Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ખેડા : મહી કેનાલમાંથી મહિલા અને 2 બાળકોના મૃતદેહ મળતા ચકચાર, પોલીસે હાથ ધરી તપાસ

ખેડા જિલ્લાના ગળતેશ્વર મુખ્ય મહી કેનાલમાંથી બે બાળકોના અને એક મહિલાઓ મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. કેનાલમાંથી મૃતદેહને જોઈને સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને મૃતદેહોને કેનાલમાંથી બહાર કાઢ્યા હતા. ત્યાર બાદ પોલીસને જાણ કરતા પોલીસનો કાફલો...
03:40 PM May 06, 2023 IST | Dhruv Parmar

ખેડા જિલ્લાના ગળતેશ્વર મુખ્ય મહી કેનાલમાંથી બે બાળકોના અને એક મહિલાઓ મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. કેનાલમાંથી મૃતદેહને જોઈને સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને મૃતદેહોને કેનાલમાંથી બહાર કાઢ્યા હતા. ત્યાર બાદ પોલીસને જાણ કરતા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

મળતી જાણકારી અનુસાર, ખેડાના ગળતેશ્વર ગામના ખેડૂતોએ બે બાળકોના મૃતદેહોને કેનાલમાં તરતા જોઇને પોલીસને જાણ કરી હતી. જે બાદ સેવાલિયા પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. જે બાદ પોલીસે સ્થાનિકોની મદદથી કેનાલમાંથી બંને બાળકોના મૃતદેહોને બહાર કાઢ્યા હતા. હાલ મૃતદેહને પોલીસ દ્વારા પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

ગળતેશ્વર તાલુકાના વનોડ ગામની સીમમાંથી મહિ સિંચાઇની મુખ્ય કેનાલ પસાર થાય છે. બંને બાળકો કોણ હતા, કઈ રીતે કેનાલમાં તણાઈ આવ્યા અને કયા ગામના હતા તે દિશામાં હાલ પોલીસે તપાસ હાથ ધરી છે.

Tags :
canalGalateshwarGujaratKhedaMahi river
Next Article