Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Aravalli: શામળાજીમાં ગત રાત્રીએ હત્યાની અદાવતમાં 3 મકાન સળગ્યા, જાનહાની ટળી!

Aravalli: અરવલ્લી શામળાજીમાં ત્રણ મકાનમાં આગ લાડવાની ઘટના સામે આવી છે. મળતી વિગતો પ્રમાણે અરવલ્લી (Aravalli) શામળાજીના ગલીસીમરોમાં આવેલા ત્રણ મકાનોમાં આગનો બનાવ સામે આવ્યો છે. સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે, હત્યા કેસના આરોપીઓના અદાવતમાં ઘરમાં આગ લગાડાઈ...
aravalli  શામળાજીમાં ગત રાત્રીએ હત્યાની અદાવતમાં 3 મકાન સળગ્યા  જાનહાની ટળી

Aravalli: અરવલ્લી શામળાજીમાં ત્રણ મકાનમાં આગ લાડવાની ઘટના સામે આવી છે. મળતી વિગતો પ્રમાણે અરવલ્લી (Aravalli) શામળાજીના ગલીસીમરોમાં આવેલા ત્રણ મકાનોમાં આગનો બનાવ સામે આવ્યો છે. સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે, હત્યા કેસના આરોપીઓના અદાવતમાં ઘરમાં આગ લગાડાઈ છે. નોંધનીય છે કે, 13 દિવસ પહેલા એક આધેડની હત્યાની ઘટના બની હતી. જેની અદાવત રાખીને ઘરમાં આગ લગાવવામાં આવી છે. જો કે, સત્વરે ઘટના સ્થળ પર પહોંચીને મોડાસાની ફાયર ટીમે આગ પર કાબુ મેળવી લીધો હતો.

Advertisement

13 દિવસ પહેલા એક આધેડની હત્યા કરવામાં આવી હતી

મળતી વિગતો પ્રમાણે અહીં 13 દિવસ પહેલા એક આધેડની હત્યા કરવામાં આવી હતી. નોંધનીય છે કે, હત્યાનો આરોપી અત્યારે પોલીસની કસ્ટડીમાં છે અને આ મામલે આગળની કાર્યવાહી પણ ચાલું છે. ગઈ કાલે લાગેલી આગની વાત કરવામાં આવે તો સૂત્રો દ્વારા એવી માહિતી મળી રહીં છે કે, હત્યાના કેસના આરોપીના ઘરમાં લાગી હતી. જો કે, ગત રાત્રીએ હત્યાની અદાવતમાં ઘર સળગ્યા હતા, પરંતુ આગમાં કોઈ જાનહાનીના સમાચાર સામે આવ્યા નથી.

Advertisement

ગામમાં પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો

તમને જણાવી દઇએ કે, પોલીસે દ્વારા અત્યારે આ મામલે કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. નોંધનીય છે કે, કાર્યવાહીના ભાગરૂપે આ ગામમાં પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. કુલ ત્રણ ઘરોમાં આગ લાગી હતી. જો કે, મોડાસા ફાયરની ટીમે સમયસર પહોંચીને આગ પર કાબુ મેળવી લીધો હતો. ત્યારે બાદ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આ વિસ્તારમાં અત્યારે પોલીસ વધારે તપાસ પણ કરી રહીં છે. જેથી આવી અન્ય કોઈ ઘટના ના બને.

Advertisement

આ પણ વાંચો: Heat Stroke: સ્ટેડિયમમાં જવું ભારે પડ્યું! મેચ દરમિયાન 41 ક્રિકેટ રસિકો હીટ સ્ટ્રોકનો ભોગ બન્યા

આ પણ વાંચો: Morbi: ચીખલીમાં 2 પરિવાર બાઝ્યા! તલવાર અને લાકડીઓ વડે એકબીજા પર હુમલો

આ પણ વાંચો: Weather Update in Gujarat: રાજ્યભરમાં અંગ દઝાડતી ગરમીનો પ્રકોપ યથાવત, 6 શહેરોમાં 45 ડિગ્રી તાપમાન નોંધાયું

Tags :
Advertisement

.