Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પાટણમાં તલાટીની પરીક્ષાને લઈ ક્રિષ્ના ગ્રુપનું આયોજન, ઉમેદવારો માટે ખાસ વ્યવસ્થા

અહેવાલ -વિજય દેસાઇ  રાજ્યમાં તલાટીની પરીક્ષાની તારીખ જાહેર થઇ ગઇ છે. ત્યારે પાટણ અને આસપાસ આવ્યું હોય તો ચિંતા છોડી દો. ત્યાં તમામ સમાજ જ્ઞાતિના ઉમેદવારોના રહેવા-જમવા અને કેન્દ્રો સુધી પહોંચાડવા માટે  વિવિધ  સંસ્થાઓ દ્વારા આયોજન કરાયું આગામી 7 મેના...
પાટણમાં તલાટીની પરીક્ષાને લઈ ક્રિષ્ના ગ્રુપનું આયોજન  ઉમેદવારો માટે ખાસ વ્યવસ્થા

અહેવાલ -વિજય દેસાઇ 

Advertisement

રાજ્યમાં તલાટીની પરીક્ષાની તારીખ જાહેર થઇ ગઇ છે. ત્યારે પાટણ અને આસપાસ આવ્યું હોય તો ચિંતા છોડી દો. ત્યાં તમામ સમાજ જ્ઞાતિના ઉમેદવારોના રહેવા-જમવા અને કેન્દ્રો સુધી પહોંચાડવા માટે  વિવિધ  સંસ્થાઓ દ્વારા આયોજન કરાયું આગામી 7 મેના રોજ રાજ્યમાં લેવાનારી તલાટીની પરીક્ષામાં કોલલેટરની ફાળવણી થઈ રહી છે. આ પરીક્ષામાં અંદાજે 8.65  લાખ  ઉમેદવારો ભાગ લેવાના છે.

Advertisement

પાટણ જિલ્લામાં પરીક્ષા આપવા આવનાર ઉમેદવારો માટે શ્રી ક્રિષ્ના ગ્રુપ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. પરીક્ષાર્થી ભાઈઓ-બહેનો માટે રહેવા-જમવાની સાથે પરીક્ષા કેન્દ્રો સુધી મુકી જવા માટેની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. સુચારુ આયોજન માટે પરીક્ષા આપવા આવનાર ઉમેદવારોએ વોટ્સએપ નંબર પર મેસેજ કરીને નોંધણી કરાવીને 6 મેના સાંજે પહોંચી જવાનું રહેશે. પાટણ ખાતે બહેનોના રહેવા માટે દ્વારકેશ છાત્રાલય અને ભાઈઓ માટે ગોપાલક સંકુલમાં વ્યવસ્થા કરવામાં આવી છે. તમામ સમાજના ઉમેદવાર પોતાની નોંધણી કરાવીને સેવાનો લાભ મેળવી શકશે. 5 મે સુધી વોટ્સએપ મારફતે નોંધણી કરાવવાની રહેશે. વોટ્સએપ નંબર 9979058351 અને 9979021576 પર સંપર્ક કરી શકાશે.

Advertisement

પરીક્ષાર્થીઓ માટે કરેલા આયોજન અંગે કિરણભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, 7 મેના રોજ તલાટીની પરીક્ષા આપવા આવનારા તમામ સમાજ જ્ઞાતિના ઉમેદવાર ભાઈ-બહેનો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ઉમેદવારોના રહેવા-જમવાની સાથે પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચાડવા માટે ક્રિષ્ના ગ્રુપ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. વધુમાં વધુ ઉમેદવાર લાભ લે તેવી તેમણે ઈચ્છા વ્યક્ત કરી છે.

આ પણ  વાંચો- ગોંડલ : શ્રીમદ ભાગવત સપ્તાહમાં ચોરી કરનાર માં-દીકરી અને બે સાગરી અમદાવાદ થી ઝડપાયા

Tags :
Advertisement

.