ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Mahisagar Primary School: સ્માર્ટ શાળાઓની વાતો વચ્ચે છાપરાં નીચે શિક્ષણ બાળકો લઈ રહ્યા

Mahisagar Primary School: મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં આવેલ ચારણગામ શિક્ષણ ક્ષત્રે બાળકોની સ્થિતિ કફોડી બની છે. આ સ્થિતિ ગામની સરકારી શાળામાં જોવા મળી રહી છે. આ શાળામાં 1 થી 8 ધોરણના 73 જેટલા બાળકો અભ્યાસ કરે છે. પરંતુ ચારણગામની શાળામાં...
09:41 PM Feb 27, 2024 IST | Aviraj Bagda
Children are taking education under the roof amidst talks of smart school

Mahisagar Primary School: મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં આવેલ ચારણગામ શિક્ષણ ક્ષત્રે બાળકોની સ્થિતિ કફોડી બની છે. આ સ્થિતિ ગામની સરકારી શાળામાં જોવા મળી રહી છે.

આ શાળામાં 1 થી 8 ધોરણના 73 જેટલા બાળકો અભ્યાસ કરે છે. પરંતુ ચારણગામની શાળામાં બાળકોને બેસવા માટે માત્ર એક જ ઓરડો હોવાથી બાળકો ખુલ્લામાં આભ નીચે અભ્યાસ કરી રહ્યા છે. છેલ્લા 4 વર્ષના વધુ સમયથી બાળકો ખુલ્લામાં આભ નીચે બહાર બેસી ભણવા મજબૂર બન્યા છે.

Mahisagar Primary School

ગામની શાળાને લઈને 17 વર્ષ પહેલાં જર્જરિત ઓરડાઓ ડિસમેન્ટલ કરી દેવા માટે ઓડર કરવામાં આવ્યો હતો. જે ઓરડા 4 વર્ષ પહેલા ડિસમેન્ટલ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ પ્રિસિપાલની ઓફિસનો માત્ર એકજ ઓરડો હોવાથી શાળાના મેદાનમાં સરપંચ દ્વારા શેડની વ્યવસ્થા કરતી 1 થી 8 ધોરણના બાળકોને એક સાથે બેસાડી અભ્યાસ કરવાનો વારો આવ્યો છે. તે પણ શાળાનીની બહાર ખુલ્લામાં અભ્યાસ કરી રહ્યા છે.

શાળામાં માત્ર 3 શિક્ષકો શિક્ષણ પ્રદાન કરવા માટે

Mahisagar Primary School:

તેમજ શાળામાં માત્ર 3 શિક્ષકો છે. તેથી ગામમાં શિક્ષકને લઈને પર માઠી અસર જોવા મળી રહી છે. પોતાના બાળકોનો અભ્યાસ બગડતો હોવાથી વાલીઓ પણ ભારે ચિંતામાં ડૂબ્યા છે. ઉનાળામાં ઝાડ નીચે બેસીને શિક્ષણ મેળવી શકાય છે, પરંતુ બાળકોની હાલત શિયાળા અને ચોમાસામાં બાળકો શું હાલત થતી હશે ?

4 વર્ષ પહેલા 300 વિદ્યાર્થીઓમાંથી આજે માત્ર 73 રહ્યા

ગામની શાળામાં 1 ઓરડો હોવાથી 4 વર્ષ પહેલાં 300 બાળકો હતા. જે આજે માત્ર 73 રહ્યા છે. ગ્રામલોકો તેમજ સરપંચ દ્વારા વારંવાર રજુઆત કરવા છતાં અન્ય ઓરડા ન બનતાં વાલીઓમાં રોષ જોવા મળ્યો હતો. તંત્રને વારંવાર જાણ કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામા આવતી નથી.તેવું હાલ જણાવી રહ્યા છે .

અહેવાલ હસમુખ રાવલ

આ પણ વાંચો: Gandhinagar : PM મોદીના નેતૃત્વમાં અનેક અભૂતપૂર્વ કામો થયા: કેન્દ્રીય ગૃહમંત્રી

Tags :
educationgovernment schoolGujaratGujaratFirstMahisagarMahisagar districtMahisagar Primary Schoolprimary schoolStudentsTeachers
Next Article