Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Lok Sabha Elections : મતદાનના એક દિવસ પહેલા CRPatil અને સાધુ-સંતોએ કરી આ ખાસ અપીલ,જાણો શું કહ્યું

Lok Sabha Elections : રૂપાલાનાં વિવાદાસ્પદ નિવેદન બાદ સમગ્ર ગુજરાત અને દેશભરના ક્ષત્રિયોનો રોષ ચરમસીમાએ છે. ક્ષત્રિયો હાલ રસ્તા પર ઉતરી આવ્યા છે, જેના લીધે ભાજપની ચિંતામાં વધારો થયો છે. ક્ષત્રિયોને મનાવવાના અનેક પ્રયાસો બાદ તેમાં સફળતા ન મળતા હવે...
01:32 PM May 06, 2024 IST | Hiren Dave

Lok Sabha Elections : રૂપાલાનાં વિવાદાસ્પદ નિવેદન બાદ સમગ્ર ગુજરાત અને દેશભરના ક્ષત્રિયોનો રોષ ચરમસીમાએ છે. ક્ષત્રિયો હાલ રસ્તા પર ઉતરી આવ્યા છે, જેના લીધે ભાજપની ચિંતામાં વધારો થયો છે. ક્ષત્રિયોને મનાવવાના અનેક પ્રયાસો બાદ તેમાં સફળતા ન મળતા હવે ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલની લોકોને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી હતી. સાધુ-સંતોએ વધુમાં વધુ મતદાન કરવા આપી કરી હતી.

 

સાધુ-સંતોએ મતદાનની કરી અપીલ

સામાન્ય રીતે સંતો ધર્મનું રક્ષણ, સનાતન ધર્મનો પ્રચાર, સેવા-પૂજા, સેવાકીય પ્રવૃત્તિઓ સહિતના કાર્ય કરતા હોય છે. આવામાં, હવે કેટલાંક સંતોને પણ રાજકીય રંગ લાગ્યો હોય તેમ સોરઠના અનેક સંતોએ વીડિયો બનાવ્યા છે. તેમાં સંતો વધુમાં વધુ મતદાન કરી. દેશને વિશ્વગુરૂ બનાવવા માટે ભારતીય સંસ્કૃતિ અને રાષ્ટ્રના ગૌરવને જાળવી રાખવા, રાષ્ટ્રને નુકસાનની ભીતિના કારણે સનાતન વિરોધી દેશ માટે હાનિકારક હોવાના, સનાતનને મજબૂત બનાવવા નિવેદનો કરીને રાષ્ટ્રના નિર્માણ માટે, સુવર્ણ ભવિષ્ય માટે ભાજપને મત આપવા અપીલ કરી છે. અનેક સંતોએ જૂના રાગદ્વેષ ઉપરાંત કામ થયા કે ન થયા હોય એ તમામ બાબતોને ભૂલીને ભાજપને મત આપવાની મતદારોને ખુલ્લેઆમ અપીલ કરતા સમગ્ર ગુજરાતના રાજકારણમાં ભારે ચર્ચાનો મુદ્દો બન્યો છે.

 

 પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલની મતદાનની અપીલ

પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ મતદાનને લઈને જણાવ્યું કે મતદાનો અધિકાર જે દેશમાં સમુખતા સહી અને કાશકરી શાસન છે અહીના નાગરિકોને પૂછવું કે એનું મહત્વ કોટલું છે. આપણે સહજ તાથી મતદાન કરી શકીએ છીએ. આપણને મળેલા અધિકારનો ઉપયોગ કરી શકીએ છીએ

 

હરિપ્રકાશ સ્વામીએ વ્યાસપીઠ પરથી મત આપવાની અપીલ કરતા કહ્યું કે, "મત દેવા જજો હોં બધા. જશો ને? અલ્યા ભાઈ જશો બધા?. મારે તો મતદાન થઈ ગયું. કારણ કે અમે સુરતથી વોટ દેવાવાળા છીએ અમારે ત્યાં બીનહરીફ થઈ ગયું. વોટ દેવા જજો. મારી સાધુ તરીકે વિનંતી છે કે, નાત જાત, ભાઈ, આ મારો છે અને આ પરિવારનો છે ઈ કાંઈ પણ જોયા વગર રાષ્ટ્રના હિતમાં વોટ કરજો."

Banaskantha ના દેવદરબાર જાગીર મઠના મહંત બળદેવનાથ બાપુની મતદાનને  લઈ અપીલ કરતાં  જણાવ્યું  કે

 

મોરારી બાપુની તમામને મતદાન કરવા અપીલ

પૂજ્ય મોરારી બાપૂએ કહ્યું હતું કે, ચૂંટણીમાં દરેક નાગરિક મત આપે તેવી હું અપીલ કરું છું. એક નાગરિક તરીકે તે આપણા હકની સાથે ફરજ પણ છે.ગુજરાતમાં 7 મેના રોજ મતદાન યોજાશે. આ દિવસે મેં કોઇપણ કાર્યક્રમ રાખ્યો નથી, જેથી હું મત આપી શકું તથા લોકતંત્રના ઉત્સવમાં ભાગ લઇ શકું. મતદાન કરવું આપણી ફરજ છે અને તેનાથી આપણે દેશની પ્રગતિમાં યોગદાન આપીએ છીએ. તેમણે નાગરિકોને યાદ અપાવ્યું હતું કે દેશના ભાવિના ઘડતરમાં આપણી વ્યક્તિગત અને સામૂહિક જવાબદારી છે.

 

આ પણ  વાંચો - Lok Sabha elections : આવતીકાલે મતદાન, જાણો લોકશાહીના મહાપર્વની કયાં કેવી છે તૈયારીઓ?

આ પણ  વાંચો - LokSabha : હવે આ રીતે રાજકીય પક્ષો કરશે ડૉર ટૂ ડૉર પ્રચાર

આ પણ  વાંચો - AMTS : મતદાનના દિવસે AMTS બસોમાં મળશે આ ખાસ સુવિધા, લેવાયો મોટો નિર્ણય

 

Tags :
BaladevnathBapuBanaskanthaBJPCRPatilElection2024GujaratFirstHariprakashSwamiloksabhaelection2024MoraribapuSurat
Next Article