Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

કેડી મેરેથોન-2024 નો ઉદ્દેશ અંગદાન માટે (organ donation) અનુરોધ કરીને આ મુદ્દે જાગૃતી પ્રસરાવવાનો

KD Marathon: અમદાવાદમાં તારીખ 4 ફેબ્રુઆરી, 2024ને રવિવારે રિવરફ્રન્ટ ખાતે વહેલી સવારે કેડીમેરેથોન-2024 યોજાઈ હતી. આ કેડીમેરેથોન-2024 ની બીજી એડિશનમાં પાંચ હજારથી વધુ લોકો માત્ર દોડ માટે જ નહી પણ અંગદાન (organ donation) ના ઉમદા ઉદ્દેશને પ્રોત્સાહિત કરવા ઉષ્માભેર સામેલ...
કેડી મેરેથોન 2024 નો ઉદ્દેશ અંગદાન માટે  organ donation  અનુરોધ કરીને આ મુદ્દે જાગૃતી પ્રસરાવવાનો
Advertisement

KD Marathon: અમદાવાદમાં તારીખ 4 ફેબ્રુઆરી, 2024ને રવિવારે રિવરફ્રન્ટ ખાતે વહેલી સવારે કેડીમેરેથોન-2024 યોજાઈ હતી. આ કેડીમેરેથોન-2024 ની બીજી એડિશનમાં પાંચ હજારથી વધુ લોકો માત્ર દોડ માટે જ નહી પણ અંગદાન (organ donation) ના ઉમદા ઉદ્દેશને પ્રોત્સાહિત કરવા ઉષ્માભેર સામેલ થયા હતા. ઉલ્લેખનીય છે કે, ડો. અદિતદેસાઈ, ડો. અનુજાદેસાઈ, ડો. પાર્થ દેસાઈ સહિત કે.ડી હૉસ્પિટલ મેનેજમેન્ટ ટીમના અન્ય અગ્રણીઓએ આ પ્રસંગે હાજર રહીને મેરેથોનને લીલી ઝંડી આપી હતી.

2023માં ભારતભરમાં 1000થી વધુનું અંગદાન થયું

આ કાર્યક્રમ મારફતે ખેલ ભાવના દર્શાવવા ઉપરાંત કેડી મેરેથોન-2024 નો ઉદ્દેશ અંગદાન માટે (organ donation) અનુરોધ કરીને આ મુદ્દે જાગૃતી પ્રસરાવવાનો છે. દેશમાં બે લાખ (2,00,000) થી વધુ વ્યક્તિઓ અંગદાનની પ્રતીક્ષા કરી રહ્યા છે. ત્યારે આ મેરેથોન અંગદાનની પ્રેરણા માટે એક મહત્વનો મુદ્દો બની રહે છે. અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 2023માં ભારતભરમાં પ્રથમ વાર 1000થી વધુ વ્યકિતઓનું અંગદાન થયું છે. અને તેમાં ગુજરાત 146 અંગદાતા સાથે પાંચમા ક્રમે રહ્યું છે.

Advertisement

Advertisement

જો કે આ પછી પણ ભારત દેશમાં દસ લાખની વસ્તીએ 0.8 વ્યક્તિ જ અંગદાન કરે છે, જ્યારે કે બીજા દેશોમાં આ આંકડો 35 થી 40 વ્યક્તિનો છે. કેડી મેરેથોન-2024નો ઉદ્દેશ લોકોને રજીસ્ટર્ડ ઓર્ગનડોનર બનવાની પ્રેરણા આપીને અંગદાનની માંગ અને પુરવઠા વચ્ચેનુ અંતર ઘટાડવાનો અને અનેક લોકોનો જીવ બચાવવામાં નિમિત્ત બનવાની પ્રેરણા આપવાનો છે.

અગત્યનો હેતુ લોકોનો જીવ બચાવા અંગે પ્રેરણા આપવાનો

આ પ્રસંગે કેડી હોસ્પિટલે અંગદાનનો હકારાત્મક સંદેશ પ્રસરાવવામાં સહયોગ બદલ સ્ટેટ ઓર્ગન એન્ડ ટીસ્યુટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઈઝેશન (SOTTO)નો આભાર માન્યો હતો. આ પ્રસંગે કેડી હોસ્પિટલના મેનેજીંગ ડિરેકટર ડો.અદિત દેસાઈ તંદુરસ્તી જાળવવા અંગે મહત્વપૂર્ણ સંદેશો આપતાં તેમના પ્રેરક પ્રવચનમાં જણાવ્યુ હતું કે, ‘આપણે તંદુરસ્ત હોઈએ તો અન્યના જીવન માટે મદદ રૂપ થઈ શકીએ છીએ. કેડી મેરેથોન એ તમામ લોકોને આરોગ્ય માટે અગ્રતા આપવાની યાદ આપીને પોતાના જીવ ઉપરાંત અન્ય વ્યક્તિ માટે પણ અંગદાન (organ donation) થકી ઉપયોગી બનવાની યાદ અપાવે છે.’

કેડી હોસ્પિટલે 100 થી વધુ જાગૃતી ઝુંબેશ કરી

કેડી હોસ્પિટલ તેના ઘનિષ્ઠ ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામ હેઠળ લીવર, કીડની, હૃદય, ફેફસાં અને કોર્નીયાને આવરી લઈને તબીબી ઉત્કૃષ્ટતા નામ શાલચી તરીકે કામ કરી રહી છે. હોસ્પિટલનો સ્ટાફ પણ અંગદાનનુ મહત્વ સમજાવીને વિવિધ જાગૃતી ઝુંબેશોમાં સક્રિય છે. આ પ્રયાસોની સાથે સાથે કરૂણાની ભાવનાથી કેડી હોસ્પિટલે 100 થી વધુ જાગૃતી ઝુંબેશ વડે 3 લાખથી વધુ લોકો સુધી પહોંચીને આરોગ્ય અને સમાજ જાગૃતીની કટીબધ્ધતા વ્યક્ત કરી છે. કેડી મેરેથોન અગત્યના મિશન માટે આ મહત્વપૂર્ણ પ્રયાસ વડે આ મહત્વના ઉદ્દેશ માટેની સફળતામાં કાર્યરત બની આગળ વધી રહી છે.

કેડી મેરેથોન-2024ની અભૂતપૂર્વ સફળતા અંગે માહિતી મેળવવા કૃપયા સંપર્ક કરોઃ

હિમાંશુ શર્મા : +91 98980 21336
બિકાસ શર્મા : +91 90402 51080

આ પણ વાંચો: MORBI: મહાનગરનો દરજ્જો તો મળશે પરતું પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે તેનું શું?

Tags :
Advertisement

.

×