AMBAJI : મોડી રાત્રે બસ અને બાઈક વચ્ચે અકસ્માત, ઓવરસ્પીડ કરતા વાહનચાલકો સામે કાયદેસરની કાર્યવાહીની માંગ ઉઠી
અહેવાલ - શક્તિસિંહ રાજપુત,અંબાજી શક્તિપીઠ અંબાજી વિશ્વભરમાં જાણીતું છે. સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિર 51 શક્તિપીઠ તરીકે દેશ દુનિયામાં વિખ્યાત છે. ત્યારે માં અંબાના ધામે દરરોજ મોટી સંખ્યામાં ભક્તો પોતાના વાહનો અને સાર્વજનિક વાહનોમા સફર કરીને અંબાજી આવતા હોય છે. ત્યારે...
12:44 PM Dec 20, 2023 IST
|
Harsh Bhatt
અહેવાલ - શક્તિસિંહ રાજપુત,અંબાજી
શક્તિપીઠ અંબાજી વિશ્વભરમાં જાણીતું છે. સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિર 51 શક્તિપીઠ તરીકે દેશ દુનિયામાં વિખ્યાત છે. ત્યારે માં અંબાના ધામે દરરોજ મોટી સંખ્યામાં ભક્તો પોતાના વાહનો અને સાર્વજનિક વાહનોમા સફર કરીને અંબાજી આવતા હોય છે. ત્યારે અમુક વાર પોતાના વાહનો ઓવર સ્પીડ અને લાપરવાહીના કારણે પણ અમુક વખતે અકસ્માતનો ભોગ બની જતા હોય છે. ગઈ કાલે રાત્રે યાત્રાધામ અંબાજીમાં બસ અને બાઈક ની અકસ્માત ની ઘટના સામે આવી હતી. ઘાયલ બાઇક ચાલકને પાલનપુર ખસેડવામાં આવ્યો હતો.
સૂત્રોથી મળતી માહિતી પ્રમાણે દાંતા રોડ પર આવેલી યોગેશ્વર સોસાયટીના નાકા પાસે બાઈક અને લક્ઝરી બસનો અકસ્માત સર્જાયો હતો. ગઈ રાત્રે બનેલી આ ઘટનામાં બસ ચાલક વળાંકમા ટન લેતી વખતે બાઈક સાથે આ અકસ્માત થયો હતો. ત્યારે બસનો ડ્રાઇવર અકસ્માત થતા બસ મૂકીને ભાગી ગયો હતો. અકસ્માત સર્જાતા ઘટના સ્થળે લોકોના ટોળેટોળા એકઠા થયા હતા, ત્યારે બાઈક સવારને ઈજાઓ આવતા 108 ઈમરજન્સીને કોલ કરતા 108 મારફતે તેમને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ અંબાજી ખાતે ખસેડવામાં આવ્યા હતા.
ત્યારબાદ વધુ સારવાર માટે ઇજાગ્રસ્ત બાઈક સવારને પાલનપુર ખસેડવામાં આવ્યા હતા. ઇજાગ્રસ્ત અંબાજીના બ્રહ્મપુરી વિસ્તારના કનુભાઈ ઠાકોર તરીકે ઓળખ થઈ છે. અંબાજીમાં ઓવર સ્પીડ અને લાપરવાહ વાહન ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે.
Next Article