Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મહીસાગર પોલીસે 23 વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપ્યો

અહેવાલ - હસમુખ રાવલ, મહિસાગર લૂંટ અને ધાડના ગુનામાં છેલ્લા 23 વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડવામાં મહીસાગર પોલીસને સફળતા મળી છે. આ આરોપી 25 થી 30 માણસોની ટોળકી બનાવી ગુજરાતના વડોદરા,સુરત,દાહોદ,પંચમહાલ,મહીસાગર જેવા અનેક જિલ્લાઓમાં લૂંટ અને ધાડ પાડી મચાવતો...
મહીસાગર પોલીસે 23 વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપ્યો

અહેવાલ - હસમુખ રાવલ, મહિસાગર

Advertisement

લૂંટ અને ધાડના ગુનામાં છેલ્લા 23 વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડવામાં મહીસાગર પોલીસને સફળતા મળી છે. આ આરોપી 25 થી 30 માણસોની ટોળકી બનાવી ગુજરાતના વડોદરા,સુરત,દાહોદ,પંચમહાલ,મહીસાગર જેવા અનેક જિલ્લાઓમાં લૂંટ અને ધાડ પાડી મચાવતો હતો. આતંક પોલીસે ટેકનિકલ સોર્સ અને પોલીસ પેરોલ ફોર્સની સહાયતાથી 70 વર્ષીય આરોપી ઇશ્વરભાઇ છગનભાઇ પારગીને મહીસાગર પોલીસે તેના ઘરે મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાના થાંડલા તાલુકાનાં બલવાસાથી ઝડપી પાડ્યો.

મહીસાગર પોલીસને છેલ્લા 23 વર્ષથી લૂંટ અને ધાડ જેવા ગંભીર ગુન્હામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી છે. આરોપી ટોળકી બનાવી આચારતો હતો. લૂંટ સંતરામપુરના ગોઠીબ ગામના ઘાંટી ફલિયામાં 1/4/2000 ના રોજ ઝાબુઆ મધ્યપ્રદેશની ગેંગ દ્વારા માનાભાઇ વિજયભાઇ તવિયાડના મકાનના દરવાજા અને લોખંડની ગ્રીલો તોડી ઘરમાં પ્રવેશ કરી સોના ચાંદીના દાગીના કુલ કિમત 17,300ની લૂંટ કરી હતી. જેનો ગુનો સંતરામપુર પોલીસ મથકે નોંધવામાં આવ્યો હતો. જે તે વખતે તપાસ દરમ્યાન 7 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા.

Advertisement

23 વર્ષથી ઇશ્વરભાઇ છગનભાઇ પારગી પોલીસ પકડથી દૂર હતો. પોલીસે જુદી જુદી ટીમો બનાવી પોલીસ પેરોલ ફોર્સ તેમજ ટેકનિકલ સરવેલેન્સનો ઉપયોગ કરી આ આરોપીને તેના ઘરે મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાના થાંડલા તાલુકાનાં બલવાસાથી દબોચી લીધો હતો. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર આ આરોપી માણસોની ટીમ બનાવી લૂંટ અને ધાડ પડતાં હતા. અને અગાઉ વડોદરા,સુરત,દાહોદ,પંચમહાલ,મહીસાગર જેવા જિલ્લાઓમાં પણ આ ટોળકી વિરુદ્ધ ગુના નોંધાયેલ છે. ત્યારે ગુજરાતમાં આ ટોળકીનો આતંક હતો. ત્યારે મહીસાગર પોલીસને આવા ગંભીર ગુનાના આરોપીને ઝડપી પાડવામાં સફળતા લાગી છે. હાલ પોલીસે આરોપીને ઝડપી વધુ તપાસ હાથ ધરી અન્ય ગુનાઓમાં સામેલગીરી બાબતે તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો - Surat: કોરોનાના નવા વેરિયેન્ટને લઈને તંત્ર એલર્ટ

Advertisement

Tags :
Advertisement

.