Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Surat: હવે બસ પણ મહિલાઓ માટે સુરક્ષિત નથી! બસના ડ્રાઈવરે પરિણીતા પર આચર્યું દુષ્કર્મ

પુત્રને મારી નાખવાની ધમકી આપી પરિણીતા પર દુષ્કર્મ ગુજાર્યું લાઠીથી સુરત આવતી બસના ડ્રાઈવરે આચર્યું દુષ્કર્મ પોલીસે આરોપી ડ્રાઈવરને પકડવા માટે તમામ ચક્રો ગતિમાન કર્યા Surat: ગુજરાતમાં દુષ્કર્મની ઘટનાઓ ખુબ જ બની રહીં છે. મહિલાઓ રાજ્યમાં સુરક્ષતિ છે તેની...
surat  હવે બસ પણ મહિલાઓ માટે સુરક્ષિત નથી  બસના ડ્રાઈવરે પરિણીતા પર આચર્યું દુષ્કર્મ
  1. પુત્રને મારી નાખવાની ધમકી આપી પરિણીતા પર દુષ્કર્મ ગુજાર્યું
  2. લાઠીથી સુરત આવતી બસના ડ્રાઈવરે આચર્યું દુષ્કર્મ
  3. પોલીસે આરોપી ડ્રાઈવરને પકડવા માટે તમામ ચક્રો ગતિમાન કર્યા

Surat: ગુજરાતમાં દુષ્કર્મની ઘટનાઓ ખુબ જ બની રહીં છે. મહિલાઓ રાજ્યમાં સુરક્ષતિ છે તેની સામે પણ સવાલ થઈ રહ્યો છે. કારણ કે, સુરતમાં બસ ડ્રાઈવરે એક મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે. સુરત લાઠીથી સુરત આવતી બસમાં ડ્રાઈવરે ત્રણ વખત દુષ્કર્મ આચર્યું હોવાની મહિલાના પરિવારે ફરિયાદ નોંધાવી છે. એટલું જ નહીં પરંતુ સાથે આવતા પુત્રને મારી નાખવાની ધમકી આપીને પરિણીતા પર દુષ્કર્મ ગુજાર્યું હતું. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે મારુતિ નંદન સ્લીપર કોચ બસના ડ્રાઈવરે પરિણીતાની પીંખી નાખી હોવાનું સામે આવ્યું છે.

Advertisement

આ પણ વાંચો: Banaskantha: ખેડૂતની નજર ચૂકવી ગઠિયો રૂપિયા 1.40 લાખ ભરેલી થેલી લઇ થયો છૂમંતર

Advertisement

પુત્રને જાનથી મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ ગુજાર્યું

નોંધનીય છે કે, 15 મી સપ્ટેમ્બરે મહિલા સુરતથી લાઠી તેના બહેનના ઘરે જવા નીકળી હતી. તે દરમિયાન બસ ડ્રાઈવરે ટિકિટ કન્ફર્મેશન માટે મહિલાનો નંબર માંગ્યો હતો. મહિલા બહેનના ઘરે પહોંચ્યા બાદ બસ ડ્રાઇવર વારંવાર ફોન કરી ફ્રેન્ડશીપ કરવાની માગણી કરી હતી. બહેનને મળ્યા બાદ 16 મીએ સાંજે ફરી સુરત આવવા માટે ટ્રાવેલ્સમાં ટિકિટ બુક કરાવી હતી. 0022 નંબરની આ બસમાં ડ્રાઇવર સીટની પાછળ સ્લીપિંગ કોચમાં આ મહિલા બેઠી હતી. રાત્રે બે વાગ્યે બે ડ્રાઇવર પૈકીનો એક ડ્રાઇવર કોચમાં પ્રવેશ્યો અને પુત્રને મારી નાખવાની ધમકી આપી પરિણીતા પર દુષ્કર્મ ગુજાર્યું હતું.

આ પણ વાંચો: Gujarat Heavy Rain: ચોમાસાના અંતિમ તબક્કામાં થયો ધોધમાર વરસાદ, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી

Advertisement

શું ગુજરાતમાં મહિલાઓ સુરક્ષિત છે ખરા?

પરિણીતાએ સુરત (Surat) પહોંચી તમામ બનાવવાની વિગતો પોતાના પતિને જણાવી હતી. જેથી પતિએ સ્વજનો સાથે જઈને બસ ડ્રાઇવરની તપાસ કરી પરંતું તે મળી આવ્યો નહોતો. જેથી પરિવારે કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે આ બસ ડ્રાઈવર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે જે નંબરથી ફ્રેન્ડશિપ માટે ફોન આવતો હતો તે નંબરની શોધ પણ શરૂ કરી દીધી છે. અત્યારે પોલીસે આરોપીને પકડવા માટે તમામ ચક્રો ગતિમાન કર્યા છે. નોંધનીય છે કે, આવા આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ. આ સાથે તેને નોકરીમાંથી પર બરકત કરવો જોઈએ.

આ પણ વાંચો: Kutch : પાકિસ્તાની ડો. યુવતીનાં પ્રેમમાં પાગલ કાશ્મીરી યુવક બોર્ડર ક્રોસ કરવા કચ્છ પહોંચ્યો અને પછી..!

Tags :
Advertisement

.