ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Pigeon : સુરતમાં કબૂતરની ચરકના કારણે વૃદ્ધનું મોત થયું હોવાનો ચોંકાવનારો કિસ્સો

Pigeon : સુરત ( surat)માં કબૂતર ( pigeon)ની ચરકના કારણે વૃદ્ધનું મોત થયો હોવાનો ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો છે. કબૂતરની ચરકના કારણે વૃદ્ધને હાયપર સેન્સિટિવીટી ન્યુમોનાઇટીસ નામનું ઇન્ફેક્શન થયું હતું. ગુજરાત ફર્સ્ટે આ મામલે ચેસ્ટ સ્પેશિયલિસ્ટ ડો. સમીર ગામી સાથે વાત...
04:45 PM Jan 17, 2024 IST | Vipul Pandya
Dr. Sameer Gami

Pigeon : સુરત ( surat)માં કબૂતર ( pigeon)ની ચરકના કારણે વૃદ્ધનું મોત થયો હોવાનો ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો છે. કબૂતરની ચરકના કારણે વૃદ્ધને હાયપર સેન્સિટિવીટી ન્યુમોનાઇટીસ નામનું ઇન્ફેક્શન થયું હતું. ગુજરાત ફર્સ્ટે આ મામલે ચેસ્ટ સ્પેશિયલિસ્ટ ડો. સમીર ગામી સાથે વાત કરતાં તેમણે કહ્યું કે કબૂતરની ચરકને કારણે ફેફસાં કડક થઇ જાય છે જેને મેડિકલ ભાષામાં ફાઈબ્રોસિસ કહેવાય છે.

કબૂતરની ચરકના કારણે આ ઇન્ફેક્શન થાય છે

સુરતમાં ઘોડ઼દોડ રોડ પર રહેતા 68 વર્ષીય પંકજ દેસાઇ રોજ સવારે ટેરેસ પર જઇને કબૂતરને દાણાં નાખતા હતા અને 2 વર્ષ પહેલા તેમને હાયપર સેન્સિટિવીટી ન્યુમોનાઇટીસ નામનું ઇન્ફેક્શન થયું હતું. કબૂતરની ચરકના કારણે આ ઇન્ફેક્શન થાય છે. આ ઇન્ફેક્શન થાય ત્યારે શરુઆતમાં ખાંસી થયા બાદ ઇન્ફેક્શન વધી જાય છે જેથી ઓક્સિજન લેવલ ઘટવા માંડે છે. જે લોકો કબૂતરના સંપર્કમાં આવે તો આ ઇન્ફેક્શન થાય છે. કબૂતરની ચરકમાંથી બેક્ટેરિયા ફેફસાંમાં પહોંચી જાય છે અને તેમાંથી ન્યુમોનિયા થાય છે. જેથી શુઆતમાં તાવ અને ખાંસી તથા શ્વાસની તકલીફ થાય છે.

ચેસ્ટ સ્પેશ્યાલિસ્ટ સાથે વાત

આ ચોંકાવનારી ઘટના અંગે ગુજરાત ફર્સ્ટે સુરતના ચેસ્ટ સ્પેશ્યાલિસ્ટ સાથે વાત કરી હતી.ચેસ્ટ સ્પેશ્યાલિસ્ટ ડો. સમીર ગામીએ કહ્યું કે
કબૂતરની ચરકને કારણે ફેફસાં કડક થઇ જાય છે જેને મેડિકલ ભાષામાં ફાઈબ્રોસિસ કહેવાય છે. કબૂતરની ચરક, પીછાંના સંપર્કમાં આવતા આ રોગ થાય છે જેથી કબૂતરના સંપર્કમાં આવવાનું ટાળવું જોઇએ.

ઘરે કબૂતર આવતા હોય તો પ્રોપર વેન્ટિલેશન કરવું જોઇએ

તેમણે કહ્યું કે ઘરે કબૂતર આવતા હોય તો પ્રોપર વેન્ટિલેશન કરવું જોઇએ અને કબૂતરથી દૂર રહેવું જોઇએ. એક વાર આ બિમારી થયા બાદ સારી થતી નથી. કબૂતરની કારણે અનેક લોકોએ પોતાના ઘર બદલ્યા હોવાના પણ કિસ્સા છે. આ બિમારી છેલ્લા સ્ટેજ ઉપર જાય તો ફેફસાં ટ્રાન્સપ્લાન્ટ પણ કરવા પડે છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Chest specialist Dr. Sameer GamifibrosisGujaratGujarat FirstlungspigeonSurat
Next Article