Jetpur: ભાદર 1 ડેમ સતત ઓવરફ્લો, નીચાણવાળા 22 ગામોને કરાયા એલર્ટ
- ભારે વરસાદની આગાહી વચ્ચે પડી રહ્યો છે ધોધમાર વરસાદ
- લીલાખા પાસે ભાદર ડેમમાં 9 કલાકે ડેમ ઓવરફ્લો થયો
- સૌરાષ્ટ્રનો બીજા નંબરનો સૌથી મોટો ડેમ થયો ઓવરફ્લો
Jetpur: જેતપુર નજીક આવેલ લીલાખા પાસે આવેલ સૌરાષ્ટ્રનો બીજા નંબરનો સૌથી મોટો એવો ભાદર ડેમ કે જેની ઓવરફ્લો થવાની સમગ્ર સૌરાષ્ટ્ર આતુરતાપૂર્વક રાહ જોવાતી હતી. તે અંતે ગઈ કાલે સાંજે ઉપરવાસમાં વરસાદ પડતાં જ ડેમમાં પાણીની આવક થતાં ડેમમાં પાણીની સપાટી 34 ફૂટે પહોંચી ગયું છે. ડેમમાં પાણીની આવક થતાં રૂલ લેવલ જાળવવા માટે ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું હતું. રાત્રે 9:00 કલાકે ડેમના 10 દરવાજા છ ફૂટ ખોલવામાં આવ્યા હતા. ત્યારબાદ સવાર પડતા ડેમના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે પાણીની આવક હોવાથી 26 દરવાજા 6 ફૂટ ખોલાયા હતા.
આ પણ વાંચો: Gujarat: પોરબંદર અને જામનગરમાં ભારતીય કોસ્ટગાર્ડનું દિલધડક રેસ્ક્યૂ, જુઓ આ Video
નીચાણ વાળા વિસ્તારોને તંત્ર દ્વારા એલર્ટ કરાયા
નોંધનીય છે કે, પાણીની આવાક વધી ગઈ હોવાથી નીચાણ વાળા વિસ્તારોને તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા હતા. મળતી વિગતો પ્રમાણે અત્યારે ઉપરવાસમાં સતત વરસાદના કારણે ડેમ ઓવરફ્લો થઈ રહ્યો છે. ડેમમાં પાણીની રૂલ લેવલ જાળવવા પાણી આવક ઈનફ્લો 18343 ક્યુસેક થઈ રહી છે. જેથી ડેમમાં આઉરફ્લો 18343 ક્યુસેક પાણી ભરાઈ ગયું છે. જેના કારણે 10 દરવાજા છ ફૂટ ખોલવામાં આવેલ છે. ભારે વરસાદને કારણે અત્યારે ભાદર નદી ગાડીતુર જોવા મળી રહી છે.
આ પણ વાંચો: Red Alert: રાજ્યના 12 જિલ્લામાં આજે પણ છે ખતરો...
ડેમ ઓવરફ્લો થતા 22 જેટલા ગામોને એલર્ટ કરાયા
ભાદર - 1 ડેમ નીચે ગોંડલ તાલુકાના લીલાખા, મસીતાળા, ભંડારીયા, ખંભાલીડા, નવાગામ, જેતપુર (Jetpur) તાલુકાના મોણપર, ખીરસરા, દેરડી, જેતપુર, નવાગઢ, રબારીકા, સરધારપુર, પાંચપીપળા, કેરાડી લુણાગરા, લુણાગરી, વાડસડા, જામકંડોરણા તાલુકાના તરવડા, ઈશ્વરીયા, ધોરાજી તાલુકાના વેગડી, ભૂખી, ઉમરકોટ ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતાં. ભાદર ડેમ 34 ફૂટની ઉંચાઈ અને 29 દરવાજા સાથે સૌરાષ્ટ્રનો બીજા નંબરનો સૌથી મોટો ડેમ છે. આ ડેમની પાણી સમાવવાની કુલ ક્ષમતા 6648 MCFTની છે. છેલ્લાં ઘણા વર્ષથી અડીખમ ઊભેલ આ ડેમ અત્યાર સુધીમાં 27 વખત ઓવરફ્લો થયો છે. આ ડેમમાંથી રાજકોટ અને જેતપુર શહેરની 22 લાખ જેટલી પ્રજાને પીવાનું પાણી પૂરુ પાડવામાં આવે છે.
આ પણ વાંચો: VADODARA : વિશ્વામિત્રી નદીનું જળસ્તર ઘટવાનું શરૂ, તંત્રને મોટી રાહત
ડેમ 22 લાખ જેટલી પ્રજાને પીવાનું પાણી પૂરું પાડે છે
ગત વર્ષે ભાદર-1 ડેમમાંથી ખેતીને સિંચાઇ માટે પાણી આપવામાં આવ્યું હતું. જેમાં 6 રવિ પાક, 2 ઉનાળુ પાક અને 2 કોરવાણ માટે આપ્યા હતા. દરરોજ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન 10 એમ.જી.ડી. (મિલિયન ગેલન પર ડે), (રાજકોટ) રૂડા 1 એમ.જી.ડી, અને જેતપુર શહેર 3.40 એમ.જી.ડી. આ ઉપરાંત ખોડલધામ અને અમરનગર જૂથ યોજના અંતર્ગત 0.93 એમ.જી.ડી પાણી ભાદર ડેમમાંથી દરરોજ ઉપાડે છે. આ ડેમમાંથી રાજકોટ અને જેતપુર (Jetpur) ખોડલધામ જૂથ યોજના, વીરપુર સહિત 22 લાખ જેટલી પ્રજાને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે. આમ તો સિંચાઈના હેતુ માટે જ બનાવેલ આ ડેમ તેની 78 km લંબાઇ ધરાવતી મેઈન કેનાલ દ્વારા 46 ગામોની 36,842 હેક્ટર જમીનને સિંચાઈનું પાણી પૂરું પાડે છે.
ભાદર -1 ડેમના નિર્માણનું કાર્ય 1952મા શરૂ થયું હતું
જેતપુર અને રાજકોટને પાણી પૂરું પાડતાં ભાદર -1 ડેમના નિર્માણનું કાર્ય 1952મા શરૂ થયું હતું. 1964માં ડેમ નિર્માણ થયો હતો. ત્યારથી આ ડેમ સૌરાષ્ટ્રની જીવાદોરી સાબિત થયો છે. સિંચાઈના હેતુથી જ આ ડેમનું નિર્માણ કાર્ય કરવામાં આવ્યું હતું. વર્તમાન સમયમાં ડેમ સિંચાઈ ઉપરાંત પીવાના પાણીનો મોટો સ્ત્રોત સાબિત થઈ રહ્યો છે. ત્યારે રાજકોટ, ગોંડલ, ધોરાજી, ઉપલેટા, જામકંડોરણા, જૂનાગઢ અને જેતપુરના આશરે 46 ગામડાઓમાં ખેતીની જમીનમાં આ ડેમના પાણીનો ઉપયોગ થાય છે.