Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

7 વર્ષ થઈ ગયાં, હવે તો ફીની રકમ સ્લેબમાં વધારો આપો, FRC ને નાબૂદ કરો : સંચાલક મંડળ

FRC ની ફીની રકમ સ્લેબમાં વધારો કરવા ગુજરાત શાળા સંચાલક મંડળની માગ ખાનગી શાળાઓ માટે વર્ષ 2017થી ફી નિયમન સમિતિ કાયદો પ્રાથમિક વિભાગમાં રૂ. 15 હજારથી વધારી રૂ. 22,500 કરવા માગે Ahmedabad : ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળે FRC...
7 વર્ષ થઈ ગયાં  હવે તો ફીની રકમ સ્લેબમાં વધારો આપો  frc ને નાબૂદ કરો   સંચાલક મંડળ
  1. FRC ની ફીની રકમ સ્લેબમાં વધારો કરવા ગુજરાત શાળા સંચાલક મંડળની માગ
  2. ખાનગી શાળાઓ માટે વર્ષ 2017થી ફી નિયમન સમિતિ કાયદો
  3. પ્રાથમિક વિભાગમાં રૂ. 15 હજારથી વધારી રૂ. 22,500 કરવા માગે

Ahmedabad : ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળે FRC ની ફીની રકમ સ્લેબમાં વધારો કરવા માટે મહત્ત્વપૂર્ણ માગ કરી છે. રાજ્યની ખાનગી શાળાઓ માટે વર્ષ 2017 થી ફી નિયમન સમિતિ કાયદો લાગૂ છે, જેમાં સાત વર્ષ થઈ ગયા હજુ સુધી મહત્તમ ફીની રકમમાં વધારો નથી કર્યો. એટલે કે રૂ. 15 હજાર , રૂ. 20 હજાર , રૂ. 25 અને રૂ. 30 હજાર ફી નક્કી કરેલી છે એની એ જ ફી હજૂ લાગુ છે.

Advertisement

આ પણ વાંચો - VADODARA : મિત્ર સાથે ફરવા નીકળેલી સગીરા પર ગેંગ રેપ, અજાણ્યા શખ્સોએ દેહ ચૂંથ્યો

મહત્તમ ફીમાં વધારો ના થતાં શાળા સંચાલકોમાં નારાજગી

બીજી તરફ જે શાળા દર ત્રણ વર્ષે ફી વધારો માગે તો તેને નિયમ પ્રમાણે આપવામાં આવે છે પરંતુ જે મહત્તમ ફી (Fee Issue) નક્કી કરવામાં આવી છે તેમાં કોઈ વધારો કે ફેરફાર નથી કરવામાં આવ્યો, જેના કારણે શાળા સંચાલક મંડળમાં નારાજગી જોવા મળી રહી છે. સંચાલક મંડળે (School Management Board) એ તર્ક રજૂ કર્યો છે કે જે શાળા ફી વધારો કરવા માગે તો તેને ફી વધારો આપવામાં આવે છે, પરંતુ સ્લેબ પ્રમાણે જે શાળાઓથી ફી વસૂલતી હોય તેમનો શું વાંક ?

Advertisement

આ પણ વાંચો - Navratri 2024 : સ્વામિનારાયણનાં વધુ એક સંતનો બફાટ! કહ્યું- પહેરવેશનાં નામે માત્ર અંગ પ્રદર્શન..!

ફી સ્લેબમાં વધારો કરવા, સમિતિમાં એક ખાનગી શાળાનાં પ્રતિનિધિની માગ

શાળા સંચાલક મંડળની માંગ છે કે FRC એ ફી સ્લેબમાં પ્રાથમિક વિભાગમાં 15 હજારથી વધારી રૂ. 22,500, માધ્યમિક વિભાગમાં રૂ. 20 હજારથી વધારી રૂ. 30 હજાર, ઉચ્ચતર વિભાગમાં સામાન્ય પ્રવાહમાં રૂ. 25 હજારથી વધારી રૂ. 37,500 કરવા આવે. ઉપરાંત, ઉચ્ચતર વિભાગમાં સાયન્સ વિભાગમાં રૂ. 30 હજારથી વધારી રૂ. 45 હજાર ફી સ્લેબ નક્કી કરવા માગ કરી છે. સાથે-સાથે સમિતિમાં એક ખાનગી શાળાનાં પ્રતિનિધિ અને પણ સ્થાન આપવા માટે માગ કરાઇ છે. સંચાલક મંડળ દ્વારા એ પણ દાવો કરવામાં આવ્યો છે કે ફી નિયમન સમિતિનો કાયદો લાગૂ કરવામાં ઉતાવળ કરવામાં આવી હતી. સાથે જ FRC ને પણ વિખેરી સ્થાનિક સ્તરે ફી વધારા મામલે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીને નિર્ણય લેવાની સત્તા સોંપવા માટે પણ માગ કરી છે.

Advertisement

અહેવાલ : અર્પિત દરજી, અમદાવાદ

આ પણ વાંચો - Junagadh : 'Eco Sensitive Zone' સામે 'ગરબા' થકી વિરોધ! વધુ એક BJP નેતા આવ્યા મેદાને

Tags :
Advertisement

.