ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Valsad : ઘાસની આડમાં છુપાવીને લઇ જવાતો દારુ ઝડપાયો

Valsad : દારૂની હેરાફેરી માટે બુટલેગેરો અવનવા કિમીયા અજમાવતાં હોય છે તેવામાં ઘાસના પૂળાની આડમાં પણ દારૂની હેરાફેરીનો વલસાડ (Valsad) જિલ્લા એલ સી બી પોલીસે પર્દાફાશ કર્યો છે. વલસાડ (Valsad) જિલ્લા એલ સી બી પોલીસે ચોક્કસ બાતમીના આધારે લાખો રૂપિયાનો...
07:06 PM Jan 02, 2024 IST | Vipul Pandya
valsad_police

Valsad : દારૂની હેરાફેરી માટે બુટલેગેરો અવનવા કિમીયા અજમાવતાં હોય છે તેવામાં ઘાસના પૂળાની આડમાં પણ દારૂની હેરાફેરીનો વલસાડ (Valsad) જિલ્લા એલ સી બી પોલીસે પર્દાફાશ કર્યો છે. વલસાડ (Valsad) જિલ્લા એલ સી બી પોલીસે ચોક્કસ બાતમીના આધારે લાખો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી એક આરોપીની ધરપકડ કરી છે.

ઘાસના પુળાની આડમાં દારુ લઇ જવાતો હતો

વલસાડ જિલ્લા એલ સી બી પોલીસે ચોક્કસ બાતમીના આધારે નેશનલ હાઇવે 48 પર વલસાડ પીરું ફળિયા નજીક વોચ ગોઠવી હતી. આ વોચ દરમિયાન બાતમી મુજબના ટેમ્પોને અટકાવી પોલીસે તપાસ હાથ ધરી હતી.પ્રાથમિક દ્રષ્ટિએ ટેમ્પોમા પશુઓ માટેના ઘાસચારાના પૂળા ભર્યા હોવાનું જોવા મળ્યું હતું. જોકે પોલીસને ચોક્કસ બાતમી મળી હોવાથી બુટલેગરનો કીમિયો નાકામ થયો હતો અને ઘાસના પૂળાાની આડમાં છુપાવીને લઈ જવાતો લાખો રૂપિયાનો દારૂનો જથ્થો ઝડપાઇ ગયો હતો.

દારુની 83 પેટી મળી

વલસાડ જિલ્લા એલ સી બી પોલીસના હાથે જડપાયેલ ટેમ્પોમાંથી રૂપિયા પાંચ લાખના વિદેશી દારૂની 83 પેટી મળી આવી હતી. વલસાડ જિલ્લા એલ સી બી પોલીસે દારૂના જથ્થા અને ટેમ્પો સહિતનો મુદ્દામાલ કબજે કરી આરોપી અરુણ સાહેબ રાવની ધરપકડ કરી હતી.

બુટલેગરોનો કીમિયો નાકામ

મહત્વનું છે કે દારૂની છૂટ ધરાવતા પ્રદેશોમાંથી ગેરકાયદેસર રીતે ગુજરાતમાં દારૂ ઘુસાડવામાં આવતો હોય છે. બુટલવગરો અવનવા કિમીયા અજમાવી દારૂની હેરાફેરી કરતા હોય છે. ત્યારે બુટલેગરો ના કિમીયાઓને નાકામ કરી દારૂની હેરફેર રોકવા પોલીસ પણ સતર્ક હોય છે. ત્યારે આ કિસ્સામાં પણ વલસાડ જિલ્લા એલ સી બી પોલીસે બુટલેગરોનો કીમિયો નાકામ કર્યો છે અને ઘાસના પૂળાની આડમાં લઈ જવાતો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. હાલ વલસાડ જિલ્લા એલ સી બી પોલીસે લાખો રૂપિયાના દારૂના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરી આ દારૂનો જથ્થો આરોપી ક્યાંથી લાવ્યો હતો.અને કોને પહોંચાડવાનો હતો.. તે જાણવા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.

અહેવાલ--રિતેશ પટેલ, વલસાડ

આ પણ વાંચો---DANTA NEWS: દાંતામાં નવાવાસ ગામેથી એક અનોખી ઘટના સામે આવી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

 

Tags :
GujaratGujarat FirstliquorValsadvalsad police
Next Article