Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ગુજરાતના તમામ ધાર્મિક સ્થળોને સ્વચ્છ અને સુઘડ બનાવવા 14 થી 22 જાન્યુઆરી દરમિયાન જન અભિયાન યોજાશે

ગુજરાત જન અભિયાન : “સ્વચ્છતા ત્યાં પ્રભુતા” વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઇ મોદીના આહવાનને ઝિલી લેવા ગુજરાત પ્રતિબદ્ધ થયું છે. રાજ્યના નાના મોટા તમામ ધાર્મિક સ્થળોને સ્વચ્છ અને સુઘડ બનાવવા તા. ૧૪/૦૧/૨૦૨૪ થી તા.૨૨/૦૧/ ૨૦૨૪ દરમ્યાન જન અભિયાન યોજાશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર...
05:42 PM Jan 13, 2024 IST | Harsh Bhatt

ગુજરાત જન અભિયાન : “સ્વચ્છતા ત્યાં પ્રભુતા” વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઇ મોદીના આહવાનને ઝિલી લેવા ગુજરાત પ્રતિબદ્ધ થયું છે. રાજ્યના નાના મોટા તમામ ધાર્મિક સ્થળોને સ્વચ્છ અને સુઘડ બનાવવા તા. ૧૪/૦૧/૨૦૨૪ થી તા.૨૨/૦૧/ ૨૦૨૪ દરમ્યાન જન અભિયાન યોજાશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અમદાવાદના મેમનગર વિસ્તારમાં રામજી મંદિરના સ્વચ્છતા સફાઈ  અભિયાનમાં સહભાગી થશે.

યાત્રાધામ જન અભિયાન

અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો પવિત્ર અવસર આગામી તા.૨૨ મીજાન્યુઆરીના રોજ યોજાવાનો છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આ પવિત્ર ઉત્સવના સંદર્ભમાં તા.૧૪/૦૧/ ૨૦૨૪ થી તા.૨૨/૦૧/ ૨૦૨૪ સુધી દેશભરના તમામ નાના મોટા ધર્મસ્થાનોની સ્વચ્છતા સફાઈ  માટે સાર્વત્રિક રીતે સફાઈ  અભિયાન હાથ ધરવાનું દેશવાસીઓને આહવાન કર્યું છે.  ગુજરાત વડાપ્રધાનશ્રીના આ આહવાનને ઝિલી લેવા પ્રતિબદ્ધ છે.

રાજ્યના નાના મોટા તમામ ધાર્મિક સ્થળોને સ્વચ્છ અને સુઘડ બનાવવા તા. ૧૪/૦૧/૨૦૨૪ થી તા.૨૨/૦૧/ ૨૦૨૪ દરમ્યાન  સફાઈ અભિયાનનું જન આદોલન હાથ ધરાશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આ રાજ્યવ્યાપી અભિયાનમાં આવતી કાલે રવિવાર, ૧૪ જાન્યુઆરી ,મકર સંક્રાંતિના દિવસે સવારે ૯ ૩૦ વાગ્યે અમદાવાદના મેમનગર વિસ્તારમાં આવેલા રામજી મંદિરમાં સામૂહિક સફાઈ દ્વારા સહભાગી થશે.

તેમજ આ સમગ્ર અભિયાનમાં પદાધિકારીઓ, સહકારી સંસ્થાઓ, ધાર્મિક સંગઠનોનો, વિધાર્થીઓનો તથા શૈક્ષણિક સંસ્થાઓનો સહયોગ લઇને આયોજન કરવા અને તમામ વર્ગોને સ્વચ્છતા અંગેની કામગીરીમાં સ્વૈચ્છિક રીતે સામેલ કરવા અને સ્વચ્છતા એ જ સેવા અંગેના પ્રચાર-પ્રસારમાં સહભાગી બનાવવા જીલ્લાના કલેકટરોને સૂચનાઓ આપવામાં આવી છે.

અહેવાલ - સંજય જોશી 

આ પણ વાંચો - Vibrant Gujarat Global Trade Show 2024 -આયુષ્યમાન ભારત યોજના

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
CleanlinessCM Bhupendra PatelGujaratGUJARAT GOVERMENTholy placesjan abhiyaanPilgrimagepm modiગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડ
Next Article