Kheda: DGP વિકાસ સહાયે ખેડા SP કચેરીએ ક્રાઇમ કોન્ફરન્સ યોજી, DGP- અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરાઈ
- DGP વિકાસ સહાયે નડીયાદની લીધી મુલાકાત
- ક્રાઇમ કન્ટ્રોલ અને વ્યવસ્થાને લઈ કરાઈ ચર્ચા
- SP કચેરીએ ક્રાઇમ કોન્ફરન્સ યોજી આપ્યું નિવેદન
- રાજ્યમાંથી 400 નાસતા ફરતા આરોપીઓ ઝડપ્યા: DGP
ગુજરાતના ડીપીજી વિકાસ સહાય (gujarat DGP Vikash sahay) ખેડા જીલ્લા (Kheda District)ના નડીયાદની મુલાકાત લીધી હતી. તેમજ એસપી કચેરી ખાતે ક્રાઈમ કોન્ફરન્સ (Crime Conference)નું આયોજન કર્યું હતું. તેમજ ક્રાઈમ કંટ્રોલ અને વ્યવસ્થાને લઈ ડીજીપી વિકાસ સહાયે(DGP Vikash sahay) જણાવ્યું હતું કે, માર્ચ 2025 માં રાજ્યમાંથી નાસતા ફરતા 400 જેટલા આરોપીઓ ઝડપી પાડ્યા છે. જેમાં 222 એક વર્ષથી વધુ સમયથી ભાગતા ફરતા હતા. તેમજ ત્રણ વાત તમારી ત્રણ અમારી કાર્યક્રમ મુજબ મહિનામાં બે વખત પબ્લિક મીટીંગ કરીએ છીએ. અત્યાર સુધી 1500 થી વધુ મીટીંગ યોજાઈ છે.

તેરા તુજકો કાર્યક્રમમાં 25 કરોડની વસ્તુઓ પાછી આપી
તેમજ તેરા તુઝકો અર્પણનાં 772 જેટલા કાર્યક્રમો રાજ્યમાં યોજી 25 કરોડની વસ્તુઓ પાછી આપી છે. સાયબર ક્રાઈમ ફ્રોડ (Cyber Fraud) થયેલ 13.35 કરોડ લોકોને પરત આપવામાં આવ્યા છે. રાજ્યમાં માર્ચ 2025 માં 64 એફઆઈઆર કરી 100 જેટલા વ્યાજખોર માફીયાઓને ઝડપી પાડવામાં આવ્યા છે. તેમજ જરૂરિયાત મંદ લોકો માટે 31 લોનમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યમાં 60157 અસામાજિક તત્વોનું લિસ્ટ તૈયાર છે. 373 ગેરકાયદેસર બાંધકામોને જમીન દોસ્ત કર્યા છે. 1046 વીજ જોડાણ કાપવામાં આવ્યા છે. તેમજ 4500 અસામાજિક તત્વોને પાસા દરખાસ્ત કરવામાં આવ્યા છે. વારંવાર ગુનાઓ કરતા ગુનેગારોને જામીનના શરત પાલન ન કરતા તત્વોના જામીન કેન્સલ થાય તેવા પ્રયત્ન કરાશે.
બે દિવસમાં 6500 શંકાસ્પદ બાંગ્લાદેશીઓ પકડાયા
ગેરકાયદેસર ઘૂસણખોરી કરનાર બાંગ્લાદેશીઓ વિરુદ્ધ અભિયાન શરૂ કર્યું છે. સુરતમાં 132 અને અમદાવાદ 890માંથી શંકાસ્પદ બાંગ્લાદેશી પકડી પાડ્યા અન્ય જિલ્લામાં પણ સર્ચ ચાલુ છે. છેલ્લા 2 દિવસમાં આશરે 6500 શંકાસ્પદ બાંગ્લાદેશીઓ પકડી લીધા હતા. 450 બાંગ્લાદેશીંઓની પ્રસ્થાપિત થયા છે જેમની ઓળખ થઈ છે. જે ગેરકાયદેસર રીતે આવ્યા હતા જેમાં સુરત160 ભરૂચમાં 33 અમદાવાદ100 જેટલા છે. ગુજરાત પોલીસ દ્વારા ક્રાઇમ કન્ટ્રોલ અને સુરક્ષા વ્યવસ્થા જાળવવા માટે કટિબદ્ધ છે.
ડીજીપીએ શું કહ્યું
ગુજરાત ડીજીપી વિકાસ સહાયે ક્રાઈમ કોન્ફરન્સ દરમ્યાન જણાવ્યું હતું કે, મને જણાવતા ખૂબ આનંદ થાય છે કે અમદાવાદ શહેર હોય કે સુરત શહેર હોય, વડોદરા હોય ચારેય મહાનગરમાં ગયા માસમાં ક્રાઈમ અંકુશમાં ક્રાઈમનાં ફીગર પર હું જવા માંગતો નથી. અમે બધા એમ માનીએ છીએ કે પોલીસની કામગીરીની જે વ્યવસ્થાઓ છે. પોલીસની કામગીરી કરવાની જે શૈલી છે. કાર્યપદ્ધતિ છે તે બધુ વ્યવસ્થિત કેવી રીતે થાય. એ બધુ સુદ્રઢ કેવી રીતે થાય કેવી રીતે બધુ અસરકારક પરિણામલક્ષી અને પ્રજાલક્ષી કામગીરી ગુજરાત પોલીસ તરફથી થાય તે અંગે વધારે ચર્ચાઓ કરવામાં આવે છે. ગુજરાત પોલીસ તરફથી ક્રાઈમને કંટ્રોલ કરવા માટે લો એન્ડ ઓર્ડર અંકુશમાં રહે તે માટે, અસામાજિક તત્વો સામે લાલ આંખ કરી કેવી રીતે કાર્યવાહી કરવી તે માટે. તેમજ ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓ વિરૂદ્ધમાં કાર્યવાહી કરવા માટે ગુજરાત પોલીસ તત્પર છે. આજની ક્રાઈમ કોન્ફરન્સમાં ખૂબ જ ઊંડાણ પૂર્વક ચર્ચા કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ Valsad: વાપી શહેર, GIDC સહિત રેલવે સ્ટેશન વિસ્તારમાં પોલીસે ચેકિંગ હાથ ધર્યું