Bhikhusinh Parmar: કાયદો માત્ર સામાન્ય લોકો માટે જ! રાજ્યકક્ષાના મંત્રીએ ભુવા વિધિને કરી પ્રોત્સાહિત
- અન્ન અને નાગરીક પુરવઠા રાજ્યકક્ષાના મંત્રી ભીખુસિંહ પરમારનો બફાટ
- મંત્રીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા થયો વિવાદ
- બ્રેનસ્ટોકની સારવાર કરતા વધુ ભૂવાજીની વિધિથી ઝડપી સાજા થયાઃ મંત્રી
Bhikhusinh Parmar: ગુજરાત રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યકક્ષાના મંત્રી ભીખુસિંહ પરમાર (Bhikhusinh Parmar)નો બફાટ સામે આવ્યો છે. અત્યારે મંત્રીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં મંત્રીએ કહ્યુ કે, પોતાને આવેલ બ્રેનસ્ટોકની સારવાર કરતા વધુ ભુવાજીની વિધિથી ઝડપી સાજા થયા છે. નોંધનીય છે કે, તલોદમાં રબારી સમાજના સ્ટડી સેન્ટર ખાતે કાર્યક્રમમાં ભૂવાજીની વાત કરી હતી. જેને લઈને અત્યારે વિવાદ સર્જાઈ રહ્યો છે.
આ પણ વાંચો: Gujarat: જન્માષ્ટમી પૂર્વે રાજ્યમાં મેઘરાજાની મહેરબાની, રાજ્યમાં વરસાદની ધમાકેદાર મોસમ
ભીખુસિંહ પરમારે શબ્દોમાં ભુવા વિધિને પ્રોત્સાહિત કરી!
રાજ્યકક્ષાના મંત્રી ભીખુસિંહ પરમાર (Bhikhusinh Parmar)એ કહ્યુ કે, પોતાને આવેલા બ્રેઈન સ્ટોકને લઈ ભુવાજીએ વિધિ કરતા આઠમા દિવસે હોસ્પિટલમાંથી રજા આપવાનું કહ્યું હતુ. અને ભુવાજીના કહ્યા મુજબ તેઓને રજા આપતા સારવાર કરતા તબીબોએ બ્રેઈનસ્ટોકના દર્દીમાં ઝડપી રજા આપવાનો પ્રથમ કિસ્સો ગણાવ્યો હતો. રાજ્ય કક્ષાના મંત્રી જો આવી કરી તે ભુવા વિધિને પ્રમોટ અને પ્રોત્સાહિત કરતા રહેશે તો પછી કાયદો અમલમાં લાવવાની શું જરૂર છે? શું પછી કાયદાનું પાલન થશે ખરૂ?
આ પણ વાંચો: Gujarat: રાજ્યમાં અતિ ભારે વરસાદની આગાહી, 66 જળાશયોને હાઈએલર્ટ પર; ચાર જિલ્લાઓ માટે રેડ એલર્ટ
મારે દવા કરતાં દુઆ વધારે કામ આવીઃ ભીખુસિંહ પરમાર
એક કાર્યક્રમમાં મંત્રી ભીખુસિંહ પરમાર (Bhikhusinh Parmar) એવું કહે છે કે, દવા કરતાં મારે દુઆ વધારે કામ આવી છે. નોંધનીય છે કે, હાલમાં જ કાળા જાદુને લઈ વિધાનસભામાં વિધેયક પસાર થયુ છે. પરંતુ અત્યારે મંત્રીની વાતથી કાર્યક્રમમાં ઉપસ્થિતોને આશ્ચર્ય સર્જાયુ હતું. એટલું જ નહીં પરંતુ આ કાર્યક્રમમાં સાંસદ શોભના બારૈયા સહિત સ્થાનિક ત્રણ ધારાસભ્યો સહિત સામાજીક આગેવાનો પણ ઉપસ્થિત હતાં. હવે આવી રીતે મંત્રી જ વિધેયક વિરૂદ્ધ વાત કરશે તો કાયદાનું પાલન કોણ કરશે?
આ પણ વાંચો: Amreli: સિંહની અનોખી મૈત્રી, ખેડૂતના કપાસના પાકનો રક્ષક બની ગયો વનરાજ