Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

MAHEMDAVAD : હનુમાન જયંતી નિમિતે કેશરામાં હિન્દૂ મુસ્લિમ એકતાનું પ્રતીક જોવા મળ્યું, વાંચો અહેવાલ

MAHEMDAVAD : ખેડા જિલ્લાના મહેમદાવાદ ( MAHEMDAVAD ) તાલુકાના કેશરા ગામ ખાતે બાલાજી હનુમાનજી મંદિરે હનુમાનજી જયંતી નિમિતે ભવ્ય શોભાયાત્રાનું અને રામકથા આયોજન કરવામાં આવ્યું હતું. આ  હનુમાન જયંતીના ખાસ વાત એ રહી હતી કે, કેશરામાં હનુમાન જન્મોત્સવ નિમિતે કેશરામાં...
mahemdavad   હનુમાન જયંતી નિમિતે કેશરામાં હિન્દૂ મુસ્લિમ એકતાનું પ્રતીક જોવા મળ્યું  વાંચો અહેવાલ

MAHEMDAVAD : ખેડા જિલ્લાના મહેમદાવાદ ( MAHEMDAVAD ) તાલુકાના કેશરા ગામ ખાતે બાલાજી હનુમાનજી મંદિરે હનુમાનજી જયંતી નિમિતે ભવ્ય શોભાયાત્રાનું અને રામકથા આયોજન કરવામાં આવ્યું હતું. આ  હનુમાન જયંતીના ખાસ વાત એ રહી હતી કે, કેશરામાં હનુમાન જન્મોત્સવ નિમિતે કેશરામાં હિન્દૂ મુસ્લિમ એકતાનું પ્રતીક જોવા મળ્યું હતું.ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકામાં સમસ્ત બ્રહ્મ સમાજ પરિવાર ટ્રસ્ટ ધ્વારા સંચાલિત બાલાજી હનુમાનજી મંદિર કેશરા ખાતે આવેલું છે આ બાલાજી હનુમાનજી મંદિર એ રામ નવમીથી હનુમાન જયંતી સુધી સાત દિવસ રામકથાનું આયોજન કરવામાં આવ્યું હતું.

Advertisement

કેશરા બાલાજી હનુમાનજી મંદિરે હનુમાનજી જયંતીની ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં કેશરા સાથે આસપાસના ગામના લોકો પણ જોડાયા હતા. અહી હનુમાનજી જયંતી નિમિતે બાલાજી હનુમાનજી દાદાને 101 કિલો બુંદીની કેક બનાવી ધરાવવામાં આવી હતી. રામયાગના હવન બાદ સાંજે 7 વાગે મંદિરથી કેશરા ગામ સુધી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

Advertisement

હનુમાનજી જયંતી નિમિતે નીકળેલ આ ભવ્ય શોભાયાત્રામાં હિન્દુ મુસ્લિમ એકતાનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું હતું. કેશરા ગામ પાસે આવેલ મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજની ઓફિસ પર મુસ્લિમ સમાજના અગ્રણ્યોની ઉપસ્થિતમાં આ શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રામાં આસપાસ ના 10 હજાર જેટલાં ભક્તો એ પ્રસાદીનો લાભ લીધો હતો.સમગ્ર આયોજન બાલાજી હનુમાનજી મંદિરના ટ્રસ્ટી જાગૃતિબેન મનીષભાઇ ત્રિવેદી ધ્વારા કરવામાં આવ્યું. કાર્યક્રમમાં મહેમદાવાદ ( MAHEMDAVAD ) વિધાનસભાના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણ ઉપસ્થિત રહ્યા.

Advertisement

અહેવાલ : કિશન રાઠોડ 

આ પણ વાંચો : VADODARA : ફેરણીમાં કાર્યકર્તાઓ અને પાન પાર્લરના સંચાલક વચ્ચે બબાલ

Tags :
Advertisement

.