ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

NCC કેડેટ્સની કન્યાકુમારીથી દિલ્હી સુધીની Cycle rally

ગુજરાતની NCC કન્યા કેડેટ્સની 32 દિવસમાં 3232 કિલોમીટરની કન્યાકુમારીથી દિલ્હી સુધીની “મહિલા શક્તિની અભેદ્ય સફર” સાઇકલ રેલી (cycle rally) ઉભરતા ભારત અને વાઇબ્રન્ટ ગુજરાતની નારી શક્તિને ઉજાગર કરે છે. નારી શક્તિને પ્રેરણા આપતા દેવી પાર્વતીના નિવાસસ્થાન ગણાતા ભારતના દક્ષિણ છેડા...
12:27 PM Jan 07, 2024 IST | Maitri makwana

ગુજરાતની NCC કન્યા કેડેટ્સની 32 દિવસમાં 3232 કિલોમીટરની કન્યાકુમારીથી દિલ્હી સુધીની “મહિલા શક્તિની અભેદ્ય સફર” સાઇકલ રેલી (cycle rally) ઉભરતા ભારત અને વાઇબ્રન્ટ ગુજરાતની નારી શક્તિને ઉજાગર કરે છે.

નારી શક્તિને પ્રેરણા આપતા દેવી પાર્વતીના નિવાસસ્થાન ગણાતા ભારતના દક્ષિણ છેડા એટલે કે કન્યાકુમારીથી 08 ડિસેમ્બર 2023ના રોજ આ રેલીનો (cycle rally) પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ રેલી તમિલનાડુ, કેરળ, કર્ણાટક, ગોવા અને મહારાષ્ટ્ર રાજ્યમાંથી પસાર થઇ ચૂકી છે.

વાઇબ્રન્ટ ગુજરાતની પોતાની ભૂમિમાં પહોંચ્યા

તેઓ અત્યારે વાઇબ્રન્ટ ગુજરાતની પોતાની ભૂમિમાં પહોંચ્યા છે. અહીંથી આગળ તેઓ રાજસ્થાન, હરિયાણા અને દિલ્હી તરફ આગળ વધશે. 27 જાન્યુઆરી 2024ના રોજ ભારતના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા ટીમને ઝંડી બતાવીને (ફ્લેગ ઇન કરીને) આવકારવામાં આવશે. એ જાણીને આનંદ થાય છે કે, આ રેલીમાં સાહસ ઉપરાંત, આ ટીમ જ્યાંથી પણ પસાર થાય છે તે ગામડાઓ અને નગરોમાં શેરી શો, નુક્કડ નાટકો અને લોકો સાથે સંવાદ યોજીને સામાજિક ચેતના જગાડવાનું પણ કામ કરવામાં આવી રહ્યું છે.

આતંકવાદીઓ સામે લડતી વખતે વીરગતિને પ્રાપ્ત થયા હતા

મેગા સાઇક્લોથોન ટીમને 06 જાન્યુઆરી 2024ના રોજ અમદાવાદ ખાતે ભારતીય ટીમના પેરા સાઇકલિસ્ટ સુશ્રી ગીતા એસ. રાવે ઝંડી બતાવીને આવકારી હતી. 2009માં જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં આતંકવાદીઓ સામે લડતી વખતે વીરગતિને પ્રાપ્ત થયા હતા તેવા શૌર્યવાન અને ભૂમિના સપુત મેજર ઋષિકેશ રામાણીને પણ આ અવસરે યાદ કરવામાં આવ્યા હતા. તેમના પિતા શ્રી વલ્લભભાઇ રામાણી અને માતા શ્રીમતી ગીતાબેન રામાણીનું સન્માન કરવામાં આવ્યું હતું.

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત રાજભવન ખાતે ટીમ સાથે સંવાદ કરશે

08 જાન્યુઆરી 2024ના રોજ, ગુજરાતના માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત રાજભવન ખાતે ટીમ સાથે સંવાદ કરશે. ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર રજનીકાંત પટેલ કેડેટ્સને તેમની આગળની યાત્રા માટે વિદાય આપશે.

આ પણ વાંચો - ગીતાબેનનું ભજન ભાવ વિભોર કરનારૂઃ PM મોદી

Tags :
“Mahila Shakti Ka Abhedya Safar”cycle rallyDelhiGujarat FirstKanyakumarimaitri makwana
Next Article