મંદિર વહી બનાએંગે તારીખ નહીં બતાયેંગે..., જાણો શા માટે પ્રદેશ અધ્યક્ષે કહ્યું આવું...
કચ્છમાં ભાજપ કાર્યાલયના ઉદ્ઘાટન કરતા ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે કોંગ્રેસને આડે હાથ લીધા હતા. મંદિર વહી બનાએંગે તારીખ નહીં બતાયેંગે તેવુ ભૂતકાળમાં કોંગ્રેસના આગેવાનોએ કરેલા નિવેદન પર પ્રત્યુતર આપતા સી.આર. પાટીલે નિવેદન કરનારાઓને કોંગ્રેસના લલ્લુ તરીકે ગણાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસના લલ્લુઓને કહી દેજો મંદિર વહી બનાયેંગે. 2024માં રામ મંદિરના દર્શન કરવા આવી જજો કોંગ્રેસના લલ્લુઓ.
ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે કોંગ્રેસ પર કર્યા શાબ્દિક પ્રહાર@CRPaatil @BJP4Gujarat @CMOGuj @INCGujarat #LokSabhaElection2024 #Gujaratfirst pic.twitter.com/WlBySqDSnE
— Gujarat First (@GujaratFirst) June 5, 2023
તેમણે વધુમાં કહ્યું કે, ભાજપે જમ્મુ-કાશ્મીરમાંથી 370 કલમ પણ હટાવી દીધી. વડાપ્રધાને જે વાયદા કર્યા હતા એ પૂરા કર્યા છે. મેનિફેસ્ટોની કમિટીમાં ભારતીય જનતા પાર્ટી કહેતી હતી કે 370ની કલમ રદ કરીશું. આપણને વિશ્વાસ ન હતો કે ક્યારે રદ થશે. આ તો મોદી છે તો મુમકીન છે.
પ્રદેશ અધ્યક્ષે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, કોંગ્રેસીઓ એમ કહેતા હોય છે કે ભાજપિયાઓ કહે છે કે મંદિર વહી બનાયેગે, તારીખ નહિ બતાયેગે. એ લલ્લુઓને કહી દેજો કે 2024માં રામલલ્લાનાં દર્શન કરવા માટે અયોધ્યામાં આવી જાય. એ આપેલું વચન વડાપ્રધાન પૂરું કરી રહ્યા છે.
આ પણ વાંચો : અમદાવાદ : ઓઢવમાં સુસાઇડ નોટ લખી શિક્ષકનો આપઘાત, 3 વ્યાજખોરે રૂ.14 લાખ વ્યાજ પડાવ્યું છતાં…