Kheda: પોલીસે સેવાલિયા પાસેથી 14.90 લાખનું ડ્રગ્સ ઝડપી પાડ્યું, એકની કરી અટકાયત
Kheda: સેવાલિયા પાસેથી પોલીસે બાય રોડ મધ્યપ્રદેશથી રાજકોટ લઇ જવાતું 14.90 લાખનું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. ઉલ્લેખનીય છે કે, ડ્રગ્સ માફિયાઓ હવે આંતરરાજ્યથી બાય રોડ ગુજરાતમાં ડ્રગ્સ ઘુસાડી રહ્યા છે. ખેડા (Kheda) જિલ્લાના સેવાલિયા પાસેથી પર પ્રાંતિય ઈસમ પાસેથી રૂપિયા 14.90 લાખનું મેફેડ્રોન નામનું ડ્રગ્સ મળી આવ્યું છે. પોલીસે એક ઈસમની અટકાયત કરી આ ડ્રગ્સ કોને આપ્યું? ક્યાં ડિલિવરી કરવાનું હતું? આ તમામ દિશામાં પૂછપરછ કરતા ચોકાવનારો ખુલાસો થયો છે.
બાતમીના આધારે ગતરોજ માંડી સાંજે એક ઓપરેશન પાર પાડ્યું
ઉલ્લેખનીય છે કે, આ ડ્રગ્સનો જથ્થો મધ્યપ્રદેશથી લાવી રાજકોટ શહેરમાં પહોંચાડવાનું હોવાનો ઘટસ્પોટ થયો થયો છે. પોલીસે નાર્કોટિક્સ ડ્રગ્સ અધિનિયમ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરી દીધી છે. સેવાલિયા પોલીસ અને ડાકોર સીપીઆઇએ ગુપ્ત બાતમીના આધારે ગતરોજ માંડી સાંજે એક ઓપરેશન પાર પાડ્યું હતું. સેવાલિયા બસ સ્ટેન્ડ પાસે રેલવે કોલોની એક શંકાસ્પદ ઈસમ ડ્રગ્સ લઈને આવનાર છે. પોલીસે આ ઈસમને કોર્ડન કરી પૂછપરછ કરતા ઈસમે પોતાનું નામ ગોપાલ નધુલાલ મહેર (રહે દુધાલિયા, ઝાલાવાર, રાજસ્થાન) હોવાનું જણાવ્યું હતું.
બેગમાંથી પીળાસ પડતો ભુકા જેવો પાવડર મળી આવ્યો
પોલીસે તપાસ કરી તો ગોપાલ પાસે રહેલ બેગમાંથી પીળાસ પડતો ભુકા જેવો પાવડર મળી આવ્યો હતો. પોલીસની ટામ સાથે આવેલ FSL એ આ પાઉડરનો જથ્થો પરિક્ષણ કરતા મેફેડ્રોન નામનું ડ્રગ્સ હોવાનો ખુલાસો થયો હતો. આ સાથે પોલીસ દ્વારા જાપ્તા સાથે ગોપાલને પોલીસ સ્ટેશન લાવી ડ્રગ્સ કિંમત 14 લાખ 97 હજાર 70 રૂપિયાનો મુદામાલ કબ્જે કરી લેવામાં આવ્યો છે. આ ડ્રગ્સ કોને આપ્યું અને ક્યાં લઇ જવાતું હતું તે દિશા માં તપાસ હાથ ધરવામાં આવી છે.