Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મહીસાગર : શિક્ષણ અધિકારી આવ્યા ફરી વિવાદમાં, બળાત્કારી આસારામના ફોટાને લઈને ઉઠ્યા સવાલો...

મહીસાગર જિલ્લાના પ્રાથમિક શૈક્ષણિક ક્ષેત્રે ફરી એકવાર બળાત્કારી આસારામ ચર્ચાનો વિષય બન્યો છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીના સરકારી મોબાઈલ નંબર પર પ્રોફાઈલમાં આસારામનો ફોટો લગાડેલો સ્ક્રીન શોટ વાયરલ થયો છે. મહત્વનું છે કે, સરકારી મોબાઈલ નંબરના પ્રોફાઈલમાં બળાત્કારી આસારામનો ફોટો...
મહીસાગર   શિક્ષણ અધિકારી આવ્યા ફરી વિવાદમાં  બળાત્કારી આસારામના ફોટાને લઈને ઉઠ્યા સવાલો

મહીસાગર જિલ્લાના પ્રાથમિક શૈક્ષણિક ક્ષેત્રે ફરી એકવાર બળાત્કારી આસારામ ચર્ચાનો વિષય બન્યો છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીના સરકારી મોબાઈલ નંબર પર પ્રોફાઈલમાં આસારામનો ફોટો લગાડેલો સ્ક્રીન શોટ વાયરલ થયો છે. મહત્વનું છે કે, સરકારી મોબાઈલ નંબરના પ્રોફાઈલમાં બળાત્કારી આસારામનો ફોટો ક્યારે મુક્યો અને કોને મુક્યો તેની ચર્ચાએ જોર પકડ્યું છે.

Advertisement

મહત્વનું છે કે, બળાત્કારના આરોપી આસારામના પ્રોફાઈલ ફોટાના કારણે મહીસાગર પ્રાથમિક શિક્ષણાધિકારી અવનીબા મોરી વિવાદમાં આવ્યા છે. સ્ક્રીન શોટ વાયરલ થતા અનેક તર્ક વિતર્ક ઉભા થયા છે. ફોટો કોને મુક્યો અને શા માટે મુક્યો તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આગાઉ પણ મહીસાગરના આસારામ આશ્રમમાં પ્રાથમિક શિક્ષણ અધિકારી નજરે પડ્યા હતા અને જેના ફોટોઝ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. જે બાદ વિવાદ વધતા સમગ્ર મામલો મીડિયામાં પ્રકાશિત થયો હતો અને સરકાર દ્વારા શિક્ષકો વિરુદ્ધ પગલા લેવામાં આવ્યા હતા.

Advertisement

વિદ્યાર્થીઓમાં સંસ્કારનું સિંચન કરનાર કેમ બળાત્કારી આસારામને પ્રાધાન્ય આપે છે તે અંગે સવાલો ઉઠી રહ્યા છે. તો શું સરકારી મોબાઈલ નંબરના પ્રોફાઈલમાં બળાત્કારી ફોટો મુકનાર વિશે તપાસ થશે કે કેમ? અને કસૂરવાર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તે જોવાનું રહેશે.

આ પણ વાંચો : કચ્છમાં પશુઓમાં લંપીના લક્ષણો દેખાયા, સરહદ ડેરી આપશે વિના મૂલ્યે આપશે રસી

Advertisement

Tags :
Advertisement

.