Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ચાર દિવસમાં આવ્યા 16 લાખો શ્રદ્ધાળુઓ, Ambaji ના રસ્તાઓ જય અંબેના નાદથી ગૂંજ્યા

આજે 6.48 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા અંબાજીમાં દર્શન ચાર દિવસમાં 16.36 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન મંદિરમાં અત્યાર સુધીમાં 16.08 ગ્રામ સોનાની આવક Ambaji: જય જ્ય અંબેના નાદ સાથે અંબાજીના રસ્તાઓ ગૂંજી ઉઠ્યાં છે. અત્યારે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ મા અંબાના દર્શન...
ચાર દિવસમાં આવ્યા 16 લાખો શ્રદ્ધાળુઓ  ambaji ના રસ્તાઓ જય અંબેના નાદથી ગૂંજ્યા
  1. આજે 6.48 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા અંબાજીમાં દર્શન
  2. ચાર દિવસમાં 16.36 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન
  3. મંદિરમાં અત્યાર સુધીમાં 16.08 ગ્રામ સોનાની આવક

Ambaji: જય જ્ય અંબેના નાદ સાથે અંબાજીના રસ્તાઓ ગૂંજી ઉઠ્યાં છે. અત્યારે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ મા અંબાના દર્શન કરવા માટે અંબાજી જઈ રહ્યાં છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, અંબાજીમાં આજે એટલે માત્ર એક જ દિવસમાં 6.48 લાખ માઈભક્તોએ મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી છે. આ સાથે છેલ્લા ચાર દિવસમાં અંબાજીમાં 16.36 લાખ શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવ્યાં છે. કેટલા કિલી દુરથી લોકો પગપાળી સંઘ લઈને અંબાજી આવતા હોય છે. તેમના માટે પણ સારી એવી વ્યવસ્થા કરવામાં આવે છે.

Advertisement

આ પણ વાંચો: અમદાવાદ એરપોર્ટ ખાતે PM મોદીનું ભવ્ય સ્વાગત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને જગદીશ પંચાલ રહ્યા ઉપસ્થિત

Advertisement

મંદિરમાં ચાર દિવસમાં 16.08 ગ્રામ સોનાનું દાન આવ્યું

વધારે વિગતે વાત કરવામાં આવે તો, અંબાજીમાં જતા માર્ગો પર ભક્તિમય વાતાવરણ સાથે જય જ્ય અંબેના નાદ ગૂંજી રહ્યાં છે, આ સાથે ભક્તોમાં પણ અનેરો ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે. મંદિરની વાત કરવામાં આવે છે છેલ્લા ચાર દિવસમાં 16.08 ગ્રામ સોનાનું દાન આવ્યું છે. એટલું જ નહીં પરંતુ આ ચાર દિવસોમાં મંદિર પર કુલ 1882 ધજારોહણ પણ કરાઈ હોવાનું સામે આવ્યું છે. લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવી ચૂક્યા છે, જ્યારે હજી પણ લાખોની સંખ્યામાં લોકો પગપાળા આવી રહ્યાં છે.

આ પણ વાંચો: Rahul Gandhi દેશના નંબર-1 આતંકવાદી હોવાનો શીખ નેતાએ કર્યો દાવો

Advertisement

ચાર દિવસમાં 11.16 લાખ પેકેટ મોહનથાળના પ્રસાદનું વિતરણ

અહીંની વ્યવસ્થાની વાત કરવામાં આવે તો, અહીં ભોજનશાળામાં 2.76 લાખ યાત્રીઓએ તેનો લાભ લીધો છે. આ સાથે પ્રસાદની વાત કરવામાં આવે તો, છેલ્લા ચાર દિવસમાં 11.16 લાખ પેકેટ મોહનથાળના પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું થે મોહનથાળ સાથે સાથે ચાર દિવસમાં 20,166 પેકેટ ચીકીનું પણ વિતરણ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, અંબાજીના પ્રસાદનું અનેરુ મહત્વ પણ રહેલું છે. અંબાજીને ઉત્તર ગુજરાતનું સૌથી મોટું તીર્થ સ્થળ ગણવામાં આવે છે.

આ પણ વાંચો: આ ભારતીયને ટ્વિટર ચૂકવતું હતું 100 કરોડ, પછી આવ્યો Elon નામનો શનિ

Tags :
Advertisement

.