Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Jamnagar ST ડેપોમાં 9 દિવસમાં રૂપિયા 94 લાખ 50 હજારની આવક નોંધાઈ

Jamnagar: જામનગર ST ડેપો માટે આ દિવાળીનો તહેવાર ખૂબ જ લાભદાયક રહ્યો છે. છેલ્લા નવ દિવસમાં, 94 લાખ 50 હજાર રૂપિયાનું વર્તમાન આવક નોંધાઈ છે,
jamnagar st ડેપોમાં 9 દિવસમાં રૂપિયા 94 લાખ 50 હજારની આવક નોંધાઈ
  1. ભાઈ બીજના દિવસે રૂ.15 લાખની આવક થઈ
  2. ગત વર્ષની સરખામણીમાં STની આવકમાં વધારો
  3. જામનગર એસટી ડેપો દ્વારા દોડાવાઈ એક્સ્ટ્રા બસ

Jamnagar: જામનગર ST ડેપો માટે આ દિવાળીનો તહેવાર ખૂબ જ લાભદાયક રહ્યો છે. છેલ્લા નવ દિવસમાં, 94 લાખ 50 હજાર રૂપિયાનું વર્તમાન આવક નોંધાઈ છે, જે આ નગર માટે એક સારો રેકોર્ડ બની છે. ખાસ કરીને ભાઈ બીજના દિવસે, જ્યાં રૂ. 15 લાખની આવક થઈ હતી. ગઈ કાલે આ વર્ષે ST ડેપો દ્વારા દરરોજ વધારાની બસો ચાલી હતી જેના કારણે મુસાફરી માટે પણ વધુ સગવડ મળી હતી. જેની પરંપરાગત આવકની સરખામણી કરતાં, ST ડેપોની આવકમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.

Advertisement

આ પણ વાંચો: Rajkot: 150 ફૂટ રીંગ રોડ પર નબીરાઓ બેફામ, બાઈક પર સ્ટંટ કરતા કરતા ફોડ્યા ફટાકડા

દિવાળીના તહેવારમાં ST નિગમને અધધ આવક થઈ

દિવાળીના તહેવારોમાં લોકોએ ઘરે જવા માટે જાહેર પરિવહનનો મોટા પ્રમાણમાં ઉપયોગ કર્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, દિવાળીના તહેવારમાં ST નિગમને અધધ આવક થઈ હોવાનું સામે આવ્યું છે. નોંધનીય છે કે, લોકો ઘરે જવા માટે પહેલેથી જ ઓનલાઈન બુકિંગ કરતા હોય છે. જો કે, આ વખતે ST નિગમમાં લોકોએ મોટી સંખ્યામાં ઓનલાઈન બુકિંગ કર્યું હતું. મહત્વની વાત એ છે કે, ઓનલાઈન બુકિંગમાં ST નિગમે નવો રેકોર્ડ બનાવ્યો છે.

Advertisement

આ પણ વાંચો: Amreli: ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર સર્જાયો ગંભીર અકસ્માત, યાત્રાળુ ભરેલી બોલેરો પલટી

કુલ 19 લાખ મુસાફરોએ ST બસમાં કર્યો પ્રવાસ

મળતી જાણકારી પ્રમાણે 4 નવેમ્બરના એક જ દિવસમાં સૌથી વધુ બુકિંગ થયા હતા. 4 નવેમ્બરે એટલે કે આ એક જ દિવસમાં અધધ 01,41,468 સીટો ઓનલાઈન બુકિંગ થઈ હતી. જે એક મોટો રેકોર્ડ છે. આખા આંકડાની વાત કરવામાં આવે તો, આ ચાર દિવસોમાં કુલ 19 લાખ મુસાફરોએ ST બસમાં પ્રવાસ કર્યો છે. જેના કારણે એસટી નિગમે કરોડોની આવક કરી છે.

Advertisement

આ પણ વાંચો: દિવાળીના તહેવારમાં ST નિગમને અધધ 59300000 રૂપિયાની આવક, ઓનલાઈન બુકિંગમાં બનાવ્યો રેકોર્ડ

Tags :
Advertisement

.