Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Junagadh: ‘Eco Sensitive Zone નામનો રાક્ષસ આવી રહ્યો છે’ ગીરની દીકરીએ વ્યક્ત કરી વેદન

Eco Sensitive Zone મામલે ગીરની દીકરીની વેદના ઇકો સેન્સિટિવ ઝોન મુદ્દે વનમંત્રી મુળુભાઈ બેરાનું નિવેદન સરકારે 'ઈકો સેન્સિટિવ ઝોન'નું પ્રાથમિક જાહેરનામું બહાર પડ્યું Junagadh: ગીર સોમનાથ જિલ્લામાં ઇકો સેન્સેટીવ ઝોનનો વિરોધ અત્યારે સતત વધી રહ્યો છે. ખાસ કરીને વાચ...
junagadh  ‘eco sensitive zone નામનો રાક્ષસ આવી રહ્યો છે’ ગીરની દીકરીએ વ્યક્ત કરી વેદન
  1. Eco Sensitive Zone મામલે ગીરની દીકરીની વેદના
  2. ઇકો સેન્સિટિવ ઝોન મુદ્દે વનમંત્રી મુળુભાઈ બેરાનું નિવેદન
  3. સરકારે 'ઈકો સેન્સિટિવ ઝોન'નું પ્રાથમિક જાહેરનામું બહાર પડ્યું

Junagadh: ગીર સોમનાથ જિલ્લામાં ઇકો સેન્સેટીવ ઝોનનો વિરોધ અત્યારે સતત વધી રહ્યો છે. ખાસ કરીને વાચ કરવામાં આવે તો, અત્યારે ઇકો સેન્સિટિવ ઝોન મુદ્દે વનમંત્રી મુળુભાઈ બેરાનું નિવેદન સામે આવ્યું છે. નોંધનીય છે કે, 'ઈકો સેન્સિટિવ ઝોન'નું પ્રાથમિક જાહેરનામું બહાર પડ્યું છે. પ્રાથમિક જાહેરનામા પછી 60 દિવસ સુધી વાંધા રજૂ કરી શકાય છે. જો કે, જાહેરાતનાં થોડા જ દિવસોમાં જ વિરોધનાં અનેક કિસ્સા સામે આવ્યા છે.

Advertisement

60 દિવસ સુધી અમે વાંધા સૂચનો મંગાવ્યા છેઃ મુળુભાઈ બેરા

મુળુભાઈ બેરાએ કહ્યું કે, ખેડૂતોને મુશ્કેલી પડશે તે વાતમાં સત્યતા નથી. ઇકો સેન્સિટિવ ઝોન આ વિસ્તારમાં છેલ્લા 8 વર્ષથી લાગુ જ છે. અત્યાર સુધી 10 કિ.મી. સુધી તે વિસ્તરેલો હતો, પહેલા કરતા કિલોમીટર અને વિસ્તાર પણ ઘટ્યો છે. આ સાથે 60 દિવસ સુધી અમે વાંધા સૂચનો મંગાવ્યા છે. આ મામલે બધાની રજૂઆત સાંભળવામાં આવશે. અને ત્યારબાદ આખરી જાહેરનામું બહાર પાડવામાં આવશે.

Advertisement

આ પણ વાંચો: 'Eco Sensitive Zone' સામે હલ્લાબોલ! તાલાલામાં હજારો મહિલા, ખેડૂતોની 'મહારેલી', મેંદરડામાં 'મહાસભા'

અમારા જેવા નાના બાળકોના ભવિષ્ય માટે આગળ આવોઃ ગીરની બાળા

નોંધનીય છે કે, જૂનાગઢ (Junagadh)ના ગીર પંથકમાં ઇકો સેન્સિટિવ ઝોનનો વિરોધ સતત યથાવત રહ્યો છે અને નાની બાળાઓ પણ આ વિરોધમાં જોડાઈ ગઈ છે. નવરાત્રી દરમિયાન ભોજદે ગામની એક નાની બાળાએ એક આકર્ષક અપીલ કરી હતી. જેમાં તે ઇકો ઝોનના પ્રતિનામોની સામે લોકોને જાગૃત થવા માટે બોલાવી રહી છે. આ બાળાએ કહ્યું કે, ‘તમો તમારા માટે નહીં, પરંતુ અમારા જેવા નાના બાળકોના ભવિષ્ય માટે આગળ આવો.’ જે સાંભળીને સૌ કોઈ ગદગદિત થઈ ગયા. બાળાએ સરકાર પર આકરા શબ્દોમાં કટાક્ષ કર્યો કે, "સિંહ અને ગીરને બચાવ્યા તેનું પરિણામ હવે સરકાર આપતી છે."

Advertisement

આ પણ વાંચો: Junagadh : 'Eco Sensitive Zone' સામે 'ગરબા' થકી વિરોધ! વધુ એક BJP નેતા આવ્યા મેદાને

ઈકો ઝોન લાગુ થવાથી ખેતીકામને અસર થવાનો દાવો

તેની અપીલમાં લોકોને જાગૃત થવાની અને આ મુદ્દે પગલાં ભરવાની મહત્ત્વની વાત હતી. બાળકીએ માતાજી પાસે આશા વ્યક્ત કરી કે સરકારને સદબુદ્ધિ મળે, પરંતુ લોકોની જાગૃતિ હવે અત્યંત જરૂરી છે. નોંધનીય છે કે, અગાઉ 10 કિમીનો દાયરો ઘટાડવામાં આવ્યો છતાં વિરોધ યથાવત છે. ઈકો ઝોન લાગુ થવાથી ખેતીકામને અસર થવાનો દાવો કરાઈ રહ્યો છે. સાથે જ ઈકો ઝોન લાગુ થશે તો વનવિભાગને (Forest Department) તાબે થવું પડશે તેવો ડર ગ્રામજનોમાં જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો: Eco Sensitive Zoneના વિરોધમાં ખૂલીને આવ્યા Dilip Sanghavi

Tags :
Advertisement

.