Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Delhi - Mumbai હાઇવે પર ભરૂચ પાસે સતત ત્રીજા દિવસે મેગા જામ, વાહનોની 18 કિમી લાંબી કતારો જામી

ભરૂચ NH 48 હાઇવે પર 18 કિલોમીટર લાંબી વાહનોની કતારો સર્જાઇ ગઈ છે. વડોદરાથી સુરત જતી લેનમાં ભરૂચના સરદારબ્રિજથી ખરોડ સુધી ચક્કાજામ જોવા મળી રહ્યો છે. ભરૂચ જીલ્લામાંથી પસાર થતો નેશનલ હાઇવે વરસાદને પગલે ધોવાતા ભરૂચથી ખરોડ ચોકડી સુધી એક...
delhi   mumbai હાઇવે પર ભરૂચ પાસે સતત ત્રીજા દિવસે મેગા જામ  વાહનોની 18 કિમી લાંબી કતારો જામી
Advertisement

ભરૂચ NH 48 હાઇવે પર 18 કિલોમીટર લાંબી વાહનોની કતારો સર્જાઇ ગઈ છે. વડોદરાથી સુરત જતી લેનમાં ભરૂચના સરદારબ્રિજથી ખરોડ સુધી ચક્કાજામ જોવા મળી રહ્યો છે. ભરૂચ જીલ્લામાંથી પસાર થતો નેશનલ હાઇવે વરસાદને પગલે ધોવાતા ભરૂચથી ખરોડ ચોકડી સુધી એક તરફ ટ્રાફિકજામ સર્જાયો હતો. જેને પગલે વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. ચોમાસું શરુ થતા જ વિવિધ માર્ગોનું ધોવાણ થવાને પગલે રોડ બિસ્માર બની જાય છે. હાઇવે પર રવિવાર રાતથી સર્જાયેલી સ્થિતિને લઈ હજારો વાહન ચાલકો કલાકો ફસાઈ ગયા હતા.

Advertisement

દર વર્ષની જેમ આ વર્ષે પણ વરસાદ ખાબકતા જ ભરૂચ જીલ્લામાંથી પસાર થતો હાઈવે અને બ્રીજ ઉપર ખાડો પડવાનું શરુ થઇ ગયું છે. બીજી તરફ ખરોડ ચોકડી ઉપર બની રહેલ ઓવર બ્રિજનો સર્વિસ રોડ વરસાદને કારણે ધોવાતા મસમોટા ખાડાઓનું સામ્રાજ્ય વધતા વાહન ચાલકોને હાલાકી વેઠવી પડી રહ્યી છે. ગતરોજ મોડી રાતથી અંકલેશ્વરની ખરોડ ચોકડી પર ખાડાઓને પગલે ભરૂચથી ખરોડ સુધી ટ્રાફિકજામ સર્જાયો હતો. જેના પગલે ભરૂચથી સુરત તરફના ટ્રેક ઉપર વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. વાહન ચાલકો 18 કિલોમીટર સુધીના ટ્રાફિકજામમાં ફસાતા હેરાન પરેશાન બન્યા હતા.

Advertisement

હાઇવે ઉપર ખાડાઓનું સામ્રાજ્ય વધતા જ એક વાર ફરી ટ્રાફિકે હાઇવેને બાનમાં લીધો હતો. નવો સરદાર બ્રિજ પસાર કરી અંકલેશ્વર અને સુરત તરફ જવામાં હજારો વાહનચાલકોના કલાકો બગડવા સાથે ઇંધણનો પણ ધુમાડો થયો હતો.

અહેવાલ : દિનેશ મકવાણા, ભરૂચ

આ પણ વાંચો : Gujarat First Exclusive : HIKAL કંપનીના કાળા કારનામાં પર સવાલ તો પૂછાશે જ…, સવાલોના ઘેરામાં ‘માય લિવેબલ ભરૂચ’

Tags :
Advertisement

.

×