Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

IT Raid : ચૂંટણી પૂર્ણ થતાં જ આવક વેરા વિભાગ એક્શનમાં, સુરતમાં 5 સ્થળો પર દરોડા

IT Raid : ગુજરાતની તમામ લોકસભા બેઠકો અને વિધાનસભા પેટાચૂંટણીની બેઠકો પર મતદાન પૂરું થઈ ગયું છે. જોકે મતદાન પૂરું થયાને હજુ માંડ બે દિવસ થયા છે. ત્યાં આવકવેરા વિભાગ (IT) એક્શન મોડમાં આવી ગયો છે. સુરતમાં ટેક્સટાઈલ ક્ષેત્રના એક...
12:32 PM May 09, 2024 IST | Hiren Dave

IT Raid : ગુજરાતની તમામ લોકસભા બેઠકો અને વિધાનસભા પેટાચૂંટણીની બેઠકો પર મતદાન પૂરું થઈ ગયું છે. જોકે મતદાન પૂરું થયાને હજુ માંડ બે દિવસ થયા છે. ત્યાં આવકવેરા વિભાગ (IT) એક્શન મોડમાં આવી ગયો છે. સુરતમાં ટેક્સટાઈલ ક્ષેત્રના એક મોટા ગ્રૂપમાં દરોડા (IT Raid)ની કાર્યવાહીના અહેવાલ મળી રહ્યા છે.

 

 

કોને ત્યાં દરોડા પડાયા?

માહિતી અનુસાર સુરતના ટેક્સટાઈલ ક્ષેત્રના ઐશ્વર્યા ગ્રૂપ પર આ દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. 40થી વધુ અધિકારીઓની આવકવેરા વિભાગની ટીમ લગભગ એકસાથે જ 5 જગ્યાએ આ દરોડા શરૂ કર્યા હતા અને નિરીક્ષણની કાર્યવાહી શરૂ કરી હતી.

 

કોલ બિઝનેસ ગ્રૂપ પર પણ તવાઈ

માહિતી મુજબ ઐશ્વર્યા ગ્રૂપની સાથે સાથે સુરતના ડુમ્મસ રોડ પર એક કોલસાના ધંધાર્થીને ત્યાં પણ આઈટીએ તવાઈ બોલાવી હતી. કોલ બિઝનેસ ગ્રૂપ સાથે સંકળાયેલા મોરબીના સીરામિક ઉપર પણ તપાસ હાથ ધરવામાં આવી હતી. આઈટી વિભાગના સૂત્રો અનુસાર મોટાપાયે બેનામી વ્યવહારોની થયા હોવાની માહિતી છે અને તેને લઈને જ આ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

 

આ પણ  વાંચો  - VADODARA : બરોડા ડેરી માટે મંડળીઓનું દુધ એકત્ર કરતા વાહનમાં ભેળસેળ કરનારાઓ સામે ફરિયાદ

આ પણ  વાંચો  - VADODARA : વહેલી સવારે નિકળેલા ભાજપના કોર્પોરેટર અછોડાતોડનો શિકાર બન્યા

આ પણ  વાંચો  - HSC Result : ધોરણ 12 બોર્ડમાં બનાસકાંઠાના આ કેન્દ્રનું સૌથી વધુ પરિણામ

Tags :
Aishwarya groupIT raidJaratlocalRaid on 5 locationssurat IT RaidSurat newsTextile-firm
Next Article