Jamnagar: લાલપુર પંથકમાં અકસ્માત સર્જાયો, એકનું મોત, 10 થી વધુ ઇજાગ્રસ્ત
Jamnagar: અવાર નવાર અનેક જગ્યા પર અકસ્માતોના કિસ્સાઓ ઘણા જોવા મળી રહ્યા છે. ત્યારે જામનગર (Jamnagar) ના લાલપુર પંથકમાં અકસ્માત સર્જાયો હતો. ઉલ્લેખનિય છે કે, ત્રણ પાટીયા લાલપુર રોડ પર અકસ્માત સર્જાયો હતો અને આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. લાલપુર પંથકમાં જાનૈયા ભરેલી આઇસર પલટી મારી ગઈ હતી. જેના કારણે અકસ્માત સર્જાયો હતો.
લાલપુર પંથકમાં ધારાગઢ પાસે અકસ્માત સર્જાયો
આ અકસ્માતમાં 10 થી વધુ ઘાયલ થયા હતા. અને એકનું મોત નીપજ્યું હતું. લાલપુર પંથકમાં ધારાગઢ પાસે અકસ્માત સર્જાયો હતો. ત્યારે ઇજાગ્રસ્તોને ભાણવડ અને જામનગર (Jamnagar) ની જીજી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માત આઇસરના પલટી થઈ જવાન કારણે સર્જાયો હતો.
પગપાળા યાત્રા સંઘને અકસ્માત નડ્યો
પાટણમાં દાંતરવાડા ગામ પાસે મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકાના અંબાલા ગામના પગપાળા યાત્રા સંઘને અકસ્માત નડ્યો હતો. આ સંઘ વરાણા ખોડિયાર માતાના મંદિરે પગપાળા જતો હતો. દરમિયાન, દાંતરવાડા ગામ પાસે એક અજાણ્યા આઇસર ટ્રકચાલકે પદયાત્રીઓને ટક્કર મારી હતી.
ઘાયલોને ધારપુર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા
આ દુર્ઘટનામાં ત્રણ મહિલાઓનાં ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે જ્યારે 5 લોકો ઘવાયા છે. ઘાયલોને ધારપુર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જ્યારે મૃતદેહોને હારીજ રેફરલ હોસ્પિટલ પીએમ અર્થે ખસેડવામાં આવ્યા છે. અકસ્માતની જાણ થતા હારીજ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને ટ્રક ચાલક સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો - Patan : બહુચરાજી પગપાળા યાત્રા સંઘને નડ્યો અકસ્માત, 3 મહિલાનાં મોત, 5 ઘવાયા