ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

KHEDA : કેન્દ્રીય રાજ્ય સંચાર મંત્રીશ્રી દેવુસિંહ ચૌહાણની અઘ્યક્ષતામાં મહુધા ખાતે કૃષિ મેળો યોજાયો

આંતરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ 2023ની ઉજવણીના અનુસંધાનમાં કેન્દ્રીય રાજ્ય સંચાર મંત્રીશ્રી દેવુસિંહ ચૌહાણની અઘ્યક્ષતામાં તાલુકા કક્ષાનો કૃષિ મેળો 22 ગામ પાટીદાર સમાજ વાડી, મહુધા ખાતે ખેતીવાડી વિભાગ ખેડા જિલ્લા પંચાયત દ્વારા યોજાયો. જેમાં મંત્રીશ્રી દેવુસિંહ ચૌહાણના હસ્તે ખેતીવાડી વિભાગની વિવિધ યોજનાઓ...
04:11 PM Oct 16, 2023 IST | Harsh Bhatt

આંતરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ 2023ની ઉજવણીના અનુસંધાનમાં કેન્દ્રીય રાજ્ય સંચાર મંત્રીશ્રી દેવુસિંહ ચૌહાણની અઘ્યક્ષતામાં તાલુકા કક્ષાનો કૃષિ મેળો 22 ગામ પાટીદાર સમાજ વાડી, મહુધા ખાતે ખેતીવાડી વિભાગ ખેડા જિલ્લા પંચાયત દ્વારા યોજાયો. જેમાં મંત્રીશ્રી દેવુસિંહ ચૌહાણના હસ્તે ખેતીવાડી વિભાગની વિવિધ યોજનાઓ અંતર્ગત ટ્રેક્ટર અને રોટાવેટરના કુલ 05 લાભાર્થીઓને રૂપિયા 2.03 લાખના સહાયપત્રોનું વિતરણ કરવામાં આવ્યું. તથા મહુધા તાલુકાના ગામોમાં રાગી, કોદરી, બાવટો વગેરે મિલેટ્સની ખેતી કરતા કુલ 05 ખેડૂતોનું મિલેટ્સ પ્રોત્સાહન કીટ અને સન્માન પત્રો આપી સન્માન કરવામાં આવ્યું. કૃષિ મેળામાં લોક કલાકારો દ્વારા મિલેટ્સના લાભ વિશે જાગૃતિ આપતું નાટક રજૂ કરવામાં આવ્યું હતું. ઉપરાંત ખેતી સંલગ્ન વિવિધ બાબતોની માહિતી આપતા સ્ટોલ લગાવવામાં આવ્યા હતા.

નવી પેઢીના ખેડૂતોને પરંપરાગત ઢબની ખેતી કરવા હાકલ કરી 

આ પ્રસંગે કેન્દ્રીય રાજ્ય સંચાર મંત્રીશ્રી દેવુસિંહ ચૌહાણે આંતરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ 2023 ઉજવણી અંતર્ગત ભારત સહિત વિશ્વમાં મિલેટ્સના વધતા ઉપયોગ વિશે વાત કરી હતી. મંત્રીશ્રીએ જણાવ્યું હતું ભારત આજે પણ ખેતી પ્રધાન દેશ છે ત્યારે નવી પેઢીના ખેડૂતોને પરંપરાગત ઢબની ખેતીથી આગળ વધીને ખેતીમાં નવતર પ્રયોગના સાહસ કરવા હાકલ કરી હતી, સાથે સાથે તેમણે ખેતી, આરોગ્ય, પાણી બચાવ, પશુપાલન અને આરોગ્યને લગતાં વિવિધ લોકશિક્ષણના મુદ્દાઓને સરળ શૈલીમાં રજૂ કરી ઉપસ્થિત સૌને પોઝિટિવ મિલેટ્સ એટલે કે બાજરી, રાગી, જુવાર વગેરેના ઉપયોગને વધારવા અને આવા ઉમદા પ્રયત્નો થકી ખેડૂતોને પ્રોત્સાહન આપવા અપીલ કરી હતી. સાથે સાથે મંત્રીશ્રીએ કૃષિ સંલગ્ન વિવિધ સ્ટોલની પ્રત્યક્ષ મુલાકાત લઈ સ્ટોલધારકોને પ્રોત્સાહિત કર્યા હતા.

23,473 ખેડૂતોને પ્રતિ વર્ષ રૂપિયા 6000 ની સહાય અપાય છે 

મહુધા ધારાસભ્ય શ્રી સંજયસિંહ મહીડાએ મહુધા તાલુકાના ખેતીના વાવેતર અને વિવિધ કૃષિ સહાય યોજનાઓની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે પ્રધામંત્રીશ્રી કિશાન સન્માન નિધિ યોજના હેઠળ મહુધાના કુલ 23,473 ખેડૂતોને પ્રતિ વર્ષ રૂ.6000 ની સહાય આપવામાં આવી રહી છે. જેમાં અત્યાર સુધીમાં કુલ રૂ.197 કરોડની સહાય મળેલ છે. ઉપરાંત ખેડૂત અકસ્માત વીમા યોજનામાં ખેડા જિલ્લામાં વર્ષ 2022-23માં કુલ 119 લાભાર્થીઓને રૂ. 238 લાખ વીમા વળતર પેટે ચૂકવવામાં આવેલ છે. ધારાસભ્યશ્રીએ પ્રાકૃતિક ખેતી, દેશી ગાય આધારિત ખેતી અને મિલેટ્સના ઉપયોગનો વ્યાપ વધારવા અનુરોધ કર્યો હતો.

મિલેટ્સ વિશે અપાઈ  માહિતિ

ઉપરાંત જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી ડી.એચ.રબારીએ મિલેટ્સમેન ડો. કાદરવલ્લીને યાદ કરતા મિલેટ્સના વિવિધ પ્રકારો એટલે પોઝીટીવ, નેગેટીવ અને ન્યુટ્રલ મિલેટ્સનુ સરળ શબ્દોમાં વર્ગીકરણ કર્યુ હતુ. જેમાં પોઝીટીવ મિલેટ્સમાં કોદરી, રાગી વગેરેના સ્વાસ્થ્યને લગતા ફાયદાની વાત તેમણે કરી હતી. તથા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, દેથલીના કૃષિ વૈજ્ઞાનિક શ્રી કલ્પેશભાઈએ ખેતીમાં વૈજ્ઞાનીક પદ્ધતિના ઉપયોગ, પ્રાકૃતિક કૃષિ અને મિલેટ્સ વિશે માહિતિ આપી હતી.

આ કૃષિ મેળામાં મહુધા ધારાસભ્યશ્રી સંજયસિંહ મહીડા, જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી ડી.એચ. રબારી, આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી જીતેન્દ્ર સુથાર, એ.પી.એમ.સી ચેરમનશ્રી ચંદ્રકાંતભાઈ પટેલ, પૂર્વ એ.પી.એમ.સી ચેરમેન નિલેશ પટેલ, આગેવાન શ્રી જયંતિ સોઢા, આગેવાન શ્રી રૂપેશ રાઠોડ, જિલ્લા સહકારી સંઘ મંત્રી શ્રી અર્જૂન વાઘેલા, કૃષિ વૈજ્ઞાનિક-દેથલી શ્રી કલ્પેશભાઈ, બાગાયત અને ખેતીવાડી વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ, ગ્રામશિલ્પીઓ સહિત મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા.

આ પણ વાંચો --  KUTCH : આશાપુરા ધામમાં વિકાસનો ધમધમાટ, ખાટલા ભવાની મંદિર અને ચાચરા કુંડનું કરાયું અદ્યતન નવીનીકરણ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
BJPDevusinh ChauhanfarmKhedaMahudhaMillets
Next Article