Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

LOKSABHA : ચૂંટણીમાં ફરજ બજાવતા ગોંડલના 1050 કર્મચારીઓની પોસ્ટલ બેલેટ દ્વારા યોજાઈ મતદાનની પ્રક્રિયા

LOKSABHA ELECTION : લોકસભા ( LOKSABHA ) સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત હાલ સુધીમાં સમગ્ર રાષ્ટ્રમાં લોકસભા ચૂંટણીના બે તબક્કાઓમાં મતદાન થઈ ચૂક્યું છે. રાજકોટ જિલ્લામાં આગામી તા.૦૭ મે ૨૦૨૪ના રોજ ત્રીજા તબક્કામાં મતદાન યોજાનાર છે. આ મહાપર્વમાં દરેક મતનું અનન્ય મહત્વ...
loksabha    ચૂંટણીમાં ફરજ બજાવતા ગોંડલના 1050 કર્મચારીઓની પોસ્ટલ બેલેટ દ્વારા યોજાઈ મતદાનની પ્રક્રિયા

LOKSABHA ELECTION : લોકસભા ( LOKSABHA ) સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત હાલ સુધીમાં સમગ્ર રાષ્ટ્રમાં લોકસભા ચૂંટણીના બે તબક્કાઓમાં મતદાન થઈ ચૂક્યું છે. રાજકોટ જિલ્લામાં આગામી તા.૦૭ મે ૨૦૨૪ના રોજ ત્રીજા તબક્કામાં મતદાન યોજાનાર છે. આ મહાપર્વમાં દરેક મતનું અનન્ય મહત્વ છે તેને ધ્યાને લઈને હાલ ૧૫ - પોરબંદર સંસદીય મતવિસ્તારમાં પોલીસ તથા અન્ય કર્મચારીઓ દ્વારા પોસ્ટલ બેલેટથી મતદાન કરવામાં આવ્યું હતું.

Advertisement

ચૂંટણીમાં ફરજરત કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત ગોંડલ - 73 વિધાનસભા તેમજ જેતપુર, ધોરાજી, ઉપલેટા, પોરબંદર, કુતિયાણા, કેશોદ, માણાવદર તેમજ ગુજરાતની અન્ય વિધાનસભા ના કર્મચારીઓ માટે સેન્ટમેરી હાઇસ્કુલ ખાતે ૧૦૫૦ કર્મચારીઓ માટે પોસ્ટલ બેલેટ દ્વારા મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.જેમાં 720 SRP જવાનો તેમજ 330 અન્ય પોલિંગ સ્ટાફ આજરોજ બેલેટ પેપર થી મતદાન કર્યું હતું.

Advertisement

સેન્ટમેરી સ્કૂલ ખાતે પોલીસ જવાનો SRP, GRD, BSNL, ST, PGVCL ના સ્ટાફ માટે વોટિંગ કેમ્પની વ્યવસ્થા કરવામાં આવી હતી. જે સંદર્ભે ગોંડલ શહેર ઉપરાંત અન્ય ગુજરાત ની વિધાનસભાના કર્મચારીઓ માટે સેન્ટમેરી સ્કૂલ ખાતે પોલીસકર્મીઓ તેમજ પોલિંગ સ્ટાફ દ્વારા લાંબી કતાર લગાવી હતી અને ચૂંટણી સાથે જોડાયેલ આ કર્મચારીઓ મતદાન કરી અન્ય માટે પણ પ્રેરણા રૂપ બન્યા છે.

Advertisement

મતદાન સમયે ARO રાહુલ ગમારા, મામલતદાર રાહુલ ડોડીયા,દિપક ભટ્ટ, નાયબ મામલતદાર ડી.એમ. વઘાસિયા, મનીષભાઈ જોશી ઉપસ્થિત રહ્યા હતા. મતદાન પ્રક્રિયા સમયે પોલીસ તેમજ CRPF ના જવાનો નો ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો.

અહેવાલ : વિશ્વાસ ભોજાણી 

આ પણ વાંચો : NAVSARI : લોકસભા ભાજપના ઉમેદવાર સી.આર.પાટીલનું બાઇક રેલી દ્વારા શક્તિ પ્રદર્શન

Tags :
Advertisement

.