીમડીથી ગોધરારોડ તરફનો રસ્તો બંધ કરાયો છે. રોડ ઉપર મહાકાય વડનુ વૃક્ષ અને વીજપોલ તુટી જતા રસ્તો બંધ કરાયો હતો.

લુણાવાડામાં મોડી રાત્રે બે ઈંચથી વધુ વરસાદ ખાબક્યો

મહીસાગર જિલ્લામાં પણ મોડી રાતે મેઘરાજાએ ધબદબાટી બોલવી હતી. નોંધનીય છે કે, લુણાવાડામાં મોડી રાત્રે બે ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હોવાનું સામે આવ્યું છે. લુણાવાડાના માંડવીબજાર અને દરકોલી દરવાજા અસ્થાના બજાર સહિત નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. મળતી વિગતો પ્રમાણે લુણાવાડા, સંતરામપુર અને કડાણામાં પણ મોડી રાત્રે સાર્વત્રિક વરસાદ થયો હતો. ઉલ્લેખનીય છે કે, ભારે ગાજવીજ સાથે વરસાદ પડતા જિલ્લાના ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

હિમતનગર સહિત નજીકના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ

નોંધનીય છે કે, હિમતનગરમાં વહેલી સવારથી વરસાદનું આગમન થયું છે. હિમતનગર સહિત નજીકના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ થયો હોવાનું સામે આવ્યું છે. ગાંભોઈ હિંમતપુર ગઢોડા હડિયોલ સહિતના વિસ્તારોમાંમાં વરસાદ થયો છે. નોંધનીય છે કે, વરસાદ વરસતા સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી છે. હિંમતનગર તાલુકાના આસપાસના વિસ્તારમાં વરસાદની લઇ ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

આ પણ વાંચો: Ahmedabad: શહેરમાં સવારથી જ જોવા મળ્યું રમણીય વાતાવરણ, ધોધમાર વરસાદ છે આગાહી

આ પણ વાંચો: Pakistan : એકબીજા પર છોડ્યા મોર્ટાર શેલ અને આધુનિક હથિયારોથી ફાયરિંગ

આ પણ વાંચો: Bhavi Darshan: આ રાશિના જાતકોને આજે કૌટુંબિક ક્લેશનું નિવારણ આવશે અને આનંદનું વાતાવરણ રહેશે

Tags :
Gujarat heavy rainGujarat Heavy Rain NewsGujarat Heavy rain Updateheavy rainHeavy Rain NewsHeavy rain UpdateLatest Rain NewsVimal Prajapati
Next Article