Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ખંભાતના પૂર્વ ધારાસભ્ય અને શહેર ભાજપ પ્રમુખ સહિત અન્ય 13 આરોપીઓને નિર્દોષ ઠેરવતી ખંભાત કોર્ટ

ખંભાતમાં 2020 માં પીરજપુરમાં આગચંપી અને હિંસક જૂથ અથડામણ અને કોમી હિંસા ફાટી નીકળી હતી. જેમાં બે જૂથ આમને સામને આવી જતા પીરજપુર વિસ્તારમાં એક જૂથને ખૂબ જ નુકસાન પહોંચ્યું હતું. આ નુકસાન બાબતે ન્યાય મેળવવા તેમજ લોકોને જાગૃત...
01:07 PM Mar 16, 2024 IST | Harsh Bhatt
ખંભાતમાં 2020 માં પીરજપુરમાં આગચંપી અને હિંસક જૂથ અથડામણ અને કોમી હિંસા ફાટી નીકળી હતી. જેમાં બે જૂથ આમને સામને આવી જતા પીરજપુર વિસ્તારમાં એક જૂથને ખૂબ જ નુકસાન પહોંચ્યું હતું. આ નુકસાન બાબતે ન્યાય મેળવવા તેમજ લોકોને જાગૃત કરવા  25 /2 /2020 ને 10 કલાકે જિલ્લા મેજિસ્ટ્રેટના આણંદના જાહેરનામાનો ભંગ કરી વગર મંજૂરીએ ખંભાત શહેરના ગવારા ટાવર પાસે જનમેદની ભેગી કરી મુશ્કેલી જનક ભાષણ કરવાના ગુનામાં ખંભાત સીટી પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ જે ચૌધરી એ સરકાર તરફ થી 15 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી અને તમામ આરોપીઓ વિરુદ્ધ ગુજરાત પોલીસ એક્ટની કલમ 135 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

15 આરોપીઓ વિરુદ્ધ કેસ દાખલ થયો હતો 

જે મુજબ ખંભાત એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં ફોજદારી કેસ નંબર 1677 / 2022 દાખલ થયો હતો 15 આરોપીઓ વિરુદ્ધ દાખલ થયેલ આ કેસમાં આક્ષેપિત ગુનાના આવશ્યક તત્વો રેકોર્ડ ઉપર તમામ પુરાવાઓ ફલિત થતાં ન હોઇ ફરિયાદી પક્ષના આરોપીઓને પોલીસ એક્ટની કલમ 135 અન્વયે સજાને પાત્ર ગુનામાં નિર્દોષ ઠેરવી છોડી મૂકવાનો હુકમ થતા શહેરીજનોમાં આનંદની લાગણી વ્યાપી છે.
આ અંગે પ્રાપ્ય માહિતી મુજબ ખંભાતમાં વર્ષ 2020 માં પીરજપુર વિસ્તારમાં હિંસક જૂથ અથડામણ અને આગચંપીના બનાવો બનવા પામ્યા હતા. જે બાબતે એક જૂથના લોકો તારીખ 25/ 2/ 2020 ને સવારે 10:00 કલાકે જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરી વગર મંજૂરીએ શહેરના ગવારા ટાવર પાસે જનમેદની ભેગી કરવાના અને ઉશ્કેરણી જનક ભાષણ કરવાના ગુનામાં પૂર્વ પૂર્વ ધારાસભ્ય સંજયભાઈ પટેલ શહેર ભાજપ પ્રમુખ પિનાકીન બ્રહ્મભટ્ટ હિન્દુ સમાજના અગ્રણી અનિલભાઈ ઉર્ફે નાનકાભાઈ પટેલ ,જયવીર જોશી, નંદ કિશોર બ્રહ્મભટ્ટ, સ્વામી વિસ્વાનંદ સરસ્વતી, હંસાબેન શ્રીગોડ, ધર્મેન્દ્રકુમાર રાઠોડ, કલ્પેશ પંડિત, અશોક ખલાસી, રાજેશભાઈ રાણા, રીટાબેન નાગર, બલરામભાઇ ભટ્ટ, પાર્થ પટેલ, ચંદ્રકાંત ઉર્ફે મંગાભાઈ ની વિરુદ્ધ ખંભાત સીટી પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ જે ચૌધરીએ સરકાર તરફે ખંભાત સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ રજીસ્ટર નંબર 52/2020 થી ગુજરાત પોલીસ એક્ટની કલમ 135 મુજબ ગુનો નોંધી ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
ખંભાત એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ભરત આડેદરા એ આજે  આખરી હુકમ કરી જણાવ્યું હતું કે આ તમામ આરોપીઓ કલમ 135 અનવયે સજાને પાત્ર ગુનામાં નિર્દોષ ઠેરવવામાં આવ્યા છે. જેને લઇ ખંભાત શહેરમાં તથા હિન્દુ સમાજમાં આનંદની લાગણી વ્યાપી છે.
અહેવાલ - યશદીપ ગઢવી 
આ પણ વાંચો : GODHRA : આંગળીયા ગામમાં પેટા આરોગ્ય કેન્દ્ર માગણી મુદ્દે ગ્રામજનો મક્કમ બન્યા
Tags :
AnandARTICLE 135BJPCrimeEX MLAGujarat FirstkhambhatKHAMBHAT COURTNOT GUILTYverdict
Next Article