Jamnagar:જૂની કલેક્ટર કચેરીનો ભાગ ધરાશાયી, સદનસીબે કોઈ જાનહાની નહી
- જામનગરમાં જૂની કલેક્ટર કચેરીનો એક ભાગ ધરાશાયી
- શહેરના લાલબંગલા સંકુલમાં સરકારી ઇમારતનો બનાવ
- એક કાર, બે મોટરસાયકલ અને એક સાયકલને થયું નુકસાન
જામનગર (Jamnagar Collector Office) નાં લાલબંગલા સંકુલમાં આવેલ જૂની સરકારી ઈમારતનો એક ભાગ ધરાશાયી થયો હતો. કલેક્ટરનાં નિવાસ સ્થાન પાસે જ ઈમારતનો ભાગ ધરાશાયી થતા લોકોમાં ભયનો માહોલ છવાઈ જવા પામ્યો હતો.

વાહનોને નુકસાન થયું
જામનગર કલેક્ટર કચેરી (Jamnagar Collector Office ) માં આજે બપોરનાં સમયે અચાનક જ કચેરીનો એક ભાગ ધરાશાયી થયો હતો. જર્જરિત ભાગ ધરાશાયી થતા એક કાર, બે મોટર સાયકલ અને એક સાઈકલને નુકસાન થવા પામ્યું હતું. ઈમારત ધરાશાયી થવાની ઘટનામાં સદનસીબે મોટી જાનહાની ટળી હતી.
આ પણ વાંચોઃ Ahmedabad : ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી સોનું ઝડપાયું, અબુધાબીથી આવેલ બે મુસાફરોની અટકાયત
થોડા સમય માટે લોકોમાં ભય ફેલાઈ ગયો
આ અકસ્માતની જાણ ફાયર વિભાગને કરતા ફાયર વિભાગ દ્વારા તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. તેમજ કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરી હતી. તેમજ કાટમાળ દૂર કર્યા બાદ નુકસાન થયેલ વાહનોને પણ ત્યાંથી દૂર ખસેડી દેવામાં આવ્યા હતા. ત્યારે જર્જરિત કચેરીનો ભાગ અચાનક ધરાશાયી થતા થોડા સમય માટે કચેરીમાં કામ અર્થે આવેલ લોકોમાં ભય ફેલાઈ જવા પામ્યો હતો.
કોઈ જાનહાનિ થવા પામી નથીઃ ફાયર વિભાગ
આ બાબતે ફાયર અધિકારીએ જણાવ્યું હતું કે, આજ રોજ બપોરે અઢી વાગ્યા આસપાસ અમને એવો મેસેજ મળેલ જૂની કલેક્ટર કચેરી (Jamnagar Collector Office ) પાસે એક જર્જરિત ઈમારતનો ભાગ પડી ગયેલ છે. જે બાદ અમે ફાયર વિભાગની ટીમ તેમજ એસ્ટેટ વિભાગની ટીમ લઈ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી ગયા હતા. જર્જરિત ભાગ નીચે પડેલ વાહનો પર પડ્યો હતો. જેમાં એક મારૂતી કાર અને ત્રણ જેટલા વાહનો પર પડ્યો હતો. કાટમાળ હટાવી વાહનોને બહાર કાઢી લેવામાં આવ્યા છે. તેમજ કોઈ જાનહાનિ થવા પામી નથી.
આ પણ વાંચોઃ Chhota Udepur : સબ જેલમાં 13 દિવસીય સ્વરોજગાર તાલીમ કોર્સનો શુભારંભ