KUTCH : કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલે જળ રિચાર્જ બોરનું નિરીક્ષણ કર્યું
KUTCH : સુમરાસર ( શેખ ) ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલે (JAL SHAKTI MINISTER C. R. PATIL) જળસંચય કાર્યક્રમ અંતર્ગત બનેલા રિચાર્જ બોરની મુલાકાત લઇને કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.
ભૂગર્ભજળ ઉંચા લાવવા માટે કરાતા સહિયારા પ્રયાસોને બિરદાવ્યા
આ પ્રસંગે સાંસદ વિનોદભાઇ ચાવડાએ તેમની સંસ્થા સમાજ નવનિર્માણ ટ્રસ્ટ દ્વારા જનભાગીદારીથી જિલ્લાભરમાં બનાવાતા જળ રિચાર્જ બોરની કામગીરી અંગે વિગતવાર માહિતી આપી હતી. આ પ્રસંગે જળશક્તિ મંત્રીએ રિચાર્જ બોર બનાવનાર પાંચ ખેડૂતોનું સન્માન કરીને તેમને પ્રોત્સાહિત કર્યા હતા. આ પ્રસંગે જળશક્તિ મંત્રીશ્રીએ કચ્છમાં જળસંચય કાર્યક્રમ અંતર્ગત ભૂગર્ભજળ ઉંચા લાવવા માટે કરાતા સહિયારા પ્રયાસોને બિરદાવ્યા હતા.
મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા
આ કાર્યક્રમમાં ધારાસભ્ય કેશુભાઇ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા, આગેવાનો દેવજીભાઇ વરચંદ, ધવલભાઇ આચાર્ય, દામજીભાઇ ચાડ, વિરમભાઇ ચાડ, રણછોડભાઇ આહિર, આદમભાઇ શેખ, ભાણાભાઇ મહેશ્વરી, હરેશભાઇ રાઠોડ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ - કૌશિક છાંયા, કચ્છ
આ પણ વાંચો -- Hatkeswar Bridge : ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના પ્રહાર, કહ્યું- કોંગ્રેસની જુઠ્ઠાણી ગેંગ સાંભળો..!