Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Deesa: 80 લાખની લૂંટ મામલે LCB એ ત્રણ આરોપીઓને ઝડપી લીધા, વાંચો અહેવાલ

80 લાખની લૂંટ બાદ આરોપીઓ જોધપુર ભાગી ગયા હતા LCB એ ટેકનિકલ સર્વલેસને આધારે જોધપુરથી કરી ધરપકડ રિવોલ્વોરની અણીએ કરી હતી 80 લાખ રૂપિયાની લૂંટ Deesa: બનાસકાંઠાના ડીસામાં થોડા દિવસ પહેલા રૂપિયા 80 લાખની લૂંટની ઘટના બની હતી. તે...
deesa  80 લાખની લૂંટ મામલે lcb એ ત્રણ આરોપીઓને ઝડપી લીધા  વાંચો અહેવાલ
  1. 80 લાખની લૂંટ બાદ આરોપીઓ જોધપુર ભાગી ગયા હતા
  2. LCB એ ટેકનિકલ સર્વલેસને આધારે જોધપુરથી કરી ધરપકડ
  3. રિવોલ્વોરની અણીએ કરી હતી 80 લાખ રૂપિયાની લૂંટ

Deesa: બનાસકાંઠાના ડીસામાં થોડા દિવસ પહેલા રૂપિયા 80 લાખની લૂંટની ઘટના બની હતી. તે મામલે અત્યારે મહત્વના સમાચાર સામે આવ્યાં છે. 80 લાખ રૂપિયાની લૂંટમાં સામેલ ત્રણ આરોપીઓને એલસીબીએ ઝડપી લીધા. નોંધનીય છે કે, ડીસા (Deesa)ના લાલચાલી વિસ્તારમાં લૂંટ બની હતી જેમાં આરોપીઓને એલસીબી એ ઝડપી પાડ્યાં છે. આરોપીઓની વાત કરવામાં આવે તો, એલસીબીએ પ્રકાશ રાવળ, અરવિંદ રાવળ અને પ્રેમ બારોટને ઝડપી પાડ્યાં છે. વિગતો એવી સામે આવી હતી કે, 80 લાખની લૂંટ કરીને આરોપીઓ જોધપુર ભાગી ગયાં હતા. જોકે, એલસીબીએ લોકેશન, કોલ ડીટેલ અને ટેકનિકલ સર્વલેસને આધારે જોધપુરથી ધરપકડ કરી છે.

Advertisement

આ પણ વાંચો: Patan: ભેળસેળિયા વેપારીઓ સામે પાટણ ફૂડ વિભાગની લાલ આંખ, 297 કિલો શંકાસ્પદ ઘી ઝડપ્યું

80 લાખની લૂંટ કરીને આરોપીઓ જોધપુર ભાગી ગયાં હતા

બનાવની વાત કરવામાં આવે તો, ડીસા (Deesa)ની લાલચાલી વિસ્તારમાંથી રિવોલ્વોરની અણીએ આંગડિયા કર્મચારી સાથે 80 લાખની લૂંટ કરી આરોપીઓ ભાગ્યા હતા. સવારના સમયે ડીસા (Deesa) ના ભરચક વિસ્તારમાં બે શખ્સો બંદૂકના નાળચે લૂંટ કરીને ફરાર થઈ ગયા છે. ડીસામાં આવેલી એચ.એમ.આંગડિયા પેઢીનો કર્મચારી સવારના સાડા નવ વાગ્યા આસપાસ લાલચાલી વિસ્તારમાથી એક્ટિવા પર 80 લાખની રોકડ રકમ લઈને પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન અચાનક આવેલા બે શખ્સોએ રિવોલ્વર બતાવીને રોકડ લઈને જતાં આંગડિયાના કર્મચારીને આંતરી લીધો હતો. તેની પાસે બેગમાં રહેલી 80 લાખ રૂપિયાની રોકડ રકમ લઈને ફરાર થઈ ગયા હતા.

Advertisement

આ પણ વાંચો: હમાસ ચીફ Yahya Sinwarનો જુઓ અંતિમ વીડિયો

પોલીસે સત્વરે આ મામલે કાર્યવાહી હાથ ધરી હતી

નોંધનીય છે કે, આંગડિયા પેઢીના સંચાલક દ્વારા ડીસા પોલીસ (Deesa Police)ને જાણ કરવામાં આવતા ડીસા શહેર ઉત્તર પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચી હતી. પોલીસે અત્યારે આસપાસના વિસ્તારમાંથી સીસીટીવી ફૂટેજ મેળવવાની તજવીજ હાથ ધરી હતી. આ ઘટનાને પગલે હરકતમાં આવેલી પોલીસે તાત્કાલિક આરોપીઓને ઝડપી પાડવા માટે આઠ ટીમો બનાવીને અલગ અલગ સ્થળો પર નાકાબંધી કરી દીધી હતી. જેથી એલસીબીએ લોકેશન, કોલ ડિટેલ અને ટેકનિકલ સર્વલેસ ને આધારે જોધપુરથી ધરપકડ કરવામાં આવી છે.

Advertisement

આ પણ વાંચો: Allegation : ખાલિસ્તાની આતંકવાદીને મારવાનું કાવતરું ઘડનાર વિકાસ યાદવ કોણ?

Tags :
Advertisement

.