Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

kutch: જખૌ વિસ્તારમાંથી ડ્રગ્સના 11 પેકેટ મળ્યા, સુરક્ષા એજન્સીઓમાં દોડધામ

બીએસએફને સર્ચ ઓપરેશન દરમિયાન 11 પેકેટ ડ્રગ્ય મળી આવ્યા ડ્રગ્સના 11 પેકેટનું વજન 11 કિલો હોવાનું સામે આવ્યું સીમા સુરક્ષા દળની પેટ્રોલિંગ દરમિયાન આ પેકેટો મળી આવ્યા Kutch: ગુજરાતમાં અત્યારે અનેક સ્થળેથી ડ્રગ્સ મળી આવ્યા હોવાનું સામે આવ્યું છે....
07:06 PM Sep 06, 2024 IST | VIMAL PRAJAPATI
Kutch
  1. બીએસએફને સર્ચ ઓપરેશન દરમિયાન 11 પેકેટ ડ્રગ્ય મળી આવ્યા
  2. ડ્રગ્સના 11 પેકેટનું વજન 11 કિલો હોવાનું સામે આવ્યું
  3. સીમા સુરક્ષા દળની પેટ્રોલિંગ દરમિયાન આ પેકેટો મળી આવ્યા

Kutch: ગુજરાતમાં અત્યારે અનેક સ્થળેથી ડ્રગ્સ મળી આવ્યા હોવાનું સામે આવ્યું છે. અબડાસા તાલુકાના જખૌ વિસ્તારમાંથી ડ્રગ્સના 11 પેકેટો મળી આવતા સુરક્ષા એજન્સીઓમાં દોડધામ મચી જવા પામી છે. જાણવા મળતી મુજબ બીએસએફના સર્ચ ઓપરેશન દરમિયાન 11 પેકેટ ડ્રગ્સના મળી આવ્યા હતા જેનું વજન 11 કિલો હોવાનું જાણવા મળે છે. સીમા સુરક્ષા દળની પેટ્રોલિંગ દરમિયાન આ પેકેટો મળી આવ્યા હતા. હજુ પણ ઓપરેશન યથાવત રહેવા પામ્યું છે છેલ્લા ઘણા સમયથી kutch ના દરિયાઈ વિસ્તારમાં એક યા બીજી રીતે ડ્રગ્સના પેકેટ મળી આવી રહ્યા છે જે ચિંતાજનક બાબત ગણી શકાય તેમ છે.

આ પણ વાંચો: Valsad: 3 વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટના, પોલીસે માત્ર 9 દિવસમાં 470 પાનાની ચાર્જશીટ ફાઈલ કરી

દરિયાઈ વિસ્તારમાં અવારનવાર પેકેટો મળી આવ્યા

kutch ના માંડવી જખૌ કોટેશ્વર સુધીના દરિયાઈ વિસ્તારમાં અવારનવાર પેકેટો મળી આવ્યા છે. અત્યાર સુધી કરોડોના ડ્રગ્સ મળી આવ્યા છે, સામે પારથી તણાઈને આવ્યા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. હજુ પણ સર્ચ ઓપરેશન યથાવત રહેવા પામ્યું છે. છેલ્લા લાંબા સમયથી પેકેટમાં ચરસ હેરોઈન સહિતનાનો સમાવેશ થાય છે. આજે મળી આવેલા પેકેટો અંગે તપાસ ચાલી રહી છે. પોલીસ દ્વારા અત્યારે તપાસ કરવામાં આવી રહીં છે.

આ પણ વાંચો: Mumtaz Baloch statement on junagadh: ‘જૂનાગઢ પાકિસ્તાનનું છે’ પાક. વિદેશ મંત્રાલયના પ્રવક્તા મુમતાઝ બલોચનો બફાટ

ક્રાઇમ બ્રાન્ચે સુકેવેલા ગાંજાનો પાવડર મળી આવ્યો

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની પ્રાથમિક તપાસમાં સુકવેલા ગાંજાનો મોટી માત્રામાં પાવડર પણ મળી આવ્યો છે. 1100 કિલો ડ્રગ્સ ઓડિશાથી ટ્રકમાં આવતું હોવાની માહિતી ક્રાઇમ બ્રાન્ચને મળી હતી. વટવા GIDC માં (GIDC Vatwa) આ ડ્રગ્સનો જથ્થો ઉતારવાનો હતો. ક્રાઇમ બ્રાન્ચને ગુજરાત સહિત અન્ય રાજ્યમાં ડ્રગ્સનો જથ્થો ઉતાર્યાની માહિતી પણ મળી છે. આ મામલે આગળની તપાસ કરવામાં આવી રહી છે.

અહેવાલ: કૌશિક છાંયા, કચ્છ

આ પણ વાંચો: વરસાદ બાદ હવે Chhotaudepur જનરલ હોસ્પિટલમાં દર્દીઓ ઉભરાયા, રોજની 400 થી 450 ઓપીડી

Tags :
drugsdrugs kutchGujaratGujarati NewsKutchKutch newslatest news
Next Article