Mahesh Vasava : રાજીનામા બાદ BJP પર મહેશ વસાવાના આકરા પ્રહાર! કહ્યું - ભાજપમાં કોઇને..!
- ભાજપમાંથી રાજીનામા બાદ Mahesh Vasava ના આકરા પ્રહાર
- ભાજપમાં કોઇને બોલવાની સત્તા નથી : મહેશ વસાવા
- વિચારધારા અલગ-અલગ છે તેથી મુશ્કેલી હતી : મહેશ વસાવા
- આદિવાસી સમાજનાં લોકો માટે અમે કામ કરીએ છીએ : મહેશ વસાવા
માજી ધારાસભ્ય અને આદિવાસી સુપ્રીમો છોટુ વસાવાના (Chhotu Vasava) પુત્ર મહેશ વસાવાએ ભાજપ સાથે છેડો ફાડ્યો છે. ભાજપમાંથી રાજીનામું આપ્યા બાદ મહેશ વસાવાએ આકરા પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે, BJP માં કોઇને બોલવાની સત્તા નથી. નર્મદા અને તાપીનું પાણી અંદરનાં તાલુકાને મળતું નથી તેવો પણ તેમને આક્ષેપ કર્યો છે. વિચારધારા અલગ-અલગ છે તેથી મુશ્કેલી હતી તેમ (Mahesh Vasava) જણાવ્યું હતું.
આ પણ વાંચો - છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવાએ ભાજપને કર્યુ અલવિદા....
ભાજપમાં કોઇને બોલવાની સત્તા નથી : મહેશ વસાવા
અગ્રણી નેતા અને પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવાએ ગઈકાલે ભાજપમાંથી રાજીનામું આપ્યું હતું. જે બાદ રાજકીય વર્તુળોમાં ચર્ચાઓનો માહોલ જામ્યો છે. ત્યારે હવે મહેશ વસાવા ફરી પોતાની પ્રતિક્રિયા આપી છે અને ભાજપ પર આકરા પ્રહાર સાથે ગંભીર આક્ષેપ કર્યા છે. તેમણે (Mahesh Vasava) કહ્યું કે, ભાજપમાં કોઇને બોલવાની સત્તા નથી. નર્મદા (Narmada) અને તાપીનું પાણી અંદરનાં તાલુકાને મળતું નથી. આ અંગે મનસુખ વસાવા સાથે મુલાકાત કરી રજૂઆત પણ કરી હતી, છતાં કોઈ ઉકેલ નથી આવ્યો. ભાજપ અને અમારી વિચારધારા અલગ-અલગ હોવા થઈ મુશ્કેલી ઊભી થઈ. અમે આદિવાસી સમાજનાં લોકો માટે કામ કરીએ છીએ અને કરતા રહીશું.
આ પણ વાંચો - Ahmedabad: રાહુલ ગાંધીનો ગુજરાત પ્રવાસ, ઠાકરશી રબારી મુદ્દે ગેનીબેનનું નિવેદન
વિચારધારા અલગ-અલગ છે તેથી મુશ્કેલી હતી : મહેશ વસાવા
જણાવી દઈએ કે, ગઈકાલે મહેશ વસાવાએ ભાજપથી અલગ થવાની જાહેરાત કરી હતી અને અલગ-અલગ વિચારધારા હોવાને કારણે ભાજપ છોડી હોવાનું કારણ જણાવ્યું હતું. મહેશ વસાવાએ કહ્યું હતું કે, આદિવાસી વિસ્તારો હજું પણ વિકાસથી વંચિત છે. ભાજપમાં (BJP) અહંકાર છે, કોઈનું સાંભળતા નથી. આ સાથે તેમણે પોતાના કામને ન્યાય ન મળતું હોવાનો પણ આરોપ લગાવ્યો હતો. વર્ષ 2024 માં મહેશ વસાવા ભાજપ સાથે જોડાયા હતા. હવે ફરી પોતાની BTP પાર્ટી શરૂ કરે એવા એંધાણ છે.
આ પણ વાંચો - Kheda : વૃદ્ધોને એકાંતમાં બોલાવી અપહરણ કરતા, પછી ખેલાતો 'ખંડણીનો ખેલ', 2 મહિલા સહિત 9 ઝબ્બે