Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

LOKSABHA ELECTION : કચ્છથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર વિનોદ ચાવડા વિશે જાણો

Lok Sabha Election 2024 : ભારતીય જનતા પાર્ટીએ આગામી લોકસભા ચૂંટણી માટે 195 લોકસભા ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. આ યાદીમાં પીએમ મોદી સહિત 34 કેન્દ્રીય મંત્રીઓના નામ સામેલ છે. બીજેપીના રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડેએ પ્રેસ કોન્ફરન્સને સંબોધતા કહ્યું...
loksabha election   કચ્છથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર વિનોદ ચાવડા વિશે જાણો

Lok Sabha Election 2024 : ભારતીય જનતા પાર્ટીએ આગામી લોકસભા ચૂંટણી માટે 195 લોકસભા ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. આ યાદીમાં પીએમ મોદી સહિત 34 કેન્દ્રીય મંત્રીઓના નામ સામેલ છે. બીજેપીના રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડેએ પ્રેસ કોન્ફરન્સને સંબોધતા કહ્યું કે પીએમ મોદીની અધ્યક્ષતામાં 29 ફેબ્રુઆરીએ મળેલી પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં 16 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોની લોકસભા સીટો માટેના ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા.વિનોદ તાવડેએ કહ્યું કે પીએમ મોદી ફરી એકવાર વારાણસીથી ચૂંટણી લડશે.

Advertisement

ભાજપની પ્રથમ યાદીમાં ઉત્તર પ્રદેશના 51, પશ્ચિમ બંગાળના 20, મધ્યપ્રદેશના 24, ગુજરાતના 15, રાજસ્થાનના 15, કેરળના 12, તેલંગાણાના 9, આસામના 11, ઝારખંડના 11, છત્તીસગઢના 11, દિલ્હીના 11 ઉમેદવારોનો સમાવેશ થાય છે. , જમ્મુ-કાશ્મીરની 5, ઉત્તરાખંડની 3, અરુણાચલની 2, ગોવાની 1, ત્રિપુરાની 1, આંદામાનની 1, દમણ અને દીવની 1 બેઠક માટે ઉમેદવારોના નામ સામેલ છે.

ત્યારે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ૧૫ નામની યાદી જાહેર કરવામાં આવી છે. ત્યારે કચ્છમાંથી સાંસદ વિનોદ ચાવડાનું નામ ભારતીય જનતા પાર્ટી દ્વારા આગળ કરવામાં આવ્યું છે. તો ચાલો જાણીએ કોણ છે સાંસદ વિનોદ ચાવડા ?

Advertisement

કોણ છે સાંસદ વિનોદ ચાવડા?

Advertisement

સાંસદ વિનોદ ચાવડાનો જન્મ 6 માર્ચ 1979ના રોજ લક્ષ્મીપર, નખત્રાણા, કચ્છ ખાતે થયો હતો. તેમના પિતાજીનું નામ લાખમાશી છે. જ્યારે માતાનું નામ રસીલાબેન છે. તેમજ તેમના પત્નીનું નામ સાવિત્રી બેન છે. તેમને સંતાનોમાં એક પુત્ર અને એક પુત્રી છે. તેમણે એલએલબી, બીએડ સુધી અભ્યાસ કર્યો છે. લાલન કોલેજ, ભુજ, જે.બી. ઠક્કર કોલેજ, ભુજ અને એસ.ડી. સેઠિયા કોલેજ, કચ્છ ખાતેથી તેમણે શિક્ષણ મેળવ્યું છે.

વિનોદ ચાવડા વ્યવસાયે એડવોકેટ

વર્ષ 2010માં જિલ્લા પંચાયતથી પોતાના રાજકીય જીવનનો પ્રારંભ કરનાર વિનોદ ચાવડા વ્યવસાયે એડવોકેટ છે. 2014માં એસસી અનામત કચ્છ-મોરબી લોકસભા બેઠક પર તેમને ભાજપ તરફથી ટીકીટ મળ્યા બાદ આશરે અઢી લાખથી વધુ મતોની લીડથી તેઓ વિજેતા બન્યા હતા. ત્યારબાદ 17મી લોકસભા માટે 2019માં 6.37 લાખથી વધુ મત મેળવી જીત મેળવી હતી. તેઓ 2010માં કચ્છ જિલ્લા પંચાયતના સભ્ય રહી ચૂક્યા છે. 2014માં તેઓ એસ.કે. વર્મા યુનિવર્સિટી (કચ્છ)ના સેનેટ સભ્ય પણ હતા. 2014માં 16મી લોકસભા માટે ચૂંટાયા બાદ તેઓ પરિવહન, પ્રવાસન અને સંસ્કૃતિ પરની સ્થાયી સમિતિનાં સભ્ય બન્યા હતા. 12 નવેમ્બર 2014થી 25 મે 2019 વચ્ચે તેઓ પુસ્તકાલય સમિતિ મેમ્બર, સલાહકાર સમિતિ, સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રી રહ્યા હતા. 2019માં ફરી ચૂંટાયા બાદ બીજી ટર્મ શરૂ થઈ હતી. ત્યારબાદ તેઓ કર્મચારી, જાહેર ફરિયાદો, કાયદો અને ન્યાય અંગેની સ્થાયી સમિતિના સભ્ય, સંયુક્ત સમિતિ ઓન ઓફિસ ઓફ પ્રોફિટ મેમ્બર, સલાહકાર સમિતિ, સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલયના સભ્ય રહ્યા હતા.

સામાન્ય રીતે રાજકારણીઓ ઓછું ભણેલા હોવાની માન્યતા હોય છે. પરંતુ કચ્છના વર્તમાન સાંસદ એમએ, બીએડ્ અને સ્પેશિયલ એલએલબીની ડિગ્રી ધરાવે છે. તેમજ તેનાથી પણ વધારે નોંધપાત્ર બાબત એ છે કે, તેમના પર એક પણ ફોજદારી ગુનો નોંધાયો નથી કે કોર્ટ કેસ ચાલતો નથી.

ભારતીય જનતા પાર્ટીમાં યુવા મોરચાના કાર્યકરથી રાજકીય કારકિર્દી શરૂ કરી બે વખત સાંસદ બનેલા વિનોદ ચાવડાને ભાજપે પક્ષમાં મહત્વનું સ્થાન આપ્યું હતું. તેમને ગુજરાત રાજ્યના પ્રદેશ મહામંત્રીનો હોદ્દો સોંપવામાં આવ્યો હતો. તેમના બે ટર્મ સાંસદ તરીકેના કાર્યકાળમાં વિધાનસભા, નગર પાલિકા અને જિલ્લા પંચાયત ચૂંટણીમાં સફળતા તેમજ સંગઠન મજબૂત બનતા તેની ઉપરના સ્તરે નોંધ લેવાઈ હતી.

ગુજરાતમાંથી કોને કોને મળી ટિકિટ 

  1. કચ્છથી વિનોદ ચાવડાને રિપીટ કરાયા
  2. બનાસકાંઠાથી ડૉ.રેખાબેન ચૌધરીને ટિકિટ
  3. પાટણથી ભરતસિંહ ડાભીને રિપીટ કરાયા
  4. ગાંધીનગરથી અમિતભાઈ શાહ લડશે ચૂંટણી
  5. અમદાવાદ પશ્ચિમથી દિનેશ મકવાણા લડશે
  6. રાજકોટથી પરષોત્તમભાઈ રૂપાલા લડશે
  7. પોરબંદર મનસુખભાઈ માંડવિયા લડશે ચૂંટણી
  8. જામનગરથી પૂનમબેન માડમને રિપીટ કરાયા
  9. આણંદથી મિતેષભાઈ પટેલને રિપીટ કરાયા
  10. ખેડાથી દેવુસિંહ ચૌહાણને રિપીટ કરાયા
  11. પંચમહાલમાં રાજપાલસિંહ જાદવ લડશે ચૂંટણી
  12. દાહોદ જશવંતસિંહ ભાભોર રિપીટ કરાયા
  13. ભરૂચથી મનસુખ વસાવાને રિપીટી કરાયા
  14. બારડોલીથી પ્રભુભાઈ વસાવા ભાજપ ઉમેદવાર
  15. નવસારીથી સી.આર.પાટીલને રિપીટ કરાયા

આ પણ વાંચો --- Lok Sabha Election 2024: ભાજપની પ્રથમ ઉમેદવાર યાદી જાહેર, જાણો ગુજરાતમાં કોને મળી ટિકિટ?

Tags :
Advertisement

.