Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Gujarat માં છેલ્લા 22 કલાકમાં 161 તાલુકામાં વરસાદ ખાબક્યો, કેટલાય ડેમ થયો ઓવરફ્લો

Gujarat: ગુજરાતમાં અત્યારે સર્વત્ર વરસાદ પડી રહ્યો છે. અત્યારે રાજ્યમાં છેલ્લા 22 કલાકમાં 161 તાલુકામાં વરસાદ થયો હોવાના સમાચાર સામે આવ્યા છે. કચ્છ, વલસાડ, જામનગર, દ્વારકા, જૂનાગઢ અને ગીર સોમનાથ દરેક જગ્યાએ અત્યારે સારો એવો વરસાદ થયો છે. તેમાં પણ...
08:40 AM Jul 23, 2024 IST | VIMAL PRAJAPATI
Heavy Rains in Gujarat

Gujarat: ગુજરાતમાં અત્યારે સર્વત્ર વરસાદ પડી રહ્યો છે. અત્યારે રાજ્યમાં છેલ્લા 22 કલાકમાં 161 તાલુકામાં વરસાદ થયો હોવાના સમાચાર સામે આવ્યા છે. કચ્છ, વલસાડ, જામનગર, દ્વારકા, જૂનાગઢ અને ગીર સોમનાથ દરેક જગ્યાએ અત્યારે સારો એવો વરસાદ થયો છે. તેમાં પણ ખાસ કરીને વાત કરવામાં આવે તો, કચ્છ જિલ્લામાં ગત રાત્રિ દરમિયાન ભારે વરસાદ ખાબક્યો છે. આ સાથે મુન્દ્રામાં 5 ઇંચ અને માંડવીમાં 4 ઇંચ વરસાદ પડ્યો હોવાના સમાચાર સામે આવ્યા છે. નોંધનીય છે કે, નખત્રાણામાં 3 ઇંચ વરસાદ વરસ્યો હતો, જેથી વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હોવાનું સામે આવ્યું છે.

મધુબન ડેમના કેચમેન્ટ વિસ્તારમાં ભારે વરસાદ

ડેમમાં 74,000 ક્યુસેકથી વધુ પાણીની આવક થઈ

વલસાડની વાત કરવામાં આવે તો અહીં પણ જિલ્લાના મધુબન ડેમના કેચમેન્ટ વિસ્તારમાં ભારે વરસાદ નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે, ડેમમાં 74,000 ક્યુસેકથી વધુ પાણીની આવક થઈ છે. જેના કારણે ડેમના 10 દરવાજા 2.2 મીટર ખોલાયા છે. ડેમમાંથી 86,000 ક્યુસેકથી વધુ પાણી દમણ ગંગા નદીમાં છોડાયું હતું. જેના કારણે દમણ ગંગા નદી તોફાની સ્વરૂપે જોવા મળતા નદી કિનારા વિસ્તારના લોકોને સાવચેત રહેવાના સૂચન આપવામાં આવી છે.

જૂનાગઢના વિસાવદરમાં સવા 8 ઇંચ વરસાદ ખાબક્યો

વરસાદની વિગતે વાત કરીએ તો દ્વારકાના કલ્યાણપુરમાં 12 ઇંચ વરસાદ પડ્યો, જૂનાગઢના માણાવદરમાં 10 ઇંચ વરસાદ થયો જ્યારે જૂનાગઢના વિસાવદરમાં સવા 8 ઇંચ વરસાદ ખાબક્યો છે. આ સાથે સુરતના પલસાણામાં 8 ઇંચ વરસાદ નોંધાયો છે. તો સુરતના બારડોલી, જૂનાગઢના કેશોદમાં 7 - 7 ઇંચ વરસાદ થયો છે. એટલું જ નહીં પરંતુ વલસાડના કપરાડામાં સાડા 6 ઇંચ વરસાદ ખાબક્યો છે. આ સાથે માળિયા મિયાણા,વાપી,દ્વારકા, ઉપલેટામાં 6 ઇંચ વરસાદ થયો છે. નોંધનીય છે કે, રાણાવાવ, ઉમરગામ,કામરેજમાં સવા 5 ઇંચ વરસાદ થયો તો, ગીરગઢડા, ચીખલી, માંડવી અને કુતિયાણામાં 5 ઇંચ વરસાદ પડ્યો છે. ઉલ્લેખનીય છે કે, રાજ્ય (Gujarat)ના 14 તાલુકામાં 4 થી સાડા 4 સુધીનો વરસાદ ખાબક્યો છે. આ સાથે અન્ય તાલુકાઓમાં અડધાથી 4 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે.

ડેમ પરથી પડતો પાણીનો પ્રવાહ મનભાવન

જામનગરની જીવાદોરી સમાં રણજિત સાગર ડેમના આહલાદક આકાશી દ્રસ્યો જોવા મળ્યા છે. ડેમ પરથી પડતો પાણીનો પ્રવાહ મનભાવન લાગી રહ્યો હતો. ઉલ્લેખનીય છે કે, આંખોમાં સમાઈ જાય એવો નજારો સામે આવ્યો છે. આ રણજિત સાગર ડેમનું પાણી માત્ર જામનગર શહેરને પીવા માટે અનામત રાખવામાં આવે છે. આ સાથે 1940માં જામ રાજવીએ આ રણજિત સાગર ડેમ બંધાવ્યો હતો.

આ પણ વાંચો: Delhi Express Highway: કાર સાથે ટક્કર બાદ હવામાં ઉછળ્યાં માતા-પુત્ર, બંનેના મોત

આ પણ વાંચો: Union Budget 2024 : બજેટથી મધ્યમ વર્ગ, ખેડૂતો, મહિલાઓ, વેપારીઓ સહિત દરેક વર્ગને અપેક્ષાઓ

આ પણ વાંચો: PARIS Olympics 2024 : ઈતિહાસમાં પહેલીવાર યોજાશે આવી ઓપનિંગ સેરેમની

Tags :
GujaratGujarati NewsHeavy rainsHeavy Rains in GujaratHeavy Rains in Gujarat Newsheavy rains Updatelatest Rain UpdateVimal Prajapati
Next Article