ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Gondal પંથકમાં ગાજવીજ સાથે હળવાથી ભારે વરસાદ, પાક નિષ્ફળ જતા ખેડૂતોની હાલત કફોડી

શ્રીનાથગઢ ગામે સતત પાંચમાં દિવસે 3 ઈંચ કરતા વધુ વરસાદ ગોંડલ શહેર અને તાલુકાના અનેક ગામોમાં ધીમીધારે વરસાદ વરસાદને લઈને પાક નિષ્ફળ જતા ખેડૂતોની હાલત કફોડી Gondal: ગુજરાતના અનેક વિસ્તારોમાં અત્યારે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના...
11:58 AM Oct 17, 2024 IST | VIMAL PRAJAPATI
Gondal Rain Update
  1. શ્રીનાથગઢ ગામે સતત પાંચમાં દિવસે 3 ઈંચ કરતા વધુ વરસાદ
  2. ગોંડલ શહેર અને તાલુકાના અનેક ગામોમાં ધીમીધારે વરસાદ
  3. વરસાદને લઈને પાક નિષ્ફળ જતા ખેડૂતોની હાલત કફોડી

Gondal: ગુજરાતના અનેક વિસ્તારોમાં અત્યારે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના અનેક વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ નોંધાઈ રહ્યો છે.  હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની સંભાવના જે અંતર્ગત સતત પાંચમા દિવસે ગોંડલ શહેર (Gondal City) અને તાલુકાના અનેક ગામોમાં ધીમીધારે અને અમૂક ગામોમાં ધોધમાર વરસાદ નોંધાયો છે.

આ પણ વાંચો: 125 વર્ષ પહેલાનો ગાયકવાડી શાસનનો વિચાર! ન્યાયની દેવીના આંખે પાટા નહોતા રાખ્યાં

શ્રીનાથગઢ ગામે સતત પાંચમાં દિવસે 3 ઈંચ કરતા વધુ વરસાદ

આગાહી અનુસાર તાલુકાના દેરડી (કુંભાજી), મોવિયા, શ્રીનાથગઢ સહિતના અનેક ગામોમાં વરસાદ નોંધાયો છે. શ્રીનાથગઢ ગામે સતત પાંચમાં દિવસે 3 ઈંચ કરતા વધુ વરસાદ પડ્યો છે. જેના કારણે રોડ રસ્તા પર પાણી ભરાયા છે બીજી તરફ ખેડૂતોનો પાક નિષ્ફળ જઈ રહ્યો છે. અત્યારે આવતો વરસાદે ખેડૂતો માટે ખુબ જ નુકસાનકારક છે. કારણ કે, અત્યારે પાક લેવાની સિઝન ચાલી રહીં છે.

આ પણ વાંચો: Rain Update: આ વિસ્તારોમાં આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી, પાકમાં નુકસાનની ભીતિ

વરસાદને લઈને પાક નિષ્ફળ જતા ખેડૂતોની હાલત કફોડી

ગોંડલ (Gondal) પંથકમાં સતત પડી રહેલા વરસાદને લઈને કપાસ, મગફળી, સોયાબીન અને મરચા સહિતના અનેક પાકોને ભારે નુકસાન પહોંચ્યુ છે. વ્યાપક વરસાદને લઈને ગોંડલીયા મરચાનો પાક પણ નિષ્ફળ ગયો છે. નોંધનીય છે કે, ગોંડલ પંથકમાં સતત પાંચ દિવસ પડી રહેલા વરસાદને લઈને પાક નિષ્ફળ જતા ખેડૂતોની હાલત કફોડી બની છે. આ સાથે સાથે હજી પણ હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે.

અહેવાલઃ વિશ્વાસ ભાજોણી, ગોંડલ

આ પણ વાંચો: ‘ડાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ’ મોટી સંખ્યામાં ભક્તોએ કર્યા રણછોડરાય ભગવાનના દર્શન

Tags :
Gondalgondal newsGondal Rain UpdateGujarat Rain UpdateGujarati NewsLatest Gujarati NewsLatest Rain DataVimal Prajapati
Next Article