Gujarat: રાજ્યના અનેક વિસ્તારો વરસાદથી પ્રભાવિત, મુખ્યમંત્રીએ કરી સ્થળ મુલાકાત
- રાજ્યના અનેક વિસ્તારોમાં જળ બંબાકારની સ્થિતિ જોવા મળી
- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મેળવ્યો સ્થિતિનો તાગ
- અનેક જિલ્લાઓના અધિકારીઓ સાથે કરી બેઠક
Gujarat: ગુજરાતમાં પડેલા વરસાદે અનેક વિસ્તારોને જળમગ્ન કર્યા છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, જામનગરના અનેક વિસ્તારોમાં જળ બંબાકારની સ્થિતિમાં જોવા મળ્યાં છે. આ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્થળ પર જઈને સ્થિતિનો તાગ મેળવ્યો હતો. વધરે વિગતે વાત કરવામાં આવે તો, મુખ્યમંત્રીએ જામનગરમાં અધિકારીઓ સાથે બેઠક પણ કરી હતી. આ બેઠકમાં પૂરગ્રસ્ત વિસ્તારોની સ્થિતિ અંગે સમીક્ષા કરવામાં આવી હતી.
આ પણ વાંચો: Bharuch: નર્મદા નદીના પાણી ઓસરતાં ખેતરો જળબંબોળ, કરોડોનું નુકસાન
જિલ્લા કલેક્ટર કચેરી ખાતે અધિકારીઓ સાથે બેઠક યોજી
મુખ્યમંત્રી અત્યારે સમગ્ર ગુજરાત (Gujarat)ના વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ રહ્યા છે. જેથી મુખ્યમંત્રીએ દેવભૂમિ દ્વારકાની મુલાકાત લીધી હતી. અહીં જિલ્લા કલેક્ટર કચેરી ખાતે અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ દરમિયાન વરસાદ અને પૂરની સ્થિતિને લઈને અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી અને અહીંની સ્થિતિનો તાગ મેળવ્યો હતો. ગુજરાતમાં અત્યારે ભારે વરસાદની સ્થિતિ જોવા મળી રહીં છે. જેથી મુખ્યમંત્રીએ દ્વારકાના અનેક વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યુ હતું એટલું જ નહીં પરંતુ દ્વારકામાં પૂરપીડિતોને પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મળ્યા હતાં.
આ પણ વાંચો: CM Bhupendra Patel અને ગૃહ રાજ્યમંત્રી Harsh Sanghvi એ Vadodaraમાં શેલ્ટર હોમની મુલાકાત લીધી
મુખ્યમંત્રીએ પૂરપીડિતો પાસેથી સ્થિતિનો તાગ મેળવ્યો
આ સાથે સાથે ખંભાળિયામાં પુરગ્રસ્ત લોકો સાથે મુલાકાત કરી હતી. એટલું જ નહીં પરંતુ ખંભાળિયામાં મુખ્યમંત્રીએ પૂરપીડિતો સાથે વાતચીત કરી અને પૂરપીડિતો પાસેથી સ્થિતિનો તાગ મેળવ્યો હતો. અત્યારે મુખ્યમંત્રી અનેક વિસ્તારોની મુલાકાતો કરી રહ્યા છે. કારણ કે ગુજરાતના ઘણાં પ્રદેશો વરસાદથી ભારે પ્રભાવિત થયા છે. મોટા ભાગના જિલ્લાઓમાં અધિકારીઓ સાથે રૂબરૂ મુલાકાોતો કરીને ત્યાંના વિસ્તારોની સ્થિતિનો તાગ મેળવ્યો હતો.
આ પણ વાંચો: Vadodara: BAPS સ્વામિનારાયણ મંદિર અટલાદરા દ્વારા પૂર અસરગ્રસ્ત પરિવારોને ભોજન વ્યવસ્થા કરાઇ